સિનેમામાં ભારતીયતાને પ્રોત્સાહન આપવાનો એક અનોખો પ્રયાસ હવે અમદાવાદમાં યોજાવાનો છે

    ૩૦-જુલાઇ-૨૦૧૯   21 થી 23 ફેબ્રુઆરી 2020 દરમિયાન અમદાવાદમાં ત્રીજો ચિત્રભારતી ફિલ્મોત્સવ યોજાશે

ભારતીય ચિત્ર સાધના દ્વારા આગામી 21, 22 અને 23 ફેબ્રુઆરી, 2020 દરમિયાન અમદાવાદમાં તૃતીય ચિત્ર ભારતી ફિલ્મોત્સવના આયોજનની જાહેરાત કરવામાં આવી છે. દિલ્હીમાં આયોજીત એક પત્રકાર પરિષદમાં જાણીતા ફિલ્મ દિગ્દર્શક સુભાષ ઘાઈ, ભારતીય ચિત્ર સાધનાના સચિવ રાકેશ મિત્તલ તથા અમદાવાદમાં આયોજનારા ભારતીય ફિલ્મોત્સવની આયોજન સમિતિનાં અધ્યક્ષ અજીતભાઈ શાહે જાણકારી આપી હતી. પ્રસંગે ચિત્રભારતી ફિલ્મોત્સવ અમદાવાદના પોસ્ટર અને ભારતીય ચિત્ર સાધનાની વેબસાઈટનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું.

ભારતીય સંસ્કૃતિને મનોરંજન દ્વારા સામાન્ય માણસ સુધી પહોંચાડવાની જરૂર : સુભાષ ઘાઈ

પ્રસંગે જાણીતા ફિલ્મ દિગ્દર્શક સુભાષ ઘાઈએ જણાવ્યું હતું કે, સિનેમામાં ભારતીયતાને પ્રોત્સાહન આપવાનો ભારતીય ચિત્ર સાધનાનો પ્રયાસ વખાણવા લાયક છે. અત્યારે આપણે ત્યાં પશ્ચિમનું અનુસરણ થઈ રહ્યું છે અને તેવી ફિલ્મો પણ બની રહી છે. આપણા દેશમાં વણકહેલી હજારો વાર્તાઓ, કહાનીઓ છે, જેના પર કઈ કામ નથી થયું. જરૂર છે આવી વાર્તાઓ ભારતીય સંસ્કૃતિ અને સામાજિક સંદેશને મનોરંજક રીતે દેશના લોકો સુધી પહોંચાડવાની. સિનેમાનાં માધ્યમ થકી ભારત તેમજ ભારતીયતાને પ્રોત્સાહન આપવું આપણા સૌની ફરજ છે. યુવાઓને ભારતીયતાના દૃષ્ટિકોણ તરફ વાળવાના ભારતીય ચિત્ર સાધનાના પ્રયાસમાં અમે હરસંભવ મદદ કરવા તૈયાર છીએ.

 

 

ભારતીય ચિત્ર સાધનામાત્ર સંસ્થા નથી એક અનુષ્ઠાન છે

તેમણે કહ્યું કે “ભારતીય ચિત્ર સાધનામાત્ર એક સંસ્થા નથી એક અનુષ્ઠાન છે. જેનો ઉદ્દેશ્ય ભારતની આગામી પેઢી માટે એક એવો મંચ તૈયાર કરવાનો છે, જ્યાં વિશ્વના સૌથી પ્રભાવશાળી માધ્યમ સિનેમા મારફતે પોતાની ભાવના અને રચનાત્મકતાને યોગ્ય ‚રૂપે અભિવ્યક્ત કરી શકે.

ફિલ્મોમાંથી આજે ધીરે ધીરે ભારતીયતા ભુંસાતી ગઇ છે ત્યારે ચિત્રભારતીનો ઉદ્દેશ્ય છે કે, ભારતીય ફિલ્મોમાં ભારતીયતાને પુનઃ સ્થાપિત કરવામાં આવે. વિશ્વને આપવા માટે બતાવવા માટે આપણી પાસે ઘણું બધું છે અને તે સમય સાથે વિલુપ્ત થઈ રહ્યું છે. જેને પુનઃ સ્થાપિત કરી બચાવવાનું છે. આવનાર સમય ટૂંકી ફિલ્મોનો છે. કારણ કે લોકો પાસે હવે સમય નથી. સ્માર્ટ ફોન અને લેપટોપના આગમનને કારણે ત્રણ કલાક સિનેમાઘરમાં પસાર કરવાને બદલે ઘરે ફિલ્મો જોઈ લે છે માટે અમારું ધ્યાન ટૂંકી ફિલ્મો પર વધુ છે જો નાની ફિલ્મોમાં તમારું વિઝન સ્પષ્ટ થઈ જાય છે તો સારા ફિલ્મ નિર્માતા બનવાની દિશામાં તમારું પ્રથમ કદમ હશે.

ચિત્રભારતી ફિલ્મોત્સવની શરૂઆત

પ્રથમ ચિત્રભારતી ફિલ્મોત્સવ 26થી 28 ફેબ્રુઆરી 2016માં ઇન્દોરમાં થયો હતો. તેમાં 8 રાજ્યોમાંથી 309 ફિલ્મો આવી હતી. શ્રેણીમાં બીજો ચિત્રભારતી ફિલ્મોત્સવ 19થી 21 ફેબ્રુઆરી, 2018માં નવી દિલ્હીનાં સીરી કોર્ટ સભાગૃહમાં યોજાયો હતો. હવે આગામી ફિલ્મોત્સવ અમદાવાદમાં યોજાવા જઈ રહ્યો છે.

ફિલ્મની શ્રેણી અને અવધિ (સમય)

લઘુ ફિલ્મ : વધારેમાં વધારે 30 મીનિટ

દસ્તાવેજી ફિલ્મ : વધારેમાં વધારે 45 મીનિટ

એનિમેશન ફિલ્મ : વધારેમાં વધારે 05 મીનિટ

કેંપસ ફિલ્મની શ્રેણીઓ

() ફિલ્મ શાળા, વ્યાવસાયિક વિદ્યાર્થી વધારેમાં વધારે ૨૦ મીનિટ (માત્ર લઘુ ફિલ્મો)

() બિન વ્યવસાયિક વિદ્યાર્થી અંતર્ગત