વિશ્ર્વનો સૌથી લાંબો બિલાડો

    ૨૮-ફેબ્રુઆરી-૨૦૧૯   


ઇટલીમાં રહેતા સિન્ઝિમ ટિનિરેલો અને એજર સ્કેન્ડુરા નામના કપલે બે વર્ષ પહેલાં પાળેલા બરીવેલ નામના બિલાડાએ તાજેતરમાં ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મેળવ્યું છે. વાત એમ છે કે બિલાડાનું કદ એટલું લાંબુ છે કે જો બે પગ પર ઊભો થાય તો પાંચ- વર્ષના બાળક જેટલી હાઈટનો થાય. તેની પૂંછડી સાથે લંબાઈ માપવામાં આવે તો કુલ ફૂટ અને ૧૧. ઇંચની છે. માઈન કૂન પ્રજાતિના પ્રાણીઓનો સામાન્ય રીતે ચાર વર્ષની વય સુધી શારીરિક ગ્રોથ થતો હોય છે. જોતાં બિલાડાભાઈ પોતાનો રેકોર્ડ તોડશે એવી સંભાવનાઓ છે.