નદીના પાણી પર તરતું નગર

    ૨૮-ફેબ્રુઆરી-૨૦૧૯   


કોઈ સ્થળે એવું ગામ છે જે પાણીમાં તરે છે. વાત થોડી અજીબ લાગે પરંતુ ચીનમાં એક એવું ગામ છે, જે પાણી પર તરે છે. જેને જમીન સાથે કોઈ સંપર્ક નથી. ચીનના નંગડે શહેરમાં આવેલું વિશ્ર્વનું એકમાત્ર ગામ છે જે સમુદ્રની સપાટી પર વસેલું છે. ૧૩૦૦ વર્ષ જૂના ગામમાં ૮૫૦૦ લોકો રહે છે. અહીં વસતા લોકોની વાત ઘણી રસપ્રદ છે. વર્ષો પહેલાં અહીં વસતા ટાંક જાતિના લોકોને ચીનના રાજાઓની એટલી હેરાનગતિ હતી કે તેઓ જમીન છોડી સમુદ્રમાં નાવડી પર મકાનો બનાવી રહેવા લાગ્યા. ખૂબ કલાત્મક મકાનોમાં રહેતા લોકો તો કિનારા પર આવે છે કે તો સમુદ્ર બહારના લોકો સાથે કોઈ પ્રકારનો સંપર્ક રાખે છે.