વજન વધારવું છે? ઘટાડવું છે? આટલું કરો

    ૦૯-ફેબ્રુઆરી-૨૦૧૯   
 
 

વજન વધારવા શું કરશો ?

* નરણે કોઠે ખજૂર સાથે દૂધ પીવાથી વજન વધશે.
* ૪ તોલા ખજૂર અને ૨ તોલા દ્રાક્ષ રોજ નિયમિત ખાવાથી સાવ સુકાઈ ગયેલા શરીરમાં પણ લોહીનો નવસંચાર થાય છે અને વજન વધે છે.
* રાત્રે ભેંસના દૂધમાં ચણા પલાળી સવારે ખાવાથી વજન વધે છે
* અશ્ર્વગંધાનો દૂધમાં ક્ષીરપાક બનાવી પીવાથી પણ વજન વધે છે.

વજન ઘટાડવા શું કરશો ?

* સવારે ને રાત્રે કોઠે ગરમ પાણીમાં ૧ લીંબુ અને ૨ ચમચી મધ મેળવી બે ગ્લાસમાં પચાસ વારથી વધારે વખત ઉપર નીચે ઉછાળી પછી તે પીવો. ૨ કલાક બીજું કંઈ ન લો. થોડા દિવસમાં વજન ઊતરવા માંડશે.
* તુલસીનો રસ છાસમાં પીવાથી પણ મેદ ઘટવા લાગે છે.
* સુખોષ્ણ પાણીમાં મધ મેળવી નરણે કોંઠે પીવાથી મેદ ઓગળવા લાગે છે.
ઘણા એવા દર્દીઓ પણ મેં જોયા છે કે, જેમને ઓછી ભૂખ લાગતી હોય અને ગમે તેટલું ખાય તો પણ શરીર ગળતું જતું હોય. આવા રોગને આયુર્વેદમાં ‘ભસ્મક રોગ’ કહે છે. આ રોગ માટે નીચેના ઉપાયો સૂચવું છું : તેમાંથી જે અનુકૂળ પડે તો પ્રયોગ કરવો.
* ઉંબરાના મૂળ જમીનમાં હોય તેમાંથી એક મૂળ કાપી નીચે પાત્ર મૂકી જે પાણી આવે તે ઝીલી લેવું. આ રસ દર્દીને પીવડાવવો.
* દૂધમાં દિવેલ મેળવી સવારે નરણે કોઠે પીવું. થોડા દિવસના પ્રયોગથી ‘ભસ્મક’ રોગ મટે છે.
* ‘ભસ્મક’ રોગમાં કેળાં અને ઘી ખવડાવવાથી પણ ખૂબ ફાયદો થાય છે અને અતિક્ષુધા શાંત થઈ જાય છે.
 
આમ, આયુર્વેદના આવા સરળ અને ઘરગથ્થુ પ્રયોગોથી અર્જીણ, વજન અને ક્ષુધા સંબંધી સમસ્યાઓનું આસાનીથી સમાધાન થઈ જાય છે.