જ્યારે પાકિસ્તાની મેજરે ભારતીય સેનાના ફિલ્ડ માર્શલ માણેકશોને કહ્યું, એટલે જ તમારી સેનાને જીત મળી છે.

    ૨૮-ફેબ્રુઆરી-૨૦૧૯   

 
 
ભારત પાકિસ્તાન વચ્ચે વર્ષ ૧૯૭૧નું યુદ્ધ યાદ કરો. પાકિસ્તાનના બે ભાગ પડ્યા. બાંગ્લાદેશ આઝાદ થયું. ભારત પાકિસ્તાન વચ્ચેના યુદ્ધની કહાની સૌને ખબર જ છે. સૈમ માણેકશો અને આપણા જવાનોએ જે વીરતાનું ઉદાહરણ આપ્યું તે ઉલ્લેખનીય છે. પાકિસ્તાને તે સમયે હથિયાર નીચે મૂકી દીધા હતા. તે સમયે ભારતે ૯૩૦૦૦ પાકિસ્તાની સનિકોને યુદ્ધકેદી બનાવ્યા હતા. તેમને એક કેમ્પમાં રાખવામાં આવ્યા હતા.
 
આ યુદ્ધકેદીઓ સાથે કેવો વ્યવહાર થયો? તે પાકિસ્તાનીઓએ આજે યાદ રાખવા જેવું છે. એક યોદ્ધાને શોભે તેવો વ્યવહાર આપણી સેનાએ અને ફિલ્ડ માર્શલ સૈમ માણેકશોએ કર્યો હતો. આ ઘટનાનાં ઘણાં વર્ષો પછી સૈમ માણેકશોએ એક ન્યુઝ ચેનલને આપેલી મુલાકાતમાં જે કહ્યું તે આજે સમજવા જેવું, અને પાકિસ્તાને યાદ રાખવા જેવું છે…
 
પાકિસ્તાનના ૯૩૦૦૦ સૈનિકો સરેન્ડર થયા ત્યારે તેમને એક કેમ્પમાં રાખવામાં આવ્યા. મેજરથી લઈને સુબેદારથી લઈને સૈનિકો સુધી બધા એકસાથે જ હતા. આવા સમયે આપણા માણેકશો આ કેમ્પમાં પહોંચી ગયા. પહેલા તો તેમણે પાકિસ્તાની મેજર પાસે ત્યાં આવવાની પરવાનગી માંગી.
 
સૈમ માણેકશોએ મેજર સાથે હાથ મિલાવ્યો, સૈનિકોના હાલચાલ પુછ્યા, કહ્યું કેમ છે? બધું બરાબર છે? ખાવાનું કેમ છે? મચ્છરની સમસ્યા છે? ખટમલ (માંકડ) તો હેરાન નથી કરતા ને?
 
હાલચાલ પુછીને તેઓ ત્યાં બાજુમાં બાથરૂમ સાફ કરતા પાકિસ્તાની સફાઈકર્મી પાસે ગયા? હાથ મિલાવવા હાથ લંબાવ્યો પણ સફાઈકર્મીએ ના પાડી. આથી હસતાં હસતાં માણેકસોએ કહ્યું કેમ મારી સાથે હાથ નહી મીલાવો? આટલી વાત કારી માણેકશો ત્યાંથી જવા નીકળ્યા…
 
આ સમયે પાકિસ્તાનની સેનાના મેજરે કહ્યું કે ગુસ્તાકી માફ પણ એક વાત કહું?
સૈમ માણેકશોએ કહ્યું બિલકૂલ કહો, જે કહેવું હોય તે ગભરાયા વિના કહો. ત્યારે એ પાકિસ્તાની મેજરે માણેકશોને કહ્યું કે,
“હવે ખબર પડી તમારી સેના જીતી કેમ? તમે આવા સમયે પણ અમારી પાસે આવ્યા, હાલ-ચાલ , અમારી તકલીફ વિષે પૂછ્યુ, અમારા સફાઈકર્મી સાથે હાથ પણ મિલાવ્યો, પણ અમારે ત્યાં આવું નથી. અમારે ત્યાં બધા પોતાને નવાબજાદા સમજે છે.”