મોબ લિંચિંગ્સ પર ૪૯ હસ્તીઓએ વડાપ્રધાનને પત્ર લખ્યો હવે બીજી ૬૧ હસ્તીઓએ પેલી ૪૯ હસ્તીઓ માટે વડાપ્રધાને પત્ર લખ્યો છે

    ૨૬-જુલાઇ-૨૦૧૯   

 
 
મોબ લિંચિંગ્સ પર ૪૯ હસ્તીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખ્યો હતો. આ પછી હવે બીજી ૬૧ હસ્તીઓએ પણ વડાપ્રધાનને એક પત્ર લખ્યો છે. આ પત્રમાં ૬૧ હસ્તીઓએ પેલી ૪૯ હસ્તીને પૂછ્યું છે કે જ્યારે આદિવાસિઓને નક્સલવાદીઓ નિશાન બનાવે છે ત્યારે કેમ ચૂપ રહો છો? આ ૬૧ હસ્તીઓમાં પ્રસૂન જોશી, સોનલ માનસિંહ, કંગના રનૌત, વિશ્વ મોહન ભટ્ટ, વિવેક અગ્નિહોત્રી, આશોક પંડિત, મધુર ભંડારકર, માલિની અવસ્થી અને પલ્લવી જોશી જેવા લોકો સામિલ છે. આ લોકોએ પત્રમાં લખ્યું છે કે આવા લોકો વડાપ્રધાન મોદીના અણથક પ્રયાસોને નકારાત્મક રૂપે લોકો સમક્ષ મૂકવાની કોશિશ કરે છે
 
 
 

ચિઠ્ઠીમાં બીજુ શું લખ્યું છે? વાંચો…

 
૨૩ જુલાઈ ૨૦૧૯ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખાયેલા પત્રએ અમને હચમચાવી મૂક્યા છે. દેશની ચેતનાના ૪૯ સ્વયંભૂ રખેવાળોએ કેટલીક પસંદગીની ચિંતા દર્શાવી છે. આ પત્ર દ્વારા આ લોકોનો કોઇ એક પક્ષ તરફનો ઝુકાવ સામે આવ્યો છે. આ પત્રમાં ખોટ્ટા આરોપો લગાવવામાં આવ્યા છે. એક નકલી વાતને સાચી સાબિત કરવાની કોશિશ થઈ છે. આ પત્રમાં હાસ્તાક્ષર કરનારા લોકો એ વખતે ચૂપ હતા જ્યારે નક્સલવાદીઓએ નિર્દોશ લોકોને મારી નાખ્યા હતા. આ લોકો એ વખતે પણ ચૂપ રહ્યા જ્યારે અલગાવવાદીઓએ કાશ્મીરમાં શાળાઓને સળગાવી મૂકવાની ધમકી આપી હતી. આ લોકો ત્યારે પણ ચૂપ રહ્યા જ્યારે ભારતને તોડવાની માંગ થઈ. આ લોકો આંતરરાષ્ટ્રીય સ્તરે દેશની છાપ, વડાપ્રધાનના કામકાજની રીત અને રાષ્ટ્રીય અને માનવતાના વિરોધી છે. આ એ લોકો જ છે જે ક્યારેય મહિલાઓને સમાનતાનો હક અપાવવા આગળ આવ્યા નથી. જેઓ ત્રિપલ તલાકના પક્ષમાં પણ નથી આવ્યા.
 

 
 
પ્રસૂન જોશીએ એએનઆઈને જણાવ્યું કે વડાપ્રધાનને પત્રલખનારા ૪૯ લોકો એવું દેખાડવાની કોશિશ કરે છે કે અહીં બધું ખોટું કામ થઈ રહ્યું છે. આવું કરી ને આ લોકો ખોટી વાતો ઉભી કરી રહ્યા છે…
 
કંગના રનૌતતે પણ આ બાબતે જણાવ્યું છે કે કેટલાક લોકો પોતાની પોજીશનનો ખોટો ઉપયોગ કરી રહ્યા છે. એવો માહોલ ઉભો કરવા માંગે છે કે આ સરકાર બધું ખોટું કરી રહી છે. પણ હકીકત એ છે કે પહેલીવાર સાચી દિશામાં કામ થઈ રહ્યું છે.
 
અત્રે ઉલ્લેખનીય છે કે આ ૬૧ લોકોના પત્ર પહેલા ૪૯ લોકોએ વડાપ્રધાનને પત્ર લખી દેશમાં થતી મોબ લિંચિંગની ઘટનાઓ બાબતે ચિંતા વ્યક્ત કરી હતી. પત્રમાં આ સંદર્ભે કાયદો બનાવવાની પણ વાત કરી હતી.