સ્પેનના કેટલોનિયામાં આઝાદીનું આંદોલન ચાલી રહું છે શું કેટેલોનિયા સ્પેનથી અલગ થશે?

    ૦૭-નવેમ્બર-૨૦૧૯   
કુલ દૃશ્યો |

 
 
છેલ્લા કેટલાંક થોડા વર્ષોથી પશ્ચિમ યુરોપના અનેક દેશોમાં પણ સ્વતંત્રતા આંદોલનો જોર પકડી રહ્યાં છે. આ આંદોલનોમાં સ્પેનના કેટલોનિયા નામના પ્રદેશે સ્વતંત્રતા માટે છેડેલા આંદોલને આખી દુનિયાનું ધ્યાન ખેચ્યું છે. કેટેલોનિયાની આઝાદીનો નિષ્ફળ પ્રયાસ કરનારા 9 નેતાઓને સ્પેનની અદાલતે સજા આપતાં કેટેલોનિયાના લાખો લોકોએ સ્પેનની રાજધાની બાર્સેલોના તરફ કૂચ કરીને પ્રચંડ વિરોધ નોંધાવ્યો. તેના કારણે દુનિયાનું ધ્યાન તેની તરફ ખેંચાયું છે.
 

 
 
2017માં કેટેલોનિયામાં લેવાયેલા જનમતમાં 43 ટકા લોકોએ મતદાન કર્યું હતું. આ પૈકી 90 ટકા લોકોએ આઝાદીના પક્ષમાં વોટ આપ્યો. તેના કારણે કેટેલોનિયાએ પોતાને સ્પેનથી સ્વતંત્ર રાષ્ટ્ર જાહેર કર્યું હતું. કેટેલોનિયાની સંસદે સ્પેનથી જુદાં થવાની તરફેણમાં ઠરાવ કર્યો હતો. કેટેલોનિયા સ્પેનથી અલગ થવા માગે છે કેમ રે તે સ્પેનથી વધારે સમૃધ્ધ છે. તેના કારણે લોકોમાં એવી લાગણ છ કે, કેટેલોનિયાની કમાણીનો ઉપયોગ સ્પેનનાં લોકો માટે કરાય છે. આમ આ આર્થિક અસમાનતા લોકોના અસંતોષનું ઘણું મોટું કારણ છે. કેટેલોનિયાની સ્પેનથી જુદી સંસ્કૃતિ પણ લોકોની અલગ થવાની લાગણીના મૂળમાં છે. જો કે કેટેલોનિયાની સંસદના આ નિર્ણયને સ્પેનની સરકારે ગેરબંધારણીય ઠરાવીને સંસદને જ બરખાસ્ત કરી દીધી. સ્પેને કેટેલોનિયા પ્રદેશની સ્વાયતતા ખતમ કરીને સ્પેનનું સીધું શાસન સ્થાપી દીધું.
 

 
 
વિશ્વના બીજા દેશો પણ સ્પેન સાથે છે. યુરોપિયન યુનિયને કેટેલોનિયાની અલગ થવાની જાહેરાતને ટેકો ન આપવાની જાહેરાત કરીને સ્પેનના સાર્વભૌમત્વને જાળવી રાખવાનો આદેશ આપ્યો. તો બ્રિટન, અમેરિકા અને ફ્રાન્સે પણ સ્પેનની રાષ્ટ્રીય એકતાને સમર્થન આપીને કેટેલોનિયાની અલગ રાષ્ટ્રની જાહેરાત ફગાવી દીધી. આ બધા વિશ્વના સૌથી મજબૂત દેશો છે તે જોતાં કેટેલોનિયા માટે સ્પેનથી આઝાદ થવું અત્યારે તો અશક્ય લાગે છે.