તમારી પ્રતિમા ક્યાં છે ? સિકંદરનો આ જવાબ સાંભળવા જેવો છે

    ૧૫-જુલાઇ-૨૦૧૯   

 
સિકંદરની રાજધાનીમાં એક ખૂબ જ સુંદર બગીચો હતો. તેમાં પ્રાચીન અને પરાક્રમી પુરુષોની પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવી હતી. એક દિવસ સિકંદરની રાજધાનીના પ્રવાસે કોઈ વિદેશી મહેમાન આવ્યો. તે સિકંદરનો વિશેષ અતિથિ હોવાથી તેને શાહી અતિથિગૃહમાં રાખવામાં આવ્યો હતો. બીજે દિવસે સિકંદર તેને પોતાનો શાહી બગીચો જોવા લઈ ગયો. ત્યાં રાખેલી એક-એક પ્રતિમાને જોઈ પેલો અતિથિ હેરાન થઈ ગયો. સિકંદર પણ એક પછી એક મહાન પરાક્રમી યોદ્ધાઓનો પરિચય આપ્યે જતો હતો. બધી જ પ્રતિમાઓ જોયા બાદ પેલા શાહી અતિથિએ આશ્ર્ચર્ય સાથે પૂછ્યું, ‘મહારાજ, આ બધી પ્રતિમાઓમાં તમારી પ્રતિમા કેમ ન આવી ?’
 
સિકંદરનો જે જવાબ હતો તે ખૂબ મોટું પાથેય આપી જાય છે. સિકંદરે કહ્યું, ‘મારી પ્રતિમા અહીં સ્થાપિત કરવામાં આવે અને બાદમાં આવનારી પેઢી એ પ્રશ્ર્ન કરે કે આ પ્રતિમા કોની છે ? તેના કરતાં હું એવું ઇચ્છીશ કે અહીં મારી પ્રતિમા ન સ્થપાય અને લોકો પૂછે કે અહીં સિકંદરની પ્રતિમા કેમ નથી ?’