રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ - ગુજરાત - સૌરાષ્ટ્ર પ્રાંત પ્રથમ વર્ષ સંઘ શિક્ષા વર્ગ સમારોપ કર્ણાવતી ખાતે સંપન્ન

    ૦૪-જૂન-૨૦૧૯   

 
 
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા દર વર્ષે પ્રથમ સંઘ શિક્ષા વર્ગનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે ૧૨ મેથી ૨ જૂન, ૨૦૧૯ દરમિયાન કર્ણાવતી નરોડા સ્થિત બ્રાઈટ સ્કૂલ ખાતે ગુજરાત - સૌરાષ્ટ્ર પ્રાંતના સંઘ શિક્ષા વર્ગનું આયોજન થયું હતું. વર્ગ દરમિયાન શિક્ષાર્થીઓને શારીરિક, બૌદ્ધિક, શ્રમાનુભવ, સેવા જેવા વિષયો પર પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું. ૧ જૂન, ૨૦૧૯ના રોજ આ સંઘ શિક્ષા વર્ગનો સાર્વજનિક સમારોપ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અતિથિ વિશેષ તરીકે નિરમા લિમિટેડના વાઈસ ચેરમેન શ્રી રાકેશભાઈ પટેલ, મુખ્ય વક્તા તરીકે ગુજરાત પ્રાંત સંઘચાલક મા. ડૉ. ભરતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સમારોપમાં પશ્ર્ચિમ ક્ષેત્રના મા. સંઘચાલક શ્રી જયંતિભાઈ ભાડેશિયા, મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ ‚પાણી, ઉપમુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, શ્રીમતી અંજલિબહેન ‚પાણી, કર્ણાવતીનાં મેયર શ્રીમતી બીજલબહેન પટેલ સહિત સંતો અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

 

 

સમાનતા-સમતા-સ્વતંત્રતા અને બંધુતાનો ભાવ નિર્માણ કરે તે જ સાચો સ્વયંસેવક : ડૉ. ભરતભાઈ પટેલ

 
આ પ્રસંગે મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત ગુજરાત પ્રાંતના સંઘચાલક મા. શ્રી ડૉ. ભરતભાઈ પટેલે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ૧૯૨૫થી સમાજમાં સંગઠનનું કામ થઈ રહ્યું છે અને સમાજ સંગઠનનું આ કામ વધુમાં વધુ કુશળતાપૂર્વક ચાલતું રહે તે માટે સ્વયંસેવકોને પ્રશિક્ષિત કરવા દર વર્ષે સંઘશિક્ષા વર્ગોનું આયોજન કરવામાં આવે છે. તેઓએ કહ્યું હતું કે, આ વર્ષે સંઘ શિક્ષા વર્ગોની સાથે સાથે અન્ય કેટલીક બાબતોને લઈને પણ યાદગાર છે.
 
આ વર્ષે ગુરુનાનક દેવના પ્રાકટ્યનું ૫૫૦મું વર્ષ છે. તેઓએ સમાજમાં ઊંચ-નીચના ભેદભાવ દૂર કરી સમતાયુક્ત એક‚પ સમાજના નિર્માણ માટે આજીવન પ્રયત્નો કર્યા હતા. એટલું જ નહીં. તેઓએ એક‚પ સમાજના નિર્માણની સાથે સાથે સમાજમાં વિદેશી આક્રમણ સામે પ્રતિકાર કરવાના માનસનું નિર્માણ કરવામાં પણ મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. તેઓએ દેશના ઉત્તરથી-દક્ષિણ અને પૂર્વથી પશ્ર્ચિમ સુધીનો પ્રવાસ કરી સમાજનું પુનર્જાગરણ કયર્ર્ંુ અને ‘આપણે સૌ એક જ છીએ’ની વાત અને ભાવના જન-જન સુધી પહોંચાડી. તેઓએ ભારત દેશની બહાર પણ પ્રવાસ કરી અન્ય મતાવલંબીઓ સાથે ચર્ચા કરી. ભારત દેશના સિદ્ધાંતોની વાત ભારત બહાર પણ પહોંચાડી હતી.
 

 
 
આ વર્ષે આઝાદ હિંદ ફોજને યાદ કરવાનું પણ વર્ષ છે, કારણ કે આ વર્ષે આઝાદ હિંદ ફોજની સ્થાપનાનાં ૭૫ વર્ષ પૂર્ણ થાય છે. આઝાદ હિંદ ફોજના સંસ્થાપક સુભાષ બાબુએ ઉચ્ચ પદ અને પ્રતિષ્ઠાની અંગ્રેજોની નોકરી સ્વીકારવાને બદલે દેશની આઝાદી માટે પોતાનું જીવન સમર્પિત કરવાનું નક્કી કર્યુ. પરિવારની નારાજગી છતાં તેઓ વિશ્ર્વયુદ્ધ દરમિયાન જુદા જુદા દેશોના યુદ્ધકેદીઓને સંગઠિત કર્યા. જર્મની અને જાપાન જેવા દેશોની સરકારો સાથે ચર્ચા કરી અંગ્રેજી હકૂમત સામે જોમવંતું સૈન્ય ઊભું કર્યંુ, જેને આપણે આઝાદ હિન્દુ ફોજના નામે ઓળખીએ છીએ. તેઓએ ભારતની બહારથી જ ભારતને સ્વતંત્રત દેશ જાહેર કરી અને ભારતની નવી સરકારની રચના પણ કરી દીધી હતી. આમ ૧૯૪૭ના ચાર વર્ષ પહેલાં જ સુભાષચંદ્ર બોઝ દ્વારા દેશની પહેલી સ્વતંત્ર સરકાર રચી દેવામાં આવી હતી.
 
સંઘચાલકજીએ જણાવ્યું હતું કે આ વર્ષે જલિયાવાલા બાગ હત્યાકાંડનાં પણ ૧૦૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે. દેશની આઝાદી માટે શહીદ થયેલા હજારો નાગરિકોને યાદ કરી હુતાત્માઓને અંજલિ આપવાનું પણ આ વર્ષ છે.
 
ઉપરાંત આ વર્ષ એ આપણા દેશમાં રામરાજ્યનો વિચાર વહેતો મૂકનાર અને ગ્રામસ્વરાજ થકી દેશના વિકાસની આકાંક્ષા અને સમગ્ર દેશને અંગ્રેજી હકૂમત સામે સંગઠિત કરી આંદોલિત કરનાર મહાત્મા ગાંધીજીના પ્રાકટ્યનાં ૧૫૦ વર્ષ થઈ રહ્યાં છે, ત્યારે પૂ. બાપુને યાદ કરવાનો પણ આ પ્રસંગ છે.

સમાજનો મોટો વર્ગ સંઘને સમજવા પ્રયત્નશીલ થઈ રહ્યો છે

 
તેઓએ કહ્યું હતું કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આજે એક શક્તિના ‚પે સમગ્ર વિશ્ર્વમાં ઊભરી રહ્યો છે. આજે દુનિયામાં સંઘની ચર્ચા છે અને લોકો સંઘની પોત પોતાની સમજણ મુજબ વ્યાખ્યા કરી રહ્યા છે. રા. સ્વ. સંઘ એક વિશિષ્ટ કાર્યપદ્ધતિથી કાર્ય કરતું એક રાષ્ટ્રીય સંગઠન છે. જો કે સંઘ પોતાની આ વિશિષ્ટ કાર્યપદ્ધતિ સાચવી રાખવા માગતું નથી. સંઘનો પ્રયત્ન સમાજનું સ્તર જ એ પ્રકારનું નિર્મિત કરવાનું છે જેથી સમાજને સંઘની જરૂર જ ન રહે.
 

 
 
રા. સ્વ. સંઘની સરખામણી સમાજમાં કાર્યરત અન્ય અનેક સંગઠનો સાથે પણ થતી રહે છે, પરંતુ સંઘની કાર્યપ્રણાલિ અન્ય સંગઠનોથી વિશિષ્ટ હોવાથી, અન્ય સંગઠનોની કાર્યપદ્ધતિ સાથે સંઘની સરખામણી કરી તેને સંઘને મૂલવવાનો કે સમજવાનો પ્રયાસ કરનાર ગેરસમજણનો જ ભોગ બને છે. પરિણામે સમાજમાં સંઘ વિશે કેટલીક ખોટી વાતો પણ થતી જ રહે છે. ઉપરાંત સંઘની શક્તિનો જે સ્થાપિત હિતોને ડર લાગે છે તે પણ સંઘ વિરુદ્ધ અપપ્રચાર કરતા રહે છે. તેને પરિણામે સંઘ વિરુદ્ધ કેટલીક ગેરમાન્યતાઓ પ્રવર્તી રહી છે, પરંતુ એક હકીકત એ પણ છે કે, હાલ સમાજનો મોટો વર્ગ સંઘને જાણવા સમજવા આગળ આવી રહ્યો છે. ત્યારે જો સંઘને સમજવો હશે તો ડૉ. હેડગેવારજીને પણ સમજવા પડશે. એક સાવ સામાન્ય કક્ષાનાં મધ્યમવર્ગીય પરિવારમાં બ્રાહ્મણ પરિવારમાં કેશવ બલિરામ હેડગેવારજીનો જન્મ થયો. અંગ્રેજી રાજ પહેલાં નાગપુરમાં ભોંસલે શાસનની વાતો સાંભળી-સાંભળી હેડગેવારજીનું બાળમાનસ ઘડાયેલું હતું. પરિણામે તેઓમાં જન્મજાત જ દેશભક્તિના ગુણો વિકસ્યા હતા. આઠ વર્ષ જેવી કુમળી વયમાં બાળકો જ્યારે મીઠાઈ માટે પડાપડી કરે ત્યારે કેશવે અંગ્રેજ દ્વારા શાળામાં વહેંચાતી મીઠાઈને એમ કહીને ફેંકી દીધી હતી કે, મારા દેશને ગુલામ બનાવનાર શાસનના રાજ્યારોહણની ઉજવણીની મીઠાઈ હું કેવી રીતે ખાઈ શકું ? આપણા માટે આજનો દિવસ ઉજવણીનો નથી, વિદેશી શાસનને દેશમાંથી ઉખેડી ફેંકવાનો સંકલ્પ કરવાનો દિવસ છે.
 

 
 
આ જ કેશવ જ્યારે હાઈસ્કૂલમાં ભણવા જાય છે ત્યારે ઇન્સ્પેક્શન સમયે યોજના ઘડે છે કે જેવા અંગ્રેજ ઇન્સ્પેક્ટર વર્ગખંડમાં પ્રવેશે ત્યારે સમૂહમાં ‘વંદેમાતરમ્’થી તેમનું અભિવાદન કરવું. યોજના મુજબ તેમ થાય છે. અંગ્રેજ ઇન્સ્પેક્ટર ભડકે છે. શાળા બંધ કરવાની ફરજ પડાય છે. છેવટે શાળાના આચાર્ય માથું હલાવી સામૂહિક માફી માંગવાનું કહેતાં કેશવ તેનો અસ્વીકાર કરી મિત્રો સાથે શાળા છોડી. રાષ્ટ્રીય શાળામાં મેટ્રિક સુધીનો અભ્યાસ કરે છે. મેટ્રિક થયા બાદ નાગપુરના કેટલાક રાષ્ટ્રવાદીઓમાં આ યુવાનમાં એક તણખો દેખાયો અને આગળ ભણવા માટે ક્રાંતિકારીઓના કેન્દ્ર સમાન ગણાતા કલકત્તામાં મોકલ્યા. ત્યાં તેઓએ મેડિકલનો અભ્યાસ કર્યો. આ દરમિયાન તેઓએ ક્રાંતિકારીઓની શ્રેષ્ઠ એવી અનુશીલન સમિતિમાં સ્થાન મેળવી લીધું. કલકત્તામાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ નાગપુર આવ્યા બાદ તેમના આચાર્યે તેઓને બર્મામાં એક મોટી હોસ્પિટલમાં નોકરીનો પ્રસ્તાવ આપ્યો, ત્યારે તેઓએ એ પ્રસ્તાવને વિનમ્રતાપૂર્વક અસ્વીકાર કરતાં કહ્યું કે, મારે નોકરી નથી કરવી. મારે તો સમાજનું કામ કરવું છે. આમ તેઓએ દર્દીની નાડ પકડી ચિકિત્સા કરવાને બદલે સમાજની નાડ પકડી સમાજની ચિકિત્સા કરવાનું નક્કી કર્યુ. વિરોધી વિચારધારાના લોકોને પણ સાથે લઈ ચાલવાની તેમનામાં ગજબની આવડત હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પણ આજે એ જ કાર્ય કરી રહ્યો છે. આપણા વિરોધીઓ છે. તે આવતી કાલે આપણી સાથે આવશેના વિચારથી જ સંઘ કાર્ય કરતો રહે છે. સંઘમાં ક્યારેય સંઘ વિરોધી એવો શબ્દ જ ચર્ચાતો નથી. સંઘ માત્ર સમર્થકની વિચારધારાને લઈને જ ચાલે છે.
 

 

સારા સ્વયંસેવકની વ્યાખ્યા...

 
સંઘચાલકજીએ કહ્યું હતું કે, સંઘને વિશ્ર્વાસ છે કે વ્યક્તિનિર્માણ કરવાથી સમાજની અંદર પરિવર્તન લાવી શકાય છે અને સંઘ શાખા એ એવા વ્યક્તિત્વનું નિર્માણ કરવાનું સાધન છે. સંઘ સ્વયંસેવકોનો એ પ્રયત્ન રહે છે કે દેશના દરેક ગામ-ગલી-મહોલ્લામાં શાખા લાગે અને ત્યાં સંસ્કારી, સેવાભાવી વ્યક્તિત્વોનું નિર્માણ થાય અને સમાનતા-સમતા-સ્વતંત્રતા અને બંધુતાનો ભાવ સમાજમાં નિર્માણ કરી શકે તે જ સાચો સ્વયંસેવક છે. ઘણા લોકો સંઘને મોટી તાકાતના ‚પે જુએ છે, પરંતુ સંઘ ક્યારેય ખુદને એક મોટી તાકાત-શક્તિ તરીકે પ્રસ્થાપિત કરવા ઇચ્છતો નથી. સંઘનું કામ સંપૂર્ણ સમાજનું એકત્રિકરણ કરવાનું માત્ર છે. સમાજ અને સમાજ થકી સમગ્ર દેશની ઉન્નતિ કરવાનું કામ સંઘ કરે છે. સંઘ વિશ્ર્વ સમક્ષ ભારતને ઉન્નત મસ્તકે ઊભો રહી શકવા સક્ષમ બનાવવા કાર્ય કરે છે.
 
તેઓશ્રીએ કહ્યું હતું કે, આ દેશમાં મહાપુરુષોની કમી નથી, પરંતુ સમાજે એ મહાપુરુષોને ઊંચા ગોખલે બેસાડી દઈ તેમની પૂજા માત્ર કરાઈ છે. માત્ર જયશ્રી રામ બોલવાથી જ રામરાજ્ય આવી જવાનું નથી. સમાજે શ્રી રામના આદર્શને જીવનમાં ચરિતાર્થ કરવાનો છે. સંઘ દેશના આવા જ મહાપુરુષોના ઉદાત્ત અને શિષ્ટ જીવન જેવું જ જીવન જીવવા સમાજને તૈયાર કરે છે.

રા. સ્વ. સંઘ દ્વારા વ્યક્તિનિર્માણ કરનારા વર્ગોનું આયોજન એ પ્રશંસનીય છે : રાકેશભાઈ પટેલ

 
આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા નિરમા ગ્રુપના વાઇસ ચેરમેન શ્રી રાકેશભાઈ પટેલે કહ્યું હતું કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ૧૯૨૫થી રાષ્ટ્રનિર્માણ અને રાષ્ટ્રસેવાના કાર્યમાં કાર્યરત છે. ત્યારે આજ અનુશાસન અને સેવાકાર્ય એ રા. સ્વ. સંઘની ઓળખ બની ગઈ છે. સંઘ એ રાષ્ટ્રનિર્માણ માટે સહાય સકારાત્મક કાર્ય કરે છે નું કહી તેઓએ કહ્યું હતું કે આપણો દેશ અનેક સાંસ્કૃતિક પરંપરાઓનો ઇતિહાસ ધરાવે છે. ત્યારે રાષ્ટ્રસેવા માટે સમર્પણ ખૂબ જ જ‚રી બની જાય છે. આજના મોબાઈલ અને ઇન્ટરનેટના જમાનામાં આવા શિક્ષાવર્ગોની તાલીમ એ ભાવી પેઢી માટે ખૂબ જ જ‚રી બની જાય છે. ત્યારે રા. સ્વ. સંઘ દ્વારા વ્યક્તિનિર્માણ કરનારા આવા વર્ગોનું આયોજન થાય છે તે પ્રશંસનીય છે.
 
તેઓએ કહ્યું હતું કે, આપણા જ સમાજના લોકો દ્વારા આજે સમાજમાં અનેક પ્રશ્ર્નો પેદા કરવામાં આવી રહ્યા છે. ત્યારે સમાજે તેની સામે જાગૃત થવાની જ‚ર છે. આજે સમાજમાં મનમસ્તિષ્ક પર એવાં દુષ્પરિબળો હાવી થઈ ગયાં છે, જેને પરિણામે સમાજમાં હિંસા, ગુન્હાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. જે સમાજ માટે ચિંતાજનક બાબત છે.

 
 
આ પ્રસંગે તેઓએ યુરોપિયન દેશ નેધરલેન્ડનો દાખલો આપતાં કહ્યું હતું કે, ૨૦૧૩માં આ દેશમાં માત્ર ૧૯ જ કેદીઓ બચ્યા હતા, પરિણામે આ દેશની જેલ ચાલુ રાખવા પડોશી દેશ નોર્વેમાંથી ૨૪૦ કેદીઓ લાવવા પડ્યા હતા. આજે નેધરલેન્ડમાં ગુન્હાખોરીનું પ્રમાણ બિલકુલ નથી, કારણ કે અહીં ગુન્હેગારોને અલગ-અલગ વિભાગોમાં વિભાજિત કરી તેમના ગુન્હા મુજબ તેમના પર નજર રાખવામાં આવે છે અને ગુન્હેગાર આ પ્રકારના અપરાધો કરવા કેમ પ્રેરાય છે તે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે અને ગુન્હેગારને નહીં, ગુન્હાનાં મૂળિયાં સુધી પહોંચી તેને ખતમ કરવામાં આવે છે. એટલું જ નહીં તે દેશમાં કેદીઓને દેશની અર્થવ્યવસ્થામાં કેવી રીતે સાંકળી શકાય તેનું ગંભીર ચિંતન કરી તેમને અર્થવ્યવસ્થામાં જોડવામાં આવે છે. પરિણામે આજે અહીં જેલો બંધ થઈ ગઈ છે.