ભારત-બાંગ્લાદેશની મેચ બાદ જસપ્રીત બુમરાહે જે કહ્યું તે બતાવે છે કે તે દુનિયાનો નંબર વન બોલર કેમ છે?

    ૦૩-જુલાઇ-૨૦૧૯   

 
 
૨ જુલાઈની ભારત-બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી મેચ શાનદાર રહી. ભારતની જીત થઈ અને બાંગ્લાદેશ વર્લ્ડ કપમાંથી બહાર થયુ. આ જીત સાથે ભારત હવે સેમી સાઈનલમાં પહોંચી ગયું છે. તે ઑસ્ટ્રેલિયા પછી બીજા સ્થાને છે. ભારતે આગામી ૬ જુલાઈએ શ્રીલંકા સામે એક મેચ રમવાની છે. પણ તે આ મેચ પહેલા જ સેમી ફાઈનલમાં પહોંચી ગયું છે. આગામી ૯ અને ૧૧ જુલાઈએ સેમી ફાઈનલ યોજાવાની છે અને ૧૪ જુલાઈએ વર્લ્ડ કપની ફાઈનલ મેચ રમાવાની છે.
 
આ તો થઈ થોડી વાત, પણ કાલની મેચ બુમરાહે જે કરી બતાવ્યું છે તે પછી ભારત સહિત અનેક દેશના ક્રિકેટપ્રેમીઓ માટે જસપ્રીત બુમરાહ પસંદગીનો ક્રિકેટર બની ગયો હશે. ૧૦ ઓવરમાં ૫૫ રન આપી બાંગ્લાદેશના ૪ ખેલાડીઓને તેણે પોવેલિયન ભેગા કરી દીધા અને ભારતને શાનદાર જીત અપાવી. તેના સટિક યોર્કરનો કોઇ તોડ નથી એવું કાલે પણ લાગ્યુ.
જસપ્રીત બુમરાહની ઘાતક બોલિંગના કારણે ભારત સરળતાથી મેચે જીત્યુ. મેચ પૂર્ણ થયા પછી બુમરાહને પત્રકારોએ બે પ્રશ્નો પુછ્યા જેનો જવાબ બુમરાહે એક દુનિયાના નંબર વન બોલરને છાજે એવો આપ્યો.
 

પહેલો સવાલ

બુમરાહને પત્રકારોએ પૂછ્યું કે તમે આટલો સટિક યોર્કર કેવી રીતે નાંખી શકો છો? જેનો જવાબ આપતા બુમરાહે જણાવ્યું કે
“હું વારંવાર, વારંવાર નેટ્સ પ્રેક્ટિસ દરમિયાન યોર્કર નાખુ છુ. અને મેચ દરમિયાન પણ એજ રીતે યોર્કેર નાખવાની કોશિશ કરૂ છુ. આ એજ યોર્કર હોય છે જે હું પ્રેક્ટિસ દરમિયાન નેટ્સ પરથી લઇને આવું છુ. બસ તેનું પુનરાવર્તન થતું રહે છે.”

બીજો સવાલ

બુમરાહને પત્રકારોએ પૂછ્યું કે ભારતીય ટીમ સેમી ફાઈનલમાં પહોંચી ગઈ છે, શું તમે ફ્રેશ થવા આગામી શ્રીલંકા સામેની મેચમાં આરામ લેશો? અને સેમી ફાઈનલમાં જ રમશો? જેનો જવાબ આપતા બુમરાહે કહ્યું કે
“હું હજી એટલો મોટો ખેલાડી થઈ ગયો નથી. એટલો અનુભવ ધરાવતો ખેલાડી પણ નથી કે હું બ્રેક લેવા લાગુ. આ મારો પહેલો વર્લ્ડ કપ છે, જેટલી બની શકે એટલી મેચ હું રમવા માંગુ છું…”
 
 
સાંભળો વીડિઓ...