ગુજરાતનાં આ જિલ્લામાંથી દરરોજ ૫૦૦ કિલો લીંબું દેશ વિદેશમાં જાય છે

    ૧૭-મે-૨૦૧૯   

 
 
  • મહેસાણા લીંબુના ઉત્પાદમાં મોખરે છે અને બીજા નંબરે ભાવનગર આવે છે.
  • અહીંની જમીન રેતાળ અને લીંબુના પાક માટે અનૂકુળ હોવાથી માત્ર ૩ વર્ષમાં લીંબુડીમાં ઉત્પાદન શરુ
  • ઉદાલપુર ખેરવા, જગુદણ, ઉંટવા, કહોડા અને જગન્નાથપુરા ગામ ના પંથકમાં લીંબુની ખેતી વધુ 
 
તમને ખબર છે કે ગુજરાતમાં લીંબુના ઉત્પાદનમાં સૌથી આગળ કયો જિલ્લો છે? અહીંના લીંબુ ગુજરાત સહિત સમગ્ર દેશમાં અને અગગાનિસ્તાન, પાકિસ્તાન અને અરબ દેશોમાં પણ જાય છે. આ જિલ્લો છે મહેસાણા. જી હા, મહેસાણા લીંબુના ઉત્પાદમાં મોખરે છે અને બીજા નંબરે ભાવનગર આવે છે.
 
જીરું વરીયાળી સહિતના મસાલા પાકોમાં રાજ્યમાં ઉત્તર ગુજરાતનો દબદબો છે ત્યાં મહેસાણાના લીંબુ પણ પ્રખ્યાત થઇ રહ્યા છે. રાજ્યમાં લીંબુ ઉત્પાદનમાં મોખરાનું સ્થાન મેળવી જાય છે વાવેતર વિસ્તાર હાલમાં વધ્યો છે જિલ્લામાં ખાસ કરીને મહેસાણા, કડી, ઉંઝા તાલુકા પંથકમાં લીંબુ નું ઉત્પાદન ખાસ જોવા મળે છે. તેમાં ઉદાલપુર ખેરવા, જગુદણ, ઉંટવા, કહોડા અને જગન્નાથપુરા ગામ ના પંથકમાં લીંબુની ખેતી વધુ થઇ રહી છે. 
 
ઉલ્લેખનીય છે કે મેહસાણાના ઉદલપુર ગામમાં લીંબુનું ખૂબ મોટું બજાર ભરાય છે અને અહીનું લીંબુ એ ઉચ્ચગુણવત્તાનું ગણવામાં આવે છે. તમને જાણીને આનંદ થશે કે સમગ્ર ઉતર ગુજરાતમાં મેહસાણા જિલ્લામાં ૩૦% ખેતી માત્ર લીંબુડી પર આધારિત છે. અહીંની જમીન રેતાળ અને લીંબુના પાક માટે અનૂકુળ હોવાથી માત્ર ૩ વર્ષમાં લીંબુડીમાં ઉત્પાદન શરુ થઇ જાય છે અને વર્ષે એક લીંબુડી ૨૫૦ મણ (એક મણ એટલે ૨૦ કિલો) લીંબુ આપે છે, જોકે ગયા વર્ષ કરતા આ વર્ષે લીંબુનું ઉત્પાદન ઓછુ થયુ છે અને આ કારણે જ આ ઉનાળામાં લીંબુના ભાવ વધ્યા છે.
 
આ લીંબુ ની ખાસિયત એ છે કે તેનું પતળું પળ અને ભરે રસદાર સુગંધીદાર હોવાથી અહી ખેડૂતો લીંબુનું ઉત્પાદન કરીને વિવિધ બજારોમાં મોકલે છે જયારે રોજના ૫૦૦ કિલો ઉપરાંત લીંબુ મેહસાણા સહિત અમદાવાદ અને દિલ્હીના બજાર થઈને અફઘાન અને અરબ કન્ટ્રી સહિત પાકિસ્તાન સુધી જાય છે