કીબોર્ડના અક્ષર લાઇનમાં કેમ નથી હોતા ?

    ૧૬-ફેબ્રુઆરી-૨૦૧૯   

આપણે બધા દરરોજ કીબોર્ડનો ઉપયોગ કરતા હોઈએ છીએ. કીબોર્ડથી સર્ચ કરવામાં જેટલી આપણી આંગળીઓ ઝડપી ચાલે તેટલું જ દુનિયામાં સારું માનવામાં આવે છે. પણ શું તમે કદી વિચાર્યું છે કે કીબોર્ડના શબ્દનો ક્રમ QWERTY કેમ હોય છે ? કોમ્પ્યુટરનું કીબોર્ડ અને મોબાઈલના કીપેડની શરૂઆત QWERTY અક્ષરથી થાય છે. ક્રિસ્ટોફર QWERTYની રૂપરેખા તૈયાર કરી હતી. ૧૮૭૪માં આવેલ ટાઈપરાઈટરનો ઉપયોગ પણ આવી રીતે થતો હતો. તે સમયે આને ‘રેમીન્ગટન ૧’ ના નામે ઓળખવામાં આવતો હતો. જ્યારે ક્રિસ્ટોફર શોલ્સ કીબોર્ડમાં શબ્દોની ગોઠવણી કરી રહ્યા હતા ત્યારે તેમણે સીધા ક્રમમાં બટન ગોઠવ્યાં ત્યારે જાણવા મળ્યું કે બટન જામી જાય છે. એક પછી એક અક્ષર હોવાથી બટન દબાવવામાં બેક્સ્પેસનું બટન પણ નહોતું. આ જ કારણ છે કે કીબોર્ડમાં QWERTY શબ્દનો ઉપયોગ થાય છે, જેથી ટાઈપ કરવામાં સરળતા રહે.