મમતા બેનર્જી પશ્ચિમ બંગાળનું નામ બદલીને શું રાખવા માગે છે?

    ૦૫-જુલાઇ-૨૦૧૯   

 
 
 
પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી પશ્ચિમ બંગાળનું નામ બદલવા માંગે છે. આ માટે પશ્ચિમ બંગાળની મમતા સરકારે કેન્દ્ર સરકારને ૨૦૧૮માં જ એક પ્રસ્તાવ મોકલ્યો હતો જેમાં માંગ કરવામાં આવી હતી કે રાજ્યનું નામ અંગ્રેજીમાં West Bengal, ના બદલે Bangla કરવામાં આવે.
 
આ પ્રાસ્તાવ સાથે મમતા બેનર્જીએ વડાપ્રધાનને એક પત્ર પણ લખ્યો છે. જેમાં લોકોની ઇચ્છાનો સ્વીકાર કરવા અને બંગાળના પરિવર્તન માટે કામ કરવાની અપીલ કરી હતી. પણ ઉલ્લેખનીય વાત એ છે કે કેન્દ્ર સરકારે આ માંગનો અસ્વીકાર કર્યો છે. અને West Bengal નું નામ બદલવાની ના પાડી દીધી છે.
 
ઉલ્લેખનીય વાત એ છે કે કોઇ પણ રાજ્યનું નામ બદલવા માટે પહેલા અનેક સંશોધન કરવા પડે છે, આ માટે પશ્ચિમ બંગાળની સરકારે વિધાનસભામાં ૨૬ જુલાઈ ૨૦૧૮ના રોજ એક પ્રસ્તાવ પણ પાસ કર્યો હતો અને તેને કેન્દ્રના ગૃહમંત્રાલયમાં મોકલ્યો હતો, જેનો અસ્વીકાર થયો છે.
 
૨૦૧૮માં ટાઈમ્સ ઓફ ઈન્ડીયામાં છપાયેલા રીપોર્ટ પ્રમાણે બાંગ્લા નામ બાંગ્લાદેશની મળતું આવે છે માટે આ પ્રસ્તાવ નામંજૂર થયો છે. સુત્રોના હવાલાથી આવેલી આ ખબરમાં કહેવાયું છે કે કોઇ આંતરરાષ્ટ્રીય કાર્યક્રમમાં બાંગ્લાદેશ અને બાંગ્લામાં ભેદ પાડવો મુશ્કેલ થઈ પડશે…
 

મમતા કેમ બદલવા માંગે છે રાજ્યનું નામ?

 
આ કારણ જાણશો તો નવાઈ પામશો. નામ છે West Bengal. અંગ્રેજી નામ છે. પ.બંગાળના અધિકારીઓ અને નેતાઓના મતે સમસ્યા સાધારણ છે. રાજ્યના નામની શરૂઆત W થી થાય છે. અટલે જ્યારે આ નેતાઓને કે અધિકારીઓને દેશના જુદા જુદા રાજ્યોના અધિકારીઓની મીટિંગમાં જવાનું થાય તો West Bengal નું નામ આલ્ફાબેટના હિશાબે છેલ્લું આવે છે. માટે આ અધિકારીઓનો નંબર સૌથી છેલ્લે આવે છે. માટે આ નંબર પહેલા આવે તે માટે તેમને બંગાળનું નામ બદલવું છે….બોલો છે ને લાજવાબ…