સાધના સપ્તાહિક
“Sadhana” Saptahik
(weekly), published by “Sadhana Prakashan Trust”, is one of the most revered and widely read
Gujarati weeklies. Read and contributed by most honoured men of letters, columnists, and analysts,
“Sadhana” has been echoing the voice of the Gujarati readers across the globe since
1956.
સાંસ્કૃતિક રાષ્ટ્રધર્મના ઉદઘોષક બની રહેવાની નેમ સાથે વર્ષ
૧૯૫૬ની વિજયાદશમીના દિવસે ‘સાધના સાપ્તાહિક’ની એક ગૌરવવંતી અણથક યાત્રા પ્રારંભ થઇ. સ્વાતંત્ર્ય
પ્રાપ્તિ બાદ સમાચાર જગતમાં મૂલ્યનિષ્ઠાના બદલે વ્યવસાયની બોલબાલા વધતી ગઇ... આવા સમયે ધ્યેય સમર્પિત સામયિકો માટે
ટકી રહેવુ અને સાથોસાથ વિકાસ સાધવો એ કાંટાળો માર્ગ બની ગયો હતો. ગુજરાતમાં અનેક લબ્ધપ્રતિષ્ઠિત સામયિકો બંધ પડ્યાં.
નવા પ્રારંભ પણ થયા, પરંતુ ‘સાધના સાપ્તાહિક’ની સાધના અખંડ અને અવિરત આગળ ધપતી જ રહી. ગુજરાતની ભૂમિ ઉપર
તેનો પ્રસાર અને પ્રભાવ સતત ફેલાતો જ ગયો.
વર્ષ ૧૯૭૫માં દેશમાં લોકશાહીના સૂર્ય પર કટોકટીનું ગ્રહણ લાગ્યું
હતું તે સમયના ‘સાધના’ ના પત્રકારત્વને તો આજેય દેશભરનાં સર્વ ક્ષેત્રોના અગ્રણી વિચારકો અને રાજનેતાઓ
દ્વારા ગૌરવભેર યાદ કરવામાં આવે છે.
આજના તીવ્ર વૈચારિક યુદ્ધમાં રાષ્ટ્રિયતા – સિદ્ધાંત્નિષ્ઠ
પત્રકારત્વ તથા દેશભક્તિના અડગ અને અટલ સિદ્ધાંત પર મક્કમ રહીને પોતની વાત લાખો લોકો સુધી પહોંચાડવાની ખૂબ મોટી
જવાબદારી ‘સાધના સાપ્તાહિક’ પર છે. ‘સાધના’ ફક્ત ગુજરાત માટેનું સાપ્તાહિક નથી પણ ગુજરાતીઓ
માટેનું સાપ્તાહિક છે. રાષ્ટ્રભક્તોએ જે સ્નેહ મમતા અને શક્તિ આપ્યાં છે, એના આધાર પર તો ‘સાધના’ કપરા
કાળમાંય ટકી ગયું... અને નિરંતર પ્રગતિના પંથે આગળ ને આગળ ધપી રહ્યું છે.
સાધના અને સોશિયલ મીડિયા
સાધના સાપ્તાહિકનાં તંત્રીશ્રી તથા ટ્રસ્ટીગણ
શ્રી ભાનુભાઈ ચૌહાણ
ભાનુભાઈ ચૌહાણ ‘સાધના’ સાપ્તાહિકના તંત્રીશ્રી તથા ટ્રસ્ટ્રીશ્રી છે. તેમણે "એલ.ડી. એન્જિનિયરિંગ"
કોલેજમાંથી બી.ઈ.(સિવિલ)
નો અભ્યાસ કર્યો છે.
Read More
ભાનુભાઈ ચૌહાણ ‘સાધના’ સાપ્તાહિકના તંત્રીશ્રી તથા ટ્રસ્ટ્રીશ્રી છે. તેમણે "એલ.ડી. એન્જિનિયરિંગ"
કોલેજમાંથી બી.ઈ.(સિવિલ)
નો અભ્યાસ કર્યો છે તથા "સેપ્ટ યુનિવર્સિટી - અમદાવાદ"માંથી અર્બન એન્ડ રીજીયોનલ પ્લાનિંગમાં એમ.
ટેક. કર્યુ છે. ગુજરાત
રાજ્ય યોગ બોર્ડના ડાયરેક્ટર તરીકે પણ તેમણે જવાબદારી નિભાવી છે. રા.સ્વ.સંઘમાં તેઓ કર્ણાવતી
મહાનગરના સહ કાર્યવાહ તથા
ગુજરાત પ્રાંતના કાર્યકારીણી સદસ્ય છે. તેમણે કર્ણાવતી કો. ઓપ. બેંક તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડમાં
ડિરેક્ટરનું દાયિત્વ
સંભાળ્યું છે. તેઓ વિચારક અને લેખક છે. સાધનામાં "અવલોકન" અને "વિચારવિમર્શ" શીર્ષક હેઠળ વિવિધ
વિચારપ્રેરક લેખો તેઓ નિયમિત
લખે છે.
શ્રી મુકેશભાઇ શાહ
શ્રી મુકેશભાઈ શાહ ‘સાધના’ સાપ્તાહિકના પૂર્વ તંત્રી અને ટ્રસ્ટી શ્રી છે. વરિષ્ઠ પત્રકાર અને લેખક
છે.
Read More
શ્રી મુકેશભાઈ શાહ ‘સાધના’ સાપ્તાહિકના પૂર્વ તંત્રી અને ટ્રસ્ટી શ્રી છે. વરિષ્ઠ પત્રકાર અને લેખક
છે. તેમણે એન્જીનિયરીંગ,
બિઝનેસ મેનેજમેન્ટ અને જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે. વ્યવસાયે મેનેજમેન્ટ કન્સ્લટન્ટ અને
સ્ટ્રેટેજીક પ્લાનર છે. શ્રી
મુકેશભાઈ લકુલીશ યોગ યુનિવર્સિટીના વાઈસ પ્રેસિડેન્ટ રહ્યા છે. માખનલાલ ચતુર્વેદ
યુનિવર્સિટી-ભોપાલના ફાઈનાન્સ કમીટી અને
ગવર્નિંગ બોર્ડના સભ્ય રહી ચૂક્યા છે તથા ઈન્ટરનેશનલ નેચરોપથી ઓર્ગેનાઈઝેશનના ગુજરાતના પ્રમુખ
તરીકેની પણ જવાબદારી નિભાવે
છે. શ્રી મુકેશભાઈ શાહ ૫૦ વર્ષ જેટલાં દિર્ઘકાળથી રા.સ્વ.સંઘ સાથે સંકળાયેલા છે. તેઓ રા. સ્વ. સંઘના
અખીલ ભારતીય પ્રચાર -
પ્રસાર ટોળીના સભ્ય રહ્યા છે.
શ્રી પ્રવિણભાઈ ઓતિયા
શ્રી પ્રવીણભાઈ ઓતિયા સંઘના વરીષ્ઠ પ્રચારક છે તથા ૧૯૭૫થી સંઘના સ્વયંસેવક
છે. તેઓશ્રી વર્ષ ૨૦૦૭થી ‘સાધના’ સાપ્તાહિકના
ટ્રસ્ટી છે.
Read More
શ્રી પ્રવીણભાઈ ઓતિયા સંઘના વરીષ્ઠ પ્રચારક છે તથા ૧૯૭૫થી સંઘના સ્વયંસેવક
છે. તેઓશ્રી વર્ષ ૨૦૦૭થી ‘સાધના’ સાપ્તાહિકના
ટ્રસ્ટી છે. પોસ્ટ ડિપ્લોમાં ઈન ઈલેકટ્રીકલ ઇન્સ્ટ્રુમેન્ટેશનનો તેમણે અભ્યાસ કર્યો છે. તેઓ નિવૃત
આચાર્ય પણ છે. અગાઉ ૧૯૮૬થી
૨૦૦૫ સુધી તેમણે પંજાબમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં પ્રચારક તરીકે જવાબદારી નીભાવી છે. ૨૦૦૬થી
ગુજરાતના પ્રાંત પ્રચારક
તરીકે પણ તેમણે સેવા આપી છે. તેઓશ્રીએ રાષ્ટ્રીય સેવા ભારતી, પશ્ચિમ અને મધ્યક્ષેત્રમાં સંયોજક
તરીકે પણ જવાબદારી નિભાવી છે.
શ્રી રસીકભાઈ ખમાર
‘સાધના’ સાપ્તહિકના ટ્રસ્ટી છે. તેમણે એલ.એલ.બી. સુધીનો અભ્યાસ કર્યો છે.
વ્યવસાયે તેઓશ્રી એડ્વોકેટ છે.
Read More
‘સાધના’ સાપ્તહિકના ટ્રસ્ટી છે. તેમણે એલ.એલ.બી. સુધીનો અભ્યાસ કર્યો છે.
વ્યવસાયે તેઓશ્રી એડ્વોકેટ છે. ઉપરાંત તેઓ દીનદયાલ
શોધ સંસ્થાન, રામકૃષ્ણ મીશન સ્કુલ જેવી અનેક સામાજિક સંસ્થાઓમાં પણ ટ્રસ્ટી તરીકેની જવાબદારી નિભાવે
છે.
શ્રી સુરેશભાઈ ગાંધી
શ્રી સુરેશભાઈ ગાંધી વર્ષ ૨૦૦૮થી ‘સાધના’ સાપ્તાહિકના ટ્રસ્ટી તરીકે જવાબદારી
નિભાવે છે. તેમનું મૂળ વતન વડાલી (સાબરકાંઠા)
છે.
Read More
શ્રી સુરેશભાઈ ગાંધી વર્ષ ૨૦૦૮થી ‘સાધના’ સાપ્તાહિકના ટ્રસ્ટી તરીકે જવાબદારી
નિભાવે છે. તેમનું મૂળ વતન વડાલી (સાબરકાંઠા)
છે. તેઓશ્રી ૧૯૬૯થી સંઘના સ્વયંસેવક છે. તેમણે એમ.એ, બી.એડ, ડીટીસી સુધીનો આભ્યાસ કર્યો છે અને
નિવૃત આચાર્ય છે. વર્ષ
૨૦૦૦માં સંઘમાં જિલ્લા કાર્યવાહ, વિભાગ કાર્યવાહ અને છેલ્લે પ્રાંત બૌધિક પ્રમુખની જવાબદારી તેમણે
નીભાવી છે. ઉપરાંત તેઓ
ગુજરાત ભાજપના પૂર્વ પ્રદેશ મહામંત્રી તથા પ્રદેશ ઉપાધ્યક્ષ પદે પણ રહી ચૂક્યા છે.
શ્રી કલ્પેશભાઈ પટેલ
કલ્પેશભાઈ માણેકલાલભાઈ પટેલ ‘સાધના’ સાપ્તાહિકના ટ્રસ્ટીશ્રી તથા મુદ્રક -
પ્રકાશક છે. તેઓશ્રી પ્રિન્ટીંગ પ્રેસના વ્યવસાય
સાથે સંકળાયેલા છે.
Read More
કલ્પેશભાઈ માણેકલાલભાઈ પટેલ ‘સાધના’ સાપ્તાહિકના ટ્રસ્ટીશ્રી તથા મુદ્રક -
પ્રકાશક છે. તેઓશ્રી પ્રિન્ટીંગ પ્રેસના વ્યવસાય
સાથે સંકળાયેલા છે. કર્ણાવતી ખાતે રાજકલ્પ પ્રિન્ટીંગ પ્રેસ ધરાવે છે. પ્રિન્ટીંગમાં નવીનતા અને
ઈન્ટરનેશનલ કક્ષાએ લેટેસ્ટ
ટેકનોલોજી સજ્જ ક્વોલીટી પ્રિન્ટિંગ પ્રોવાઈડ કરે છે. પ્રિન્ટીંગ માટે નેશનલ એવોર્ડ પ્રાપ્ત થયા છે.
છેલ્લાં ૧૫ વર્ષથી એમ.
એસ ફાઈન આર્ટ્સ બરોડા, આણંદ, સુરતની ફાઈન આર્ટસની સહિત અનેક સંસ્થાઓના સ્ટુડેન્ટ્સ ઈન્ટર્નશીપ માટે
રાજકલ્પ પ્રિન્ટીંગ પ્રેસ
પર આવે છે. શ્રી કલ્પેશભાઈ જસ્ટીસ ઓન ટ્રાયલના ટ્રસ્ટી તરીકે પણ જવાબદારી નિભાવે છે. અગાઉ તેઓ
સમુત્કર્ષ સંસ્થાનમાં
સેક્રેટરી રહી ચુકયા છે. રાષ્ટ્રીય સમુહ ગાન સ્પર્ધા શરૂ કરાવવામાં મહત્વનો રોલ ભજવ્યો. ગુજરાતમાં
અનેક શાળાઓમાં ફરીને આ
કાર્યને વેગ આપ્યો.
શ્રી ચિંતનભાઈ ઉપાધ્યાય
શ્રી ચિંતનભાઈ ઉપાધ્યાય રા.સ્વ. સંઘના પ્રચારક શ્રી છે. તેઓ ‘સાધના’ સાપ્તાહિકના ટ્રસ્ટીશ્રી છે.
તેમણે પશુચિકિત્સાનો અભ્યાસ
કર્યો છે.
Read More
શ્રી ચિંતનભાઈ ઉપાધ્યાય રા.સ્વ. સંઘના પ્રચારક શ્રી છે. તેઓ ‘સાધના’ સાપ્તાહિકના ટ્રસ્ટીશ્રી છે.
તેમણે પશુચિકિત્સાનો અભ્યાસ
કર્યો છે. હમણા સુધી તેઓશ્રીએ રા. સ્વ. સંઘનાં ગુજરાત પ્રાંતના પ્રાંત પ્રચારક તરીકે કાર્ય કર્યું
છે. વર્તમાનમાં તેઓશ્રી
પશ્ચિમ ક્ષેત્રના સહ-ક્ષેત્ર પ્રચારક છે. પશ્ચિમ ક્ષેત્ર એટલે પ્રશાસનિક ગુજરાત, મહારાષ્ટ્ર અને
ગોવાનો સંયુક્ત વિસ્તાર.
શ્રી નારાયણભાઇ મેઘાણી
શ્રી નારાયણભાઇ ‘સાધના’ સાપ્તાહિકના ટ્રસ્ટ્રીશ્રી તથા વ્યવસ્થાપક છે. તેઓ શીશુકાળથી રાષ્ટ્રીય
સ્વયંસેવક સંઘના સ્વયંસેવક
છે.
Read More
શ્રી નારાયણભાઇ ‘સાધના’ સાપ્તાહિકના ટ્રસ્ટ્રીશ્રી તથા વ્યવસ્થાપક છે. તેઓ શીશુકાળથી રાષ્ટ્રીય
સ્વયંસેવક સંઘના સ્વયંસેવક
છે. તેમણે કેમીકલ એન્જીનીયરીંગ, એમ. બી.એ. સુધીનો અભ્યાસ કર્યો છે. તેઓ સી. એસ. આર; ટોરેન્ટ
ઔદ્યોગિક ગૃહ, ગુજરાત ના વાઈસ
પ્રેસિડેન્ટ રહી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓશ્રી માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન, ગુજરાતના ટ્રસ્ટી, હિંદુ
આધ્યાત્મિક અને સેવા
સંસ્થાન, પશ્ચિમ ક્ષેત્રના પ્રભારી (કેન્દ્રીય જૂથ સદસ્ય), નૈતિક અને સાંસ્કૃતિક પ્રશિક્ષણ સંસ્થાન,
પશ્ચિમ ક્ષેત્રના
પ્રભારી (કેન્દ્રીય જૂથ સદસ્ય), સાહિત્ય સાધના ટ્રસ્ટના ટ્રસ્ટી તથા સંસ્કાર મંડળ, ડીસા - ઉપપ્રમુખ
(વિદ્યાભારતી સંલગ્ન
શૈક્ષણિક સંસ્થા) છે.
ડૉ. શ્રુતિબહેન આણેરાવ
ડૉ. શ્રુતિબહેન જગદીશભાઇ આણેરાવ એક સંશોધક, લેખક, અનુવાદક, શિક્ષણવિદ્ અને એક વહિવટકર્તા છે.
Read More
ડૉ. શ્રુતિબહેન જગદીશભાઇ આણેરાવ એક સંશોધક, લેખક, અનુવાદક, શિક્ષણવિદ્ અને એક વહિવટકર્તા છે. તેઓ
રાષ્ટ્ર સેવિકા સમિતિનાં
પ્રકાશન વિભાગમાં તેમજ શ્રી શક્તિ આરાધનાનાં સંપાદક મંડળનાં સભ્ય રહી ચૂક્યાં છે. સમિતિના પુસ્તકો
રાજમાતા જીજામાતા, દેવી
અહલ્યાબાઈ હોળકર, વંદનીય મૌસીજી, ઈત્યાદિ જીવનચરિત્રનું લેખનકાર્ય તેમણે કરેલ છે. અંગ્રેજીમાં
વિદ્યાધર એસ. નાઈપૉલ પર
પી.એચ.ડી. કરી તેમના ભારતીય પ્રવાસવર્ણનો પર પણ તેમનું પુસ્તક પ્રકાશિત થયું છે.
૨૭ વર્ષનો અંગ્રેજીનાં પ્રાધ્યાપક તરીકેના અનુભવ પશ્ચાત ગુજરાત જાહેર સેવા આયોગનાં પેનલ મેમ્બર
તરીકે ૬ વર્ષ સેવા આપેલ છે.
ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીમાં બે વર્ષ ધરોહર સેન્ટર – જે ભારતીય જ્ઞાન પરંપરાનાં શૉર્ટ-ટર્મ
કૉર્પોરેટરની પાંચ બેચ
ચલાવી અને હિન્દુ સ્ટડીઝની માસ્ટર ડિગ્રી કૉર્સને સુપેરે ચલાવી સ્કૂલ ઑફ આઈ. કે. એસ.નાં વડા તરીકે
યુનિવર્સિટીની વિવિધ
શૈક્ષણિક – વહીવટી જવાબદારીઓ નીભાવી છે. IIIT (ઈન્ડિઅન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી –
વડોદરા)માં Board of
Governors નાં સભ્ય છે. જી. ટી. યુ.માં તેમનાં થકી કેન્દ્રનાં IKS Division માંથી ભાષાકેન્દ્રની
માન્યતા મળેલ, જેમાં ભારતીય
જ્ઞાન પરંપરાનાં વેદ, પુરાણ, ઉપનિષદ, અર્થશાસ્ત્ર જેવા વિષયો પર પુસ્તકો ગુજરાતીમાં અનુવાદ કરી
પ્રકાશિત કર્યા હતાં.
શ્રી ઉત્કંઠભાઈ ભંડારી
શ્રી ઉત્કંઠભાઈ ભંડારી 'સાધના' સાપ્તાહિકના ટ્રસ્ટીશ્રી તથા સહ વ્યવસ્થાપક છે.
Read More
શ્રી ઉત્કંઠભાઈ ભંડારી 'સાધના' સાપ્તાહિકના ટ્રસ્ટીશ્રી તથા સહ વ્યવસ્થાપક છે. તેઓ ગુજરાત
ટેકનોલોજીકલ યુનિવર્સિટીના બોર્ડ
ઓફ ગવર્નસના સભ્ય પણ છે. તેઓશ્રી સ્ટ્રીમલાઈન કંટ્રોલ્સ પ્રાઈવેટ લિમિટેડના ડિરેક્ટર પણ છે.
શ્રી વિવેકભાઈ પટેલ
શ્રી વિવેકભાઈ પટેલ ‘સાધના’ સાપ્તાહિકના ટ્રસ્ટી છે.
Read More
શ્રી વિવેકભાઈ પટેલ ‘સાધના’ સાપ્તાહિકના ટ્રસ્ટી છે.