ચાલો રમીએ કેબીસી, તમારી ચતુરાઈને ચકાશતા ૨૦ લેટેસ્ટ પ્રશ્નો અને જવાબ

    ૦૬-જુલાઇ-૨૦૧૯   

 
 
૧. ગૃહમંત્રી અમિત શાહ કેન્દ્રમાં ગૃહમંત્રી થનાર કેટલામા ગુજરાતી ગૃહમંત્રી બન્યા છે ?
(અ) બીજા (બ) પહેલાં (ક) ત્રીજા (ડ) પાંચમા
 
૨. નાણામંત્રી કોને બનાવવામાં આવ્યા છે ?
(અ) અરૂણ જેટલી (બ) અમિત શાહ
(ક) નિર્મલા સીતારમણ (ડ) નીતિન ગડકરી
 
૩. રોડ્રિગો દૂતેર્તે કયા દેશના રાષ્ટ્રપતિ છે ?
(અ) નેધરલેન્ડ (બ) ફિલિપાઈન્સ 
(ક) ઓસ્ટ્રિયા (ડ) મલેશિયા
 
૪. ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ ક્યાં આવ્યું છે ?
(અ) ગુવાહાટી (બ) કોલકાતા
(ક) રાંચી (ડ) કાઠમંડુ
 
૫. એશિયાની ફર્સ્ટ ગ્રીન રૂફ ટોપ બસ ક્યાં શરૂ કરાઈ છે ?
(અ) કુવૈત (બ) જાપાન
(ક) સિંગાપોર (ડ) કતાર
 
૬. ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમ ૧૮૬૧માં સૌ પ્રથમ કયા દેશમાં રમવા ગઈ હતી ?
(અ) ન્યૂઝીલેન્ડ (બ) દક્ષિણ આફ્રિકા
(ક) ઓસ્ટ્રેલિયા (ડ) ભારત
 
૭. ભારતના પ્રથમ દરિયાઈ આરક્ષિત વિસ્તારમાં ૪૨ ટાપુઓ વચ્ચે આવેલ નેશનલ પાર્ક ક્યાં આવ્યો છે ?
(અ) પોરબંદર (બ) જામનગર
(ક) વેરાવળ (ડ) કચ્છ - માંડવી
 
૮. ગુજરાત રાજ્યમાં પ્રથમવાર ‘બાયોડિઝલ’ ટ્રેન કયા સ્ટેશનો વચ્ચે દોડાવાઈ ?
(અ) અમદાવાદ-ભૂજ (બ) અમદાવાદ-સુરત
(ક) વડોદરા-વલસાડ (ડ) રાજકોટ-અમદાવાદ
 
૯. પોઈચા નીલકંઠ ધામ કઈ નદીના કિનારે આવેલું છે ?
(અ) સાબરમતી (બ) મહી
(ક) ઘેલો (ડ) નર્મદા
 
૧૦. ભારતના કયા ફૂટબોલ ખેલાડીને સૌથી વધુ ઇન્ટરનેશનલ મેચ રમવાનું ગૌરવ મેળવ્યું છે ?
(અ) ભાઈચુંગ ભૂટિયા (બ) અનિરુદ્ધ થાપા
(ક) સુનિલ છેત્રી (ડ) ગુરપ્રિતસિંહ સંધુ
 
૧૧. ટ્રેકિંગના શોખીન માટેનું ચંદ્રતાલ લેઈક ક્યાં આવેલું છે ?
(અ) કાશ્મીર (બ) હિમાચલપ્રદેશ 
(ક) રાજસ્થાન (ડ) નેપાળ
 
૧૨. દેશની સૌથી ઝડપી ‘વંદેમાતરમ્’ ટ્રેન ગુજરાતમાં ક્યાં દોડાવવામાં આવનાર છે ?
(અ) અમદાવાદ-મુંબઈ (બ) વડોદરા-મુંબઈ
(ક) વડોદરા-વલસાડ (ડ) રાજકોટ-અમદાવાદ
 
૧૩. બેન્ઝામિન નેતન્યાહૂ કયા દેશના વડાપ્રધાન છે ?
(અ) ઇજિપ્ત (બ) થાઈલેન્ડ
(ક) લિબિયા (ડ) ઇઝરાયેલ
 
૧૪. ત્રિપોલી બંદર ક્યાં આવેલું છે ?
(અ) સિંગાપોર (બ) ચાઈના
(ક) દ.કોરિયા (ડ) લિબિયા
 
૧૫. દુનિયાનું કયા દેશનું એવું પ્રથમ સર્કસ છે કે જેમાં વન્યજીવોનો ઉપયોગ કરવામાં આવતો નથી ?
(અ) રશિયા (બ) જર્મની
(ક) ભારત (ડ) જાપાન
 
૧૬. વડાપ્રધાન મોદીએ સૌપ્રથમ વિદેશ પ્રવાસ ક્યાં કર્યો ?
(અ) ભૂતાન (બ) મલેશિયા
(ક) માલદીવ (ડ) મ્યાનમાર
 
૧૭. દેશની પ્રથમ ટ્રી એમ્બ્યુલન્સ સર્વિસ ક્યાં શરૂ થઈ ?
(અ) તમિલનાડુ (બ) પંજાબ
(ક) હરિયાણા (ડ) આસામ
 
૧૮. વડાપ્રધાન મોદીએ માલદીવના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ સોલિહેને શું ભેટમાં આપ્યું ?
(અ) કાચબા (બ) સિંહ 
(ક) કાશ્મીરી શોલ (ડ) ક્રિકેટ-બેટ
 
૧૯. ભારતીય રેલવેની નિયમિત ટ્રેનોના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત કઈ સેવા ચાલુ થઈ રહી છે ?
(અ) ઓરેન્જ જ્યુસ (બ) સાત વર્ષ સુધીનાં બાળકો માટે દૂધ 
(ક) તેલ-માલિશ (ડ) સિનિયર સિટીઝનને મફત પ્રવાસ
 
૨૦. દેશનું સૌ પ્રથમ અને વિશ્ર્વનું ત્રીજું ફોસીલ પાર્ક ડાયનાસોર મ્યુઝિયમ ગુજરાતના કયા ગામે ખુલ્લું મુકાયું ?
(અ) જૂનાગઢ (બ) રૈયોલી
(ક) વેળાવદર (ડ) આહવા
 
જવાબ :
૧ (અ), ૨ (ક), ૩ (બ), ૪ (ડ), ૫ (ક), ૬ (ક), ૭ (બ), ૮ (અ), ૯ (ડ), ૧૦ (ક),
૧૧ (બ), ૧૨ (બ), ૧૩ (ડ), ૧૪ (ડ), ૧૫ (બ), ૧૬ (ક), ૧૭ (અ), ૧૮ (ડ), ૧૯ (ક), ૨૦ (બ).