લોકસભાની ચૂંટણીનું પરિણામ તમે તમારા સ્માર્ટ ફોનમાં આ રીતે જોઇ શકો છો!

    ૨૨-મે-૨૦૧૯   

 
 
લોકસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. હવે સૌની નજર પરિણામ શું આવશે તેના પર છે. આવતી કાલે એટલે કે ૨૩ મેના રોજ આ પરિણામ જાહેર થવાનું છે. જરા યાદ કરો, અત્યાર સુધી આપણે ચૂંટણીના પરિણામો ક્યાં જોતા હતા. ન્યુઝ ચેનલ પર જ ને! પણ હવે ટેકનોલોજીનો જમાનો છે. આ ટેકનોલોજી સામે ન્યુઝ મીડિયા પણ પાછળ લાગવા લાગ્યું છે. કેમ કે આજે દરેકના હાથમાં સ્માર્ટ ફોન અને નેટ છે. આંગળીના ટચ સાથે બધાને જોઇતી હોય તે માહીતી મળી જાય છે.
 
મહત્વની વાત એ છે કે હવે તમે આંગળીના ટચ સાથે ચૂંટણીના પરિણામ, રૂઝાન લાઈવ તમારા સ્માર્ટ ફોન, મોબાઈલમાં જોઇ શકો છો. લોકસભાની ચૂંટણીના પરિણામ ૨૩ મેની સવારથી જ આવવા લાગશે. સવારે ૮ વાગ્યાથી મતગણતરી શરૂ થશે અને સાંજ સુધીમાં બધુ સ્પષ્ટ થઈ જશે કે કોને કેટટી બેઠકો મળી. પણ આ જાણવા માટે આપણે ન્યુઝ ચેનલો સામે બેસી રહેવું પડે છે. આવું ન કરવું પડે અને તમે જ્યાં હો ત્યાંથી તમને પરિણામનું લાઈવ અપડેટ મળી રહે તે માટે તમારે માત્ર થોડુંક જ કામ કરવાનું છે.
 

આટલું કરો…

 
તમારા સ્માર્ટ ફોનમાં ચૂંટણીનું પરિણામ જાણવા માટે તમારે ચૂંટણી પંચની વેબસાઈટ પર જવાનું છે. આ વેબસાઈટ છે http://eciresults.nic.in અહીં તમારે લૉગ ઇન થવાનું છે. બસ અહીં તમને પરિણામનું અપડેટ જોવા મળશે. જો વેબ પર ન જવું હોય તો ચૂંટણી પંચનું એક એપ્લીકેશન પણ છે. Voter Helpline નામનું એપ્સ તમારે ડાઉનલોડ કરવાનું રહેશે અને તેમાં Lok Sabha Election Results 2019 Constituency-wise પર જઈને દરેક બેઠકના પરિણામ પર ધ્યાન રાખી શકો છો. મહત્વની વાત એ છે કે અહીં તમને જે પરિણામ જોવા પળશે તેના પર કોઇ શંકા નહી થાય કેમ કે આ ચૂંટણી પંચની પોતાની વેબ કે એપ્સ છે. જે સત્ય હશે તેજ અહી દેખાશે. અહીં તમને કોઇ પણ વધ-ઘટ વિનાનું પરિણામ જોવા મળશે.