કોઈ પણ કોર્સ કર્યા વગર અંગ્રેજી બોલતા, લખતા શીખવું છે? આટલું કરો!

    ૦૮-નવેમ્બર-૨૦૧૯   
કુલ દૃશ્યો |

 
 
અંગ્રેજીની બોલબાલા છે. બધાને અંગ્રેજી શીખવું છે પણ શીખી શકાતું નથી. કેમ? કારણ કે આપણે અંગ્રેજી શીખવાનું માત્ર વિચારીએ છીએ એ માટે જે કરવું પડે તે કરતા નથી. હંમેશાં યાદ રાખો. અંગ્રેજી એક ભાષા છે સૌથી પહેલા સમય આપો. અને આટલા સૂચનોને અનૂસરો, બે જ મહિનામા ફરક અંગ્રેજીમાં તમારો આત્મવિશ્વાસ વધી જશે…..
 

 
 

#1 સાંભળવાની આદત પાડો

 
દુનિયાની કોઇ પણ ભાષા હોય તેને શીખવી હોય તો સૌથી પહેલા સાંભળતા શીખવું પડે. તમે ભાષા જેટલી સાંભળશો એટલી જ તમારી પકડ તે ભાષા પર આવશે. તમે બાળકોને યાદ કરો. બાળક કઈ રીતે બોલતા શીખે છે. તેને બોલતા શીખવવું પડે છે? ના, તે સાંભળે છે અને બોલે છે. માટે જે ભાષા શીખવી હોય તેને ભરપૂર સાંભળો. હંમેશાં અંગ્રેજીના માહોલમાં રહો. માહોલ ન હોય તો ઉભો કરો. અંગ્રેજી ગીત, ફિલ્મ જુવો. અંગ્રેજી ન્યુઝ ચેનલ સાંભળો. ભલે ન સમજાય. તો પણ સાંભળો…જો જો એક મહિનામા જ તમને અંગ્રેજીમાં ફરક દેખાસે…
 

 
 

#2 ખૂબ વાંચો

 
ખૂબ સાંભળ્યા પછી ખૂબ વાંચવું પણ જરૂરી છે. વાંચવાથી તમારું શબ્દભંડોળ વધશે અને તમે અંગ્રેજી સમજી શકશો. અહિં એક ભૂલ કરવાની નથી જે બધા કરતા હોય છે. વાંચવું એટલે નવલકથા, સાહિત્ય, સ્ટોરી જ નહિ. તમને જે વાચવું હોય તે પણ અંગ્રેજીમાં વાંચો. તમને ક્રિકેટમાં રસ છે તો તેનું વાંચો, જોક્સ પસંદ છે તો તે વાચો. બાળકોની કોમિક્સ બૂક પસંદ છે તો તે વાંચો. જે વાંચવું ગમતું હોય તે વાંચો પણ અંગ્રેજીમાં….
 

 
 

#3 થોડું બોલવાનું શરૂ કરો…

 
થોડી સાંભળવાની અને વાંચવાની શરૂઆત કર્યા પછી થોડું થોડું બોલવાની શરૂઆત કરો. સાચું ખોટું ગમે તેવું બોલતા રહો. મન સાથે અંગ્રેજીમાં વાતો કરો. તમે જે બોલવા માગતા હોતે મનમાં પણ અંગ્રેજીમાં બોલો. શક્ય હોય તેટલા ટૂંકા વાક્યો બોલો. ગ્રામરની ચિંતા ના કરો. જેને જે વિચારવું હોય તે વિચારે તમે બોલવા લાગો.
 

 
 

#4 અનુવાદ ન કરો

 
જ્યારે પણ આપણે કોઇ વ્યક્તિ જોડે અંગ્રેજીમાં વાત કરવાની કોશિશ કરતા હોઇએ છીએ ત્યારે આપણે હંમેશાં અનુવાદ કરવાની કોશિશ કરતા હોઇએ છીએ. પહેલા આપણે ગુજરાતીમાં વાક્ય મનમાં વિચારીએ પછી અને પછી તેને અંગ્રેજીમાં અનુવાદ કરી બોલવાની કોશિશ કરતા હોઇએ છીએ. જે કરવાનું નથી. આવું કરવાથી અંગ્રેજી તમને અધરી ભાષા લાગશે. અનુવાદ કરર્યા વિના જેવું આવડે તેનું બોલવા લાગો….
 

 
 

#5 શબ્દભંડોળ વધારો….

 
અંગ્રેજીમાં બોલવું હોય તો માત્ર ૧૫૦૦ શબ્દોનું શબ્દભંડોળ હોય તો પણ ચાલશે. આ પણ કદાચ વધારેઅ છે. અંગ્રેજી છાપું વાચો તો તમને ખ્યાલ આવશે કે ખૂબ આખા છાપામાં વારંવાર એકના એક જ છબ્દો લખાતા હોય છે. માટે શબ્દભંડોળ થોડું વધારો. દરરોજ માત્ર ૧૦ શબ્દો પણ નવા વાંચશો તો મહિને ૩૦૦ અંગ્રેજી શબ્દો અને વર્ષે ૩૬૦૦ શબ્દો તમને આવતા હાશે….પછી જુઓ કમાલ….અંગ્રેજી તમને સરળ લાગશે….
 
બસ અંગ્રેજી શીખવાન આ જ સાધારણ નિયમો છે અંગ્રેજી શીખવાના. અંગ્રેજી જ નહિ દુનિયાની કોઇપણ ભાષા શીખવાના આ સાધારણ નિયમો છે. જો થોડો સમય આપી નિયમિત આ નિયમો પર કામ કરશો તો માત્ર ૧ વર્ષમાં અંગ્રેજી તમારા હોઠે રમતી થઈ જશે…અને એ પણ કોઈ કોર્સ કર્યા વગર. યાદ રાખો. અંગ્રેજી શીખવાનો કોઈ શોર્ટકટ નથી.