આ પાંચ પાવરફૂલ મહિલા પર બનેલી ફિલ્મ આ વર્ષે ધૂમ મચાવવાની છે

    ૦૭-ફેબ્રુઆરી-૨૦૧૯   ભારતની મહિલાઓ પર આધારિત ફિલ્મ.... 

વર્ષ ૨૦૧૯ની શરૂઆત ઉરી: ધી સર્જિકલ સ્ટ્રાઈક, ચીટ ઇન્ડિયા, બાળ ઠાકરે અને મણિકર્ણિકા : થી સ્વીન ઓફ ઝાંસી જેવી ફિલ્મથી થઈ છે. જો કે આ શરૂઆત જ છે હજી અનેક ફિલ્મો આવશે પણ અહિ વાત કરવી છે દેશની પાવરફૂલ મહિલાના જીવન પર તૈયાર થઈ રહેલી પાંચ ફિલ્મની જે વર્ષ ૨૦૧૯માં તમને જોવા મળશે…

#૧ છપાક #chhappak

આ ફિલ્મ બહાદૂર મહિલા લક્ષ્મી અગ્રવાલ પર આધારિત છે. લક્ષ્મી અગ્રવાલ પર એસિડ હુમલો થયો હતો અને તેણે હિંમતપૂર્વક લડાઈ લડી. તે કહ માટે આજે પણ લડી રહી છે. હવે તેના જીવન પર મેઘના ગુલઝાર ફિલ્મ બનાવી રહી છે. લીડ રોડ દીપિકા પાદૂકોણ કરી રહી છે.દીપિકા આ ફિલ્મમાં પૈસા પણ રોકાણ કરી રહે છે.


 
 

#૨ સાઈના નેહવાલ #saina nehwal

બેડમિન્ટન જગતમાં ભારતનું નામ ઉજળું કરનારી સાઈનાને તો આપણે સૌ ઓળખીએ જ છીએ પણ તે અહિં કેવી રીતે મહેનત કરીને પહોંચે તે કદાચ ભારતનો દરેક યુવાન એક વાકવાર તો જાણવા માગે જ. સાઈના નેહવાલની સંઘર્ષની કહાની છે આ ફિલ્મ અને તેમાં સાઈનો રોડ શ્રદ્ધા કપૂર કરવાની છે. ફિલ્મના ડાયરેક્ટર અમોલ ગુપ્તા છે.

 

 
 

#૩ શકીલા #shakila

શકીલાની સ્ટોરી ૯૦ના દાયકાની ઍડલ્ટ ફિલ્મ સ્ટાર શકીલાના જીવન પર આધારિત છે. ઇન્દ્રજીત લંકેશના નિર્દેશન હેઠળ તૈયાર થયેલી આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ઋચા ચઢ્ઢા છે. અવું કહેવાય છે કે શકીલાના ફિલ્મ લાઇનમાં શરૂઆત નાનામોટા રોલથી થઈ હતી અને પછી તે આ લાઇનમાં ખૂબ આગળ વધી ગઈ હતી.


 
 

#૪ વૂમનિયા #womaniya

દેશની બે વડિલ મહિલા અને શૂટર ચંદ્રો તોમર અને તેની દેરાણી પ્રકાશી તોમર પર આધારિત છે આ ફિલ્મ જેને અનુરાગ કશ્યપ બનાવી રહ્યા છે. ફિલ્મમાં મુખ્ય ભૂમિકા તાપ્સી પન્નુ નિભાવી રહી છે. મીડિયા રીપોર્ટ અનૂસાર આ ફિલ્મ આગામી મહિનામાં રીલિસ થવાની છે.

 

 

#૫ ગુંજન સક્સેના #gunjan saxena

ગુંજન સક્સેના ભારતની પહેલી ફાઈટર પાઈલોટ છે અને તેના જીવન પર આધારિત છે આ ફિલ્મ. આ ફિલ્મમાં ગુંજનના રોલમાં જાન્હવી કપૂર જોવા મળશે. જાન્હવીએ ગુંજન જેવી દેખાવા ખૂબ મહેનત કરી છે. તેણે વજન પણ ઘટાડ્યું છે. ગુંજન એ બહાદૂર મહિલા છે જેણે ૧૯૯૯ના કારગિલ યુદ્ધમાં અનેક ઘાયલ સૈનિકોના જીવ બચાવ્યા હતા…