તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો છો? આ કોલમ તમારા માટે છે...

    ૨૭-ડિસેમ્બર-૨૦૧૯   
કુલ દૃશ્યો |
 
latest general knowledge_
 
૧. બ્રિટીશ કાર નિર્માતા કપની મેકલોરે સુપર કાર એલ્વા રોડસ્ટર લોન્ચ કરી છે, જેની કિમત ભારતીય રૂપિયામાં કેટલી છે ?
 
(અ) આઠ કરોડ (બ) બાર કરોડ
(ક) પંદર કરોડ (ડ) દસ કરોડ
 
૨. દેશનું એક માત્ર માટીના ભગવાનનું મંદિર ક્યાં આવેલું છે ? કે જ્યાં ૩૩ કરોડ દેવતાઓ, ૫૬ કોટી યાદવો અને ૮૮ હજાર ઋષિઓનો વાસ છે ?
 
(અ) પાટણ (બ) પાલિતાણા
(ક) પટના (ડ) પોંડિચેરી
 
૩. દુનિયામાં સૌથી આકર્ષક ગુફા નેટવર્ક `માર્બલ કેવ' ક્યાં આવેલ છે ?
 
(અ) થાઈલેન્ડ (બ) કેનેડા
(ક) ચિલી (ડ) ઇજિપ્ત
 
૪. વિશ્વ `હેલો' દિવસ ક્યારે ઉજવાય છે ?
 
(અ) ૧લી નવેમ્બર (બ) ૨૫ નવેમ્બર
(ક) ૧૪ નવેમ્બર (ડ) ૨૧ નવેમ્બર
 
૫. ગોતબાયા રાજપક્ષે કયા દેશના રાષ્ટપતિ તરીકે ચૂંટાયા ?
 
(અ) નેપાળ (બ) શ્રીલંકા
(ક) ભૂતાન (ડ) માલદિવ
 
૬. આર્મીમાં જાતિ અને જ્ઞાતિનો ભેદ મિટાવવા માટે કયા ભૂતપૂર્વ સંરક્ષણ મંત્રીએ સૈનિક સ્કૂલની સ્થાપના કરી હતી ?
 
(અ) વી. કે. કૃષ્ણ મેનન (બ) યશવંતરાવ ચવ્હાણ
(ક) સ્વર્ણસિંઘ (ડ) જવાહરલાલ નહેરુ
 
૭. ૧૯૬૧માં પ્રથમ સૈનિક સ્કૂલ ક્યાં ખૂલી હતી ?
 
(અ) બાલાછડી (બ) પુરુલિયા
(ક) સતારા (ડ) બિજાપુર
 
૮. હાલ ભારતમાં કેટલી સૈનિક સ્કૂલ છે ?
 
(અ) ૩૦ (બ) ૨૪
(ક) ૩૨ (ડ) ૨૮
 
૯. સૈનિક સ્કૂલમાં છોકરીઓને સૌપ્રથમ ક્યારે પ્રવેશ મો ?
 
(અ) ૨૦૧૬ (બ) ૨૦૧૮
(ક) ૨૦૧૯ (ડ) ૨૦૧૫
 
૧૦. રેકેટ લોન ગેઇમ્સમાં કેટલી સ્પોર્ટ્સનો સમાવેશ થાય છે ?
 
(અ) ૨ (બ) ૫
(ક) ૪ (ડ) ૬
 
૧૧. ઇન્ડિયન ક્રિકેટ ટીમની પૂર્વ કેપ્ટન મિતાલી રાજની બાયોપિકમાં કઈ અભિનેત્રી મિતાલીનો રોલ કરશે ?
 
(અ) તાપસી પન્નુ (બ) પ્રિયંકા ચોપરા
(ક) કગના રનૌત (ડ) અનુષ્કા શર્મા
 
૧૨. શરદ અરવિંદ બોબડેએ હમણાં શેના શપથ ગ્રહણ કર્યા ?
 
(અ) કૃષિ મંત્રી
(બ) સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ
(ક) રીઝર્વ બેન્કના ગર્વનર
(ડ) લદાખના ઉપરાજ્યપાલ
 
૧૩. દેશની સૌથી મોટી પક્ષી હોનારત ક્યાં થઈ જેમાં ૨૦,૦૦૦થી વધુ યાયાવર પક્ષીઓનાં મોત થયાં ?
 
(અ) ગુજરાત (બ) મધ્યપ્રદેશ
(ક) રાજસ્થાન (ડ) બિહાર
 
૧૪. દેશનું સૌથી મોટુ ખારા પાણીનું સરોવર કયું છે ? જે ૯૦ સ્કવેર કિ.મી.માં પથરાયેલ છે.
 
(અ) નળ સરોવર (બ) ચીકાસરોવર
(ક) ડાલ સરોવર (ડ) સાંભર સરોવર
 
૧૫. કયા દિવસને વિશ્વ ઇમોજી દિવસ તરીકે ઉજવવામાં આવે છે ?
 
(અ) ૨૩ જુલાઈ (બ) ૧૭ જુલાઈ
(ક) ૧લી જુલાઈ (ડ) ૨૫ જુલાઈ
 
૧૬. વિશ્વના લોકો આજે ઇમોજીસનો ઉપયોગ કરે છે તે કુલ કેટલા છે ?
 
(અ) ૪૦૦૪ (બ) ૩૪૫૦
(ક) ૪૧૧૦ (ડ) ૩૧૭૮
 
૧૭. કયા દેશની યુનિવર્સિટીઓમાં ઇમોજીને અભ્યાસક્રમમાં સામેલ કરાયું છે ?
 
(અ) બ્રિટન (બ) દક્ષિણ કોરિયા
(ક) જાપાન (ડ) સ્વીડન
 
૧૮. સર ડેવિડ એટનબરોને ૨૦૧૯નું ઇન્દિરા ગાંધી શાંતિ પારિતોષિક આપવામાં આવશે તો એ મહાનુભાવ કોણ છે ?
 
(અ) સોશિયલ એક્ટિવિસ્ટ (બ) પર્યાવરણવાદી 
(ક) પ્રકૃતિવિજ્ઞાની (ડ) સરહદના નેતા
 
૧૯. વિશ્વનો પ્રથમ નવ વાર રિસાઈકલ થાય એવો પેકેજિંગ મટીરિયલનો પ્લાન્ટ ક્યાં શરૂ કરાયો ?
 
(અ) પાટણ (બ) સાણંદ
(ક) ધોલેરા (ડ) ભાવનગર
 
૨૦. આઝાદી પછી કેટલામી વસતી-ગણતરી ૨૦૨૦-૨૧માં થશે ?
 
(અ) ૧૦મી (બ) ૭મી
(ક) ૮મી (ડ) ૯મી
જવાબ :
 
(૧) બ, (૨) અ, (૩) ક, (૪) ડ, (૫) બ, (૬) અ, (૭) ક, (૮) ડ, (૯) બ, (૧૦) ક,
(૧૧) અ, (૧૨) બ, (૧૩) ક, (૧૪) ડ, (૧૫) બ, (૧૬) ડ, (૧૭) અ, (૧૮) ક, (૧૯) બ, (૨૦) ક.