આ ખેડૂત પોતાની પત્ની સાથે ભીખ કેમ માંગી રહ્યો છે ?

    ૧૧-ફેબ્રુઆરી-૨૦૧૯   


તેલંગાણામાં એક ખેડૂત પોતાની પત્ની સાથે ભીખ માંગવાનો વીડિયો વાયરલ થતાં હોબાળો મચ્યો છે. વાત એમ હતી કે, અહીંના જયશંકર ભૂપલપલ્લી જિલ્લાના બસવૈયા નામના ખેડૂતે તલાટી પાસે પોતાની જમીનની પટ્ટાદાર પાસબૂક માંગી હતી, જે આપવા તલાટીએ એક લાખની લાંચ માંગી હતી. માંગણીથી પરેશાન ખેડૂતે અધિકારીઓને મળવા સરકારી કચેરીઓના અનેક ચક્કર માર્યાં હતાં. પરંતુ લાંચ વિના કોઈ કામ કરવા તૈયાર હતું. પરિણામે હેરાન પરેશાન થયેલ ખેડૂતે પોતાની પત્ની સાથે જાહેરમાં ભીખ માંગવાનું શરૂ કર્યું હતું.