વર્લ્ડ કપમાં જેની ઘાતક બોલિંગની ચર્ચા છે તેને ઇશાંત શર્માની બોલિંગ ગમે છે

    ૩૦-મે-૨૦૧૯   

 
 
એક ખેલાડી છે જેને ઇગ્લેન્ડની વર્લ્ડકપ ટીમમાં જગ્યા મળી છે.વર્લ્ડ કપ પહેલા જ તેની ઘાતક બોલિંગની ચર્ચા શરૂ થઈ ગઈ છે. જેનું નામ છે જોફ્રા આર્ચર. બીજો એક ખેલાડી છે, ભારતનો ફાસ્ટ બોલર છે, ભારતની વર્લ્ડકપ ટીમમાં તેને સ્થાન પણ મળ્યું નથી. નામ છે તેનું ઈશાંત શર્મા. આ બે ખેલાડી છે. ઉલ્લેખનીય વાત એ છે કે જોફ્રા આર્ચર ઇશાંત શર્માની બોલિંગથી ખૂબ પ્રભાવિત છે અને આ તેણે જાહેરમાં સ્વીકાર્યું પણ છે.
 
જોફ્રા આર્ચર આ વર્લ્ડકપમાં એટલો ચર્ચામાં છે કે ભારતીય ટીમનાં કેપ્ટન વિરાટ કોહલીએ પણ તેને વર્લ્ડકપમાં “એક્સ ફેક્ટર” ગણાવ્યો છે. દુનિયાભરના ક્રિકેટના જાણકારો એવું માને છે કે આ વખતે ઇંગ્લેન્ડની ધરતી પર જેવી કંડીશન્સ છે તે જોતા જોફ્રા આર્ચર ઘાતક સાબિત થશે. હવે આ બધાની વચ્ચે જ્યારે જોફ્રાને પૂછવામાં આવ્યું કે તેના મગજમાં શું ચાલી રહ્યું છે? તો તેનો જવાબ ચોકાવનારો હતો…
 
તેણે જણાવ્યું કે, ઇગ્લેન્ડની ટીમમાં જગ્યા મેળવવી ખૂબ મોટી વાત છે. મને લાગે છે કે ટીમમાં આવવાથી મારી ટીમ ખુશ છે. મેં આ માટે ખૂબ મહેનત કરી છે.
 
ભારતની બોલિંઅ વિષે પુછત તેણે જણાવ્યું કે ભારતની બોલિંગ પણ આ વખતે ચર્ચામાં છે. પણ હું ઇશાંત શર્માની બોલિંગથી કંઇક શીખવા માંગીશ. ઇશાંત જોરદાર બોલર છે, તે ઘાતક બોલિંગ કરે છે.
 
જોફ્રાનું કહેવું છે કે ઇશાંત અહીં ઇંગ્લેન્ડમાં કાઉન્ટી રમે છે. મને અહીં ઇશાંત સાથે રમવાનું તેની સાથે સમય પસાર કરવાનો મોકો મળ્યો છે. આ સમયે મને ખબર પડી કે તે મારી જેમ જ વિચારે છે અને મારી જેમ જ બોલ ફેંકે છે. તેનો બોલ સ્વીંગ થાય છે. તેનો સ્વીંગ બોલ બેટ્સમેનેથી ખૂબ દૂર હોતો નથી. જો મારે કોઇ ભારતીય બોલર જેવું બનવું હોય તો હું ઇશાંત શર્મા જેવો બોલર બનવાનું પસંદ કરીશ.