ભાજપનો સાથ આપ્યો એટલે કેરળમાં CPMના કાર્યકર્તાઓએ પાણીનું કનેક્શન કાપી નાખ્યું, ભાજપના કાર્યકર્તાઓએ બોરવેલ બનાવી આપ્યો

    ૩૧-મે-૨૦૧૯   

 
 
કેરળમાં સરકાર CPMની છે. લોકસભાની ચૂંટણી પૂર્ણ થવાની સાથે જ CPMના કાર્યકર્તાઓએ પલક્ક્ડ સંસદીય વિસ્તારમાં ૭૦ વર્ષના વૃદ્ધ નારાયણકુટ્ટી દંપતિના ઘરમાં પાણીનું કનેક્શન કાપી નાખ્યું છે. આવું CPMના કાર્યકર્તાઓએ કેમ કર્યું ? આ પ્રશ્ન થાય. પણ તેનો જવાબ સાંભળશો તો તમે આ બનાવની નિંદા જ કરશો. પાણીનું કનેક્શન કાપવાનું કારણ માત્ર એટલું જ છે કે લોકસભાની ચૂંટણી દરમિયાન આ દંપતિએ પોતાના ઘરની દિવાલ પર ભાજપનું પ્રચાર કરતું એક સ્લોગન લખવાની પરવાનગી ભાજપને આપી હતી.
 
હવે લોકસભાની ચૂંટણીમાં CPMને ૨૦માંથી માત્ર ૧ જ બેઠક પર જીત મળી છે. ઉલ્લેખનીય છે કે ભાજપને પણ અહીં ૧૨.૯ ટકા મત મળ્યા છે. ભાજપનો વોટ શેર પણ આ વખતે વધ્યો છે. જે સીપીએમને ગમ્યુ નથી અને તેનો ગુસ્સો આ રીતે બહાર આવ્યો છે. આ કયા પ્રકારની લોકશાહી છે? મીડિયાને પણ આમાં કશું દેખાતું નથી એટલે જ હજી સુધી મીડિયાનું ધ્યાન આ ઘટના પર ગયું નથી.
 
થયું શું હતું? તો મળતી માહિતી અનુસાર નારાયણમૂર્તિએ ચૂંટણીના પ્રચાર દરમિયાન પોતના ઘરની દિવાલ પર ભાજપના કાર્યકર્તાઓને તેમનું સ્લોગન લખવાની મંજૂરી આપી હતી. આના કારણે સ્થાનિક CPMના કાર્યકર્તાઓને ગુસ્સો આવ્યો અને ચૂંટણી પૂર્ણ થવાની સાથે તેમણે પહેલું કામ આ દંપતીના ઘરનું પાણીનું કનેક્શન કાપી નાખ્યું. આ બધી વિગતો રા.સ્વ.સંઘના પ્રજ્ઞા પ્રવાહના રાષ્ટ્રીય સંયોજક જે.નંદકુમારજીએ ટ્વીટર પર ફોટો સાથે શેર કરી હતી.
 
 
 
આનંદની વાત એ છે કે આ વાતની જાણકારી જ્યારે ભાજપના કાર્યકર્તાઓને પડી તો તેઓ તરત નારાયણમૂર્તિને મદદ કરવા તેમના ઘરે પહોંચી ગયા. આ કાર્યકર્તા હવે આ વૃદ્ધ દંપતિ માટે બોરવેલ બનાવી રહ્યા છે.
 
તમને જણાવી દઈએ કે પલક્કડ લોકસભા વિસ્તારમાં ભાજપના ઉમેદવાર કે કૃષ્ણકુમાર ચૂંટણી લડ્યા હતા અને તેમને ૨૧ ટકા મત મળ્યા છે. આ બેઠક પર કોંગ્રેસ, સીપીએમ અને ભાજપના ઉમેદવાર વચ્ચે સૌથી વધારે લડાઈ હતી. ભાજપના ઉમેદવારને મળેલા મતના કારણે અહીં સીપીએમના એમ.બી.રાજેસની હાર થઈ અને કોંગ્રેસના શ્રીનંદનની જીત થઈ. જેનો ગુસ્સો આ દંપતી પર ઉતારવામાં આવી રહ્યો છે.
 
ઉલ્લેખનીય વાત એ છે કે આ તો માત્ર એક ઉદાહરણ છે. અહીં કેરળમાં ભાજપ અને સંઘના કાર્યકર્તાઓની સ્થિતિ ખૂબ ખરાબ છે. તેમના પર ગમે ત્યારે હુમલાઓ થાય છે.