જિંદગી બદલવી હોય તો આટલું વાંચી લો…દુનિયાનો પ્રેરણા આપતો સૌથી પાવરફુલ લેખ

    ૨૪-જૂન-૨૦૧૯   
 
 

એવું કોઇ લક્ષ્ય નથી જ્યાં સુધી પહોંચવાનો માર્ગ ન હોય

જિંદગીનો એક નિયમ હંમેશાં યાદ રાખજો, દોસ્તી બધા સાથે કરજો પણ વિશ્વાસ માત્ર પોતાના પર જ રાખજો, પોતાનો માર્ગ પોતાની જાતે પસંદ કરજો કેમ કે તમારાથી વધારે તમને બીજું કોઇ ઓળખતું નથી, અને ક્યારેય કોઇની પાસેથી મદદની આશા ન રાખશો કેમકે આ આશા અને ઉમ્મીદ જ વધારે દુઃખ આપે છે.
 

 

મંજિલ તમારી તો મહેનત પણ તમારી…

યાદ રાખો લક્ષ્ય તમારું છે, મંજિલ તમારે મેળવી છે તો મહેનત પણ માત્ર અને માત્ર તમારે જ કરવી પડશે. આ દુનિયા હંમેશાં ઉગતા સૂરજને સલામ મારે છે તે તમારી મહેનત અને તમારા સંઘર્ષને હંમેશાં નજરઅંદાજ કરશે. માટે તમને કોઇ નજરઅંદાજ કરે તો એક વાત યાદ રાખજો કે દુનિયા એ દરેક વસ્તુને નજરઅંદાજ કરે છે જે તેને સમજાતી નથી કે તે મેળવવાની તેની હેસિયત હોતી નથી. આ માટે એક સુંદર વાક્ય છે કે “જીવન જીવવાનો બસ એક જ અંદાજ રાખો, જે તમને ન સમજે તેને નજરઅંદાજ કરો.” કેમ કે તમારી પાસે સમય ખૂબ ઓછો છે, માટે ફાલતુ લોકો પાછળ તમારો સમય બર્બાદ ન કરો. આજથી જ અત્યારથી જ પોતાના સપના સાકાર કરવા જીવવાનું શરૂ કરી દો.
 

 

દુનિયાની ચિંતા છોડો…

એકવાત હંમેશાં યાદ રાખજો કે જે પોતાનો સમય બર્બાદ કરી દે છે તે જીવન ભર પછતાય છે કેમ કે પસાર થઈ ગયેલો સમય પાછો આવતો નથી. માટે આ દુનિયાની ચિંતા કરવાનું બંધ કરી દો. દુનિયામાં જેની પાસે કંઈ હોતું નથી દુનિયા તેને મજાકનું પાત્ર બનાવે છે તેના પર હસે છે, અને જેની પાસે બધું જ હોય છે દુનિયા તેની ઇર્શા કરે છે. દુનિયાનું આ જ કામ છે.
લોકોને તમારામાં નહી તેના ફાયદામાં રસ છે
 
આ જીવનનું કડવું સત્ય છે કેમ કે લોકોને ન કાયદા પસંદ છે કે ન વાયદા પસંદ છે તેમને તો માત્ર પોતાના ફાયદાઓમાં જ રસ હોય છે. માટે જરૂર કરતા વધારે સમય અને માન જો આપસો તો લોકો તમને કમજોર સમજશે.
 

 

અપના ટાઈમ આયેગા

ક્યારેય કોઇની વાતો સાંભળીને હિંમત ન હારતા કેમ કે હિંમત જ્યા પૂરી થાય છે ત્યાંથી હારની શરૂઆત થાય છે. મેદાન પર હારેલો વ્યક્તિ તો એક સમયે જીતી શકે છે પણ મનથી હારેલો વ્યક્તિ ક્યારેય જીતી શકતો નથી. તમારો આત્મવિશ્વાસ જ તમારી સૌથી મોટી શક્તિ અને મૂડી છે. માટે જીવનમાં ક્યારેય નિરાશ ન થતા. કોઇ પણ સમયે તમારો સમય આવી શકે છે. “અપના ટાઈમ આયેગા” ના સૂત્ર સાથે આગળ વધો અને ખૂબ મહેનત કરો. સ્માર્ટ મહેનત કરો.

રંક પણ રાજા બની શકે છે

જો મજૂબદ ઇરાદો અને ઇચ્છાશક્તિ હોય તો રંક પણ રાજા બની શકે છે. યાદ રાખો આ દુનિયામાં કંઈ પણ અસંભવ નથી. એવું કોઇ લક્ષ્ય નથી જ્યાં સુધી પહોંચવાનો માર્ગ ન હોય. જો તમે એકવાર નક્કી કરી લીધું કે તમારે જીતવું જ છે તો પછી કોઇ તમને હરાવી શકતું નથી, પછી ભલે તે વર્લ્ડકપની કોઇ મેચ હોય કે જીવનની બાજી હોય.
 

 

ગાંડાની જેમ મહેનત કરો

જીવનમાં જો તમને હારવાનો ડર લાગતો હોય તો ક્યારેય જીતવાની આશા ન રાખતા કેમ કે, જીતવા માટે ખૂબ મહેનતની સાથે મજબૂત ઇચ્છાશક્તિ હોવી પણ ખૂબ જરૂરી છે. જો તમને કોઇ લક્ષ્ય પ્રાપ્ત કરવું હોય તો તે મેળવવા ગાંડાની જેમ મહેનત કરો. જે થતું હોય તે કરો.
 

 

સફળતા જોઇએ છે પણ મહેનત કરવી નથી

પણ… આપણામાં અહીં જ ખામી દેખાય છે. આપણે આપણા લક્ષ્ય વિશે મોટી મોટી વાતો કરીએ છીએ. લક્ષ્ય પણ ખૂબ મોટું રાખીએ છીએ પણ તેને મેળવવા મહેનત જરા પણ કરતા નથી. આપણે સપના તો મોટા મોટા જોઇએ છીએ પણ એ સપના પુરા કરવા મહેનત કરતા નથી. તે સૂતા- સૂતા સપના જોવે છે પણ તે સપના પૂરા કરવા જાગીને કામે લાગતા નથી.

તમે માર્ગ શોધો છો કે બહાના?

જીવનમાં ખરાબ સમય બધાની સામે આવે જ છે પણ સમજદાર માણસ માર્ગ શોધે છે અને કમજોર માણસ બહાના શોધે છે. સારું જીવન બધાને જોઇએ છે પણ તે માટે જે મહેનત કરવી પડે તે કોઇ કરવા માંગતું નથી. શું તમે આ લોકોમાંના જ એક છો? જો જવાબ ના આવતો હોય તો લોકોની પરવાહ કર્યા વિના પોતાના લક્ષ્ય મેળવવાના કામમાં લાગી જાવ. અને એક હકારાત્મક વિચાર સાથે પોતાના લક્ષ્યની તરફ આગળ વધો. એક દિવસ સફળતા તમારા પગ ચૂમતી હશે.