જેના પરથી કેસરી ફિલ્મ બન્યું તે સારાગઢ યુદ્ધની આખી કહાની...

    ૨૨-ફેબ્રુઆરી-૨૦૧૯   
 
 
ફિલ્મ કેસરીનું એક દ્રશ્ય
 

કેસરી ફિલ્મ જેના પરથી બની તે સારાગઢના યુદ્ધની, ૨૧ સિખ સૈનિકો ૧૦૦૦૦ સૈનિકો સામે લડ્યા તેની આખી કહાની…

સારાગઢ ચોકીને બચાવવા ૧૨ સપ્ટેમ્બર ૧૮૯૭ના રોજ ૨૧ સિખો અને ૧૦ હજાર અફગાન સૈનિકો વચ્ચે એક યુદ્ધ ખેલાયું. આ યુદ્ધ એટલે સારાગઢનું યુદ્ધ
અક્ષયકુમારનું કેસરી ફિલ્મનું ટ્રેલર આવી ગયું છે. ૩ મિનિટના આ ટ્રેલરમાં ફિલ્મની ભવ્યતા, શાનદાર એક્શન, જાનદાર ડાયલૉગની ઝલક તમને જોવા મળે છે. આ ફિલ્મ ૧૮૯૭માં ૨૧ સિખ જવાનો ૧૦,૦૦૦ અફગાન સૈનિકો સામે લડ્યા તે ધટના પર આધારિત છે. જે સારાગઢીના યુદ્ધથી પણ ઓળખાય છે. તો આવો સમજીએ યુદ્ધ ક્યા થયું? કોની વચ્ચે થયુ? કેવી પરિસ્થિતિમાં થયુ?
 

 
સારાગઢના યુદ્ધનું એક ચિત્ર

 
સારાગઢના યુદ્ધની કહાની….

 
વાત છે ૧૮૯૭ની. ભારત અંગ્રેજોના હાથમાં હતું. ભારત અખંડ હતું. તે સમયે અખંડભારતની સરહદ અફગાનિસ્તાન સાથે જોડાયેલી હતી. હાલમા પાકિસ્તાનમાં ખૈબર પખ્તુનવા સાથે અફગાનિસ્તાનની સરહદ જોડાયેલી છે. આ સરહદ પર સમાનાની પર્વતમાળા છે. આ પર્વતમાળાથી લગભગ ૪૦ માઈલ દૂર એક નાનકડા શિખર પર એક ચોકી હતી. સારાગઢના યુદ્ધની કહાની છે આ ચોકીને આધારિત. આ ચોકીને બચાવવા ૧૨ સપ્ટેમ્બર ૧૮૯૭ના રોજ ૨૧ સિખો અને ૧૦ હજાર અફગાન સૈનિકો વચ્ચે એક યુદ્ધ ખેલાયું. આ યુદ્ધ એટલે સારાગઢનું યુદ્ધ…
 

 
નકશામાં જુવો સારાગઢની ચોકીને... 
 

બંદૂકની ગોળીઓ ખૂંટી ગઈ તો તેમણે લડાઈ તલવાર વડે આગળ વધારી

 
આ સ્થાન આજે પાકિસ્તાનમાં છે. યુદ્ધની વાત જાણે એમ છે કે ૧૦ હજાર અફગાન સૈનિકોએ સારાગઢ ચૌકી પર અચાનક હુમલો કરી દીધો. તે સમયે અહીં આર્મી પોસ્ટ પર બ્રિટીશ ઈન્ડિયન આર્મીની ૩૬મી સિખ બટાલિયનના ૨૧ સિખ સૈનિકો પહેરા ઉપર હતા. આ વાતની જાણ અગફાનિ સૌનિકોને થતા તેમને લાગ્યું કે ૨૧ સૈનિકો શું કરી શકશે? માટે આ પોસ્ટને જીતવી આપણા માટે ખૂબ સરળ છે. પણ આ સમજ તેમને ભારી પડી. તેમને અહીં પહેરા પર હાજર સિખ જવાનોની હિંમત અને સચ્ચાઈ વિષે જાણકારી ન હતી. આ બહાદૂર ૨૧ સિખો સામે ૧૦ હજાર સૈનિકોની ફોજ લડવા આવી. આ ૨૧ બહાદૂર સૈનિકોએ પણ ત્યાંથી ભાગવાની જગ્યાએ લડવાનું પસંદ કર્યું. એવું કહેવાય છે કે લડતા લડતા આ ૨૧ સૈનિકોની બંદૂકની ગોળીઓ ખૂંટી ગઈ તો તેમણે લડાઈ તલવાર વડે આગળ વધારી હતી. આ યુદ્ધ એવું હતુ કે આજે પણ તેની મિસાલ આપવામાં આવે છે. દુનિયાના સૌથી બહાદૂરી પૂર્વક લડાયેલા યુદ્ધમાં આ યુદ્ધની ગણતરી થાય છે.
 

 
 વીરગતિ પામેલા ૨૧ સિખ સૈનિકોની તસવીર

૬૦૦ કરતા વધારે અફગાન સૈનિકોને આ જવાનોએ ઢાળી દીધા

 
ઇતિહાસકારોનું પણ માનવું છે કે આ યુદ્ધ વીરતાનું પ્રતિક છે. આમને – સામનેનું યુદ્ધ આવી રીતે બહારૂરી પૂર્વક ક્યાંય ખેલાયું નહિ હોય. આ યુદ્ધમાં ૨૧ એ ૨૧ સૈનિકો વીરગતિ પામ્યા હતા પણ ૬૦૦ કરતા વધારે અફગાન સૈનિકોને આ જવાનોએ ઢાળી દીધા હતા. અફગાન સૈનિકો ભલે આ લડાઈ જીતી ગયા પણ તેમને ધાર્યુ ન હોય તેવું નુકશાન વેઠવું પડ્યુ હતું. મહત્વની વાત એ છે કે આ લડાઈના બે દિવસ પછી જ બ્રિટીશ આર્મીએ આ સારાગઢ પોસ્ટ પાછી જીતી લીધી હતી.
અને યુદ્ધમાં વીરગતિ પામેલા ૨૧ સૈનિકોને મરણોપરાંત બ્રિટીશ એમ્પાયર તરફથી બહાદૂરીનો સર્વોચ્ચ
પુરસ્કાર Indian Order of Merit એનાયત કરવામામ આવ્યો હતો.