૧૦ રૂપિયાની સાડીના સેલ માટે મહિલાઓ તૂટી પડતાં કોઈકના હાથ-પગ ભાંગ્યા

    ૨૮-ફેબ્રુઆરી-૨૦૧૯   


સેલનું નામ સંભાળીને સ્ત્રીઓ જબરી ઉત્સાહમાં આવી જતી હોય છે. એમાંય જો સેલમાં સબસે સસ્તાની લાલચ હોય તો તો પૂછવું શું ? હૈદરાબાદના સિદિપટ વિસ્તારમાં આવેલા સીએમઆર મોલમાં એક સાડીની શોપમાં મહાસેલની જાહેરાત થઈ. એમાં માત્ર દસ રૂપિયામાં સાડી મળશે એવી અનાઉન્સમેન્ટ હતી. શહેરમાં વાયુવેગે સેલની જાહેરાત થઈ ગઈ અને મોલમાં એટલો ધસારો અને ધક્કામુક્કી થયા કે કેટલીયે મહિલાઓ ઘાયલ થઈ. એક મહિલાની પાંચ તોલાની સોનાની ચેઈન ખોવાઈ ગઈ. એક મહિલાએ ૬૦૦૦ રૂપિયા કેશ ડેબિટ કાર્ડ ભરેલું પર્સ ગુમાવ્યું અને કોઈકના હાથ-પગમાં ઈજા થઈ. પોલીસે આવીને ભીડને કાબૂમાં લેવા માટે સેલ બંધ કરવું પડ્યું.