આઈએએસ અધિકારી બનવું છે અને અંગ્રેજીમાં કોચિંગ ફાવતું નથી તો તમારા માટે આ જગ્યા બેસ્ટ છે...

    ૨૫-મે-૨૦૧૯   

 
 
પોતાની કારકિર્દી માટે ગંભીર એવા વિદ્યાર્થીઓ આઈ.એ.એસ. બનવાનું સપનું ધરાવે છે. જો તમે પણ આઈ.એ.એસ.નો અભ્યાસ શ‚ કરવા માંગો છો, તો સૌથી પહેલાં તો એ જાણી લો કે ભારતનાં કયાં શહેરોમાં આઈ.એ.એસ.નું કોચિંગ સૌથી બેસ્ટ થાય છે. છેલ્લાં થોડાં વર્ષોનો ટ્રેન્ડ, વિદ્યાર્થીઓમાં લોકપ્રિય અને બેસ્ટ પરિણામના આધાર પર આજે અમે તમને કેટલાંક
 
એવાં શહેરોના નામ બતાવવા જઈ રહ્યા છીએ, જ્યાં આ આકરી પરીક્ષાને પાર કરવા માટે બહુ જ સારું કોચિંગ આપવામાં આવી રહ્યું છે.

દિલ્હી - Delhi  - કોચિંગમાં  નંબર વન છે 

 
દરેક સુખ અને સુવિધા માટે દિલ્હી શહેર ટોચ પર આવે છે. ત્યારે શિક્ષણના લિસ્ટમાં પણ દિલ્હીનું શિક્ષણ પ્રથમ હરોળમાં આવે છે. છેલ્લાં થોડાં વર્ષોના પરિણામોનું વિશ્ર્લેષણ કરશો, તો આઈ.એ.એસ.માં સિલેક્ટ થયેલા વિદ્યાર્થીઓનું સૌથી મોટું કનેક્શન દિલ્હીમાં નીકળશે. અહીં ફ્યુચર આઈએએસ જેવી અનેક એકેડમીઓમાં મળી રહેતું ઉચ્ચ સ્તરીય કોચિંગ પરીક્ષા માટે વિદ્યાર્થીઓને સારી રીતે તૈયારી કરવામાં ખૂબ જ મદદરૂપ થાય છે.
 

ઇલાહાબાદ -  Allahabad - યોગ્ય ફીમાં સારું કોચિંગ

 
હિન્દી માધ્યમમાં અભ્યાસ કરતા લોકો માટે ઇલાહાબાદ એક ખૂબ જ લોકપ્રિય શહેર છે. આ શહેરમાં તમને યોગ્ય ફીમાં સારા કોચિંગ મળશે. સિવિલ સર્વિસીઝ પરીક્ષાના લિસ્ટમાં હિન્દી માધ્યમ દ્વારા પસંદ કરાયેલા ઉમેદવારો પર ધ્યાન આપશો તો સૌથી વધુ તમને ઇલાહાબાદના વિદ્યાર્થીઓ જ જોવા મળશે. ઇલાહાબાદમાં બદોરિયા એકેડેમી, બીપિન એકેડમી, આર.સી. સિન્હા એકેડમી, કોસ્મોસ એકેડેમી, વર્ધમાન એકેડેમી, નિષ્ઠા એકેડેમી વગેરે સંસ્થાઓનો સમાવેશ થાય છે.
 

 
 

લખનઉ - Lucknow - સુવિધાયુક્ત શહેર 

 
લખનઉ શહેર પણ આઈએએસની પરીક્ષા માટે ખૂબ જ શ્રેષ્ઠ છે. આ શહેરમાં ઘણાં જાણીતાં કોચિંગ કેન્દ્રો આવેલાં છે. યુપીની રાજધાની હોવાને કારણે લખનઉમાં શિક્ષણનું સ્તર પ્રાચીન સમયથી ઊંચું રહ્યું છે. લખનઉ શહેરની આસપાસ રહેતા આઈએએસ કરવા માંગતા લોકો માટે લખનઉ શહેર બેસ્ટ માનવામાં આવે છે. અહીં વિદ્યાર્થીઓ સરળતાથી તમામ જરૂરી સુવિધાઓ મળી રહે છે. રાજધાની હોવાને કારણે અહીં રહેવાનો અને ખાવાનો ખર્ચ યુપીના અન્ય શહેરોની સરખામણીમાં વધુ આવે છે.
 

પટના - Patna - અહીં ખૂબ મહેનતું વિદ્યાર્થીઓ ભણે છે

 
બિહારની રાજધાની પટનામાં આઈ.એ.એસ.ની તૈયારીઓ બહુ જ સારી કરાવવામાં આવે. બિહારમાંથી પસંદ ઉમેદવારોની યાદી જોઈને તમે સરળતાથી અહીંના વિદ્યાર્થીઓની લગન અને મહનેતનો અંદાજ લગાવી શકો છો.. અહીં ઉચ્ચ સ્તરની કોચિંગ સંસ્થાઓ અને નાગરિક સેવાઓ માટે હકારાત્મક વાતાવરણ વિદ્યાર્થીઓને લાભ આપે છે. હિન્દી માધ્યમથી નાગરિક શિક્ષણની તૈયારીમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ માટે બિહારનું પટના શહેર ખૂબ લોકપ્રિય છે. આ શહેર દિલ્હી, મુંબઈ, જયપુર અને લખનઉ કરતાં સહેજ ઓછું ખર્ચાળ છે.
 

જયપુર - Jaipur - અહીંથી અનેક અધિકારીઓ દેશને મળ્યા છે

 
હા, પિંક સિટી નામના ભારતના આ શહેરમાં પણ તમે સિવિલ પરીક્ષા માટે તૈયારી કરી શકો છો. અહીં મીણા સમુદાયની વસ્તી વધુ છે. અહીંથી પાસ થયેલા અનેક આઈએએસ અધિકારીઓએ દેશનું નામ રોશન કર્યું છે. જયપુર શહેરમાં ઉચ્ચસ્તરીય કોચિંગ સેન્ટર્સ અને નાગરિક સેવાઓ માટે પોઝિટિવ વાતાવરણ પણ મળી રહે છે, જે તેમની સફળતામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. અહીં, દિલ્હીની અનેક પ્રખ્યાત સંસ્થાઓએ પોતાનાં કોચિંગ કેન્દ્રો ખોલ્યાં છે.