દેશના જ કેટલાક કથિત બુદ્ધીજીવીઓ નાગરિક સંશોધન કાયદાનો વિરોધ તથા સરકાર સાથેના વૈચારિક મતભેદ અને અન્ય વ્યક્તિગત વિરોધની આડમાં દેશમાં હિંસા ભડાકાવવાની તથા અફવાઓ ફેલાવવાની કોશિશ હજી કરી રહ્યા છે. તાજેતરમાં જ વિવાદાસ્પદ લેખિકા અને એક્ટિવિસ્ટ અરૂંધતિ રોયનું એક બયાન સામે આવ્યું છે. જેમાં લોકોમાં ભ્રમ ફેલાવવાનું અને ખોટી માહિતી આપવાનું તે જાહેરમાં કહી રહી છે.
સીએએ ( CAA - Ctizen Amendment Act ) અને એનાઅરસી ( NRC - National Register of Citizens) ના વિરોધ કરવાના નામે એક વિવાદાસ્પદ વયાન આપી તે ફસાઈ ગઈ છે. દિલ્લી યુનિવર્સિટીમાં CAA પર આયોજિત એક પ્રદર્શન દરમિયાન NPR ને NCR નો જ એક ભાગ ગણાવી કહ્યું કે જ્યારે સરકારી કર્મચારી તમારી પાસે તમારા ઘરે જાણકારી લેવા આવે તો તેને ખોટી જાણકારી આપો. તમે તમારું નામ રંગા, બિલ્લા કહી દો અને ઘરનું સરનામું ૭ રેસકોર્સ જણાવી દો.
અરૂધતિએ ઉપસ્થિત વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું કે “NPR ની શરૂઆત પણ NRCની એક પ્રક્રિયાનો ભાગ છે. જ્યારે સરકારી કર્મચારી તમારી પાસે તમારા ઘરે જાણકારી લેવા આવે તો તેને ખોટી જાણકારી આપો. માટે NPR માટે તમે તમારું નામ રંગા, બિલ્લા કહી દો અને ઘરનું સરનામું ૭ રેસકોર્સ જણાવી દો. આપણે ફોન નંબર પણ ખોટો જણાવી શકીએ.”
આ ઉપરાંત તેણે કહ્યું કે, નોર્થ ઇસ્ટમામ જ્યારે પૂર આવે છે ત્યારે માતાએ પોતાના બાળકોને બચાવતા પહેલા પોતાના દસ્તાવેજો બચાવવા પડે છે. કેમ કે તેમને ખબર છે કે આ કાગળો જો પાણીમાં વહી જશે તો તેનું આ દેશમાં રહેવું મુશ્કેલ થઈ પડશે. આ પદર્શનમાં ફિલ્મ અભિનેતા જીશાન અય્યુબ અને અર્થશાસ્ત્રી અરૂણકુમાર પણ હાજર રહ્યા હતા.
સુબ્રમણ્યન સ્વામી એ જણાવ્યું છે કે
અરૂંધતિના આ બયાન પર પ્રતિકિયા આપતા સુબ્રમણ્યન સ્વામી એ જણાવ્યું છે કે આ રાજદ્રોહ છે. NPR માટે સરકાર એક ડેટા મેળવી રહી છે. આ ડેટા વીજા, માસ્ટર કાર્ડ, બેંક તથા અન્ય જગ્યાઓ પર જે માહિતી માંગવામાં આવી રહી છે એના કરતા તો ઓછી છે.
મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણે કહ્યું કે
જો આવા જ આપણા દેશમાં બુદ્ધીજીવીઓ છે તો સૌથી પહેલા આવા બુદ્ધીજીવીઓનું રજિસ્ટર તૈયાર કરવું જોઇએ. તેમણે ટ્વીટ દ્વારા જણાવ્યું છે કે અરોંધતિને શરમ આવવી જોઈએ. આ દેશ સાથેનો વિશ્વાસઘાત નથી તો શું છે?
કોણ હતા આ રંગા-બિલ્લા એ પણ જાણી લો…
તમને જણાવી દઈએ કે રંગા અને બિલ્લા બન્ને સીરિયલ અપરાધી હતા. ૧૯૭૮માં દિલ્લીમાં સંજય ચોપડા અને ગીતાનું અપહરણ કરી આ રંગા અને બિલ્લાએ તેમની હત્યા કરી હતી. આ બન્ને ને મોતની સજા ફટકારવામાં આવી હતી અને ત્યાર બાદ ૧૯૮૨માં તેમને ફાંસી આપવામાં આવી હતી…