અમદાવાદના આ બહેનને પોતાની કારને ગાયના છાણથી લીંપવાનો વિચાર કેમ આવ્યો? શું કાર એસી જેવી ઠંડી રહે છે?

    ૨૪-મે-૨૦૧૯   

 
અમદાવાદમાં રહેલી એક મહિલાએ ગરમીથી બચવા પોતાની કારને ગાયના છાણથી લીંપણ કરી દીધું હતું. અમદાવાદની મહિલાનો આ દેશી જુગાડ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
 
Rupesh Gauranga Das નામના એક વ્યક્તિએ આ ગાયના છાણના લીંપણવાળી ગાડીની તસવીરો પોતાના ફેસબૂક પર ૨૦ મેંના રોજ બપોરે ૧ ને ૫૬ મિનિટે પોસ્ટ કરી અને જોત જોતામાં આ તસવીર વાઈરલ થઈ ગઈ.
 
રૂપેશ દાસ આ ફોટા સાથે લગે છે કે આવું અમદાવાદમાં બન્યું છે, ગાયના છાણનો આવો શ્રેષ્ઠ ઉપયોગ મે મારા જીવનમાં ક્યાય જોયો નથી. ૪૫ તાપમાનથી કારને અને પોતાને બચાવવા અમદાવાદમાં સેજલ શાહે પોતાની કારને ગાયના છાણથી લીંપી દીધી છે
 
 
 
ઉલ્લેખની વાત એ છે કે આવું કરનાર સેજલ શાહ અમદાવાદના પાલડીમાં રહે છે અને તેમણે પોતાની મોટરકાર પર ગાયના છાણનું લીંપણ કર્યું છે. ટીવી૯ ગુજરાતીને આપેલ એક મુલાકાતમાં તેમનું કહેવું છે કે ગરમીથી બચવા બધા કઈક ને કંઈક કરતા હોય છે. આ માટે હું પણ વિચારતી હતી કે મારે પર્યાવરણને નુકશાન ન થાય એ રીતે એસી વાપર્યા વિના ગરમીથી બચવા કંઇક કરવું જોઇએ. મારું ઘર ગાયના છાણથી લીપેલું છે, ગરમીમાં તે ઠંડક આપે છે અને ઠંડકમાં તે ગરમી આપે છે એટલે આ અનૂભવથી મને વિચાર આવ્યો કે કારને પણ આ લીંપણ કરવામાં આવે તો? બસ આ વિચાર આવ્યા પછી મેં કારને ગાયના છાણથી લીંપી દીધી છે.
 
 
 
પેટ્રોલ – ડિઝલમો હું ઓછો ઉપયોગ કરુ તેનો હું બરાબર ખ્યાલ રાખુ છું, શહેરમાં નાના મોટા કામ માટે નીકળાવાનું થાય તો હું ઘોડાગાડી લઈને નીકળું છું, છતા જો કાર લઈને જવું પડે તેવું હોય ત્યાં જ હું આ કાર લઈને જાવ છું.
સેજલ શાહ કાર પર છાણનું લીંપણ કરાવ્યા બાદ તેમના અનૂભવ વિશે જણાવે છે કે આ લીંપણ કર્યા પછી એસી જેવી આર્ટિઇસીયલ ઠંડક તો મળતી નથી પણ ફરક ઘણો પડે છે. પણ જે ગરમીથી મારે બચવું છે તેની અનૂભૂતિ જરૂર થાય છે.
તેમણે વધુમાં જણાવ્યું કે હું અવું કરીશ અને તે વાઈરલ થશે એવું મને લાગતુ ન હતું. પણ આ કારના ફોટા વાઈરલ થયા છે ત્યારે એટલું જરૂર જણાવીશ કે ગ્લોબલ વોર્મિંગની વાતો કરવાથી કંઇ નહી થાય આપણે જ કંઇક નક્કર કરવું પડશે.
 

 
સેજલબહેન શાહ 
 
સેજલબહેનનો પરિવાર હીરાના વેપાર સાથે સંકળાયેલો છે. તેઓ મૂળ બનાસકાંઠા જિલ્લાના વડગામના વતની છે અને હાલ અમદાવાદમાં રહે છે. ઉલ્લેખનીય છે કે તેઓ કુદરતની ખૂબ નજીક છે. કુદરતી માહોલમાં રહેવું તેમના પરિવારને ખૂબ પસંદ છે. તેઓ ઘરના આંગણે ઓર્ગેનિક શાકભાજી પણ વાવે છે. ગેસથી નહી પણ તેઓ ચૂલા પર ભોજન બનાવે છે. તેમનો પરિવાર હિન્દુ ઘર્મમાં માનનારો આધાત્મિક પરિવાર છે. ગાયનું મહત્વ તેઓ સમજે છે. તેનુમ વિજ્ઞાન સમજે છે. માટે આવી પહેલ તેમણે કરી છે.
 

 

કેવી રીતે કર્યુ કાર પણ લીંપણ….

 
તેમના કહેવા મુજબ તેમણે પહેલા છાણમાં લાકડાનો વેર ઉમેરી લીંપણ કર્યુ પણ તે સૂકાતા ફાટી જતું. પછી તેમાં ગુંદર ઉમેરી પ્રયોગ કર્યો જે સફળ રહ્યો. આ લીંપણ કેટલો સમય રહેશે એ ખબર નહી પણ ગાડીનું ૫ થી ૧૦ તાપમાન જરૂર ઓછુ થયુ છે.