આ અઠવાડિયાના ૨૦ જનરલ નોલેજના પ્રશ્નો અને તેના જવાબ...

    ૦૧-ઓગસ્ટ-૨૦૧૯   

 
 
 
૧. ગુજરાતનાં ૬૦ વર્ષમાં સૌ પ્રથમવાર કેટલા લાખ કરોડનું બજેટ રજૂ થયું ?
(અ) ૨.૦૧ લાખ કરોડ (બ) ૨.૦૨ લાખ કરોડ
(ક) ૨.૦૪ લાખ કરોડ (ડ) ૨.૦૫ લાખ કરોડ
૨. ગુજરાત રાજ્યનું બજેટ કેટલી પુરાંતવાળુ રજૂ થયું ?
(અ) ૫૦૦ કરોડ (બ) ૫૭૨ કરોડ
(ક) ૫૭૫ કરોડ (ડ) ૫૭૦ કરોડ
૩. ગુજરાત રાજ્યના બજેટમાં કેટલા કરોડના નવા વેરા નાંખવામાં આવ્યા છે ?
(અ) ૩૩૦ (બ) ૩૩૩
(ક) ૩૦૦ (ડ) ૩૩૫
૪. વર્લ્ડકપમાં કઈ મહિલાના ઉત્સાહે વિરાટ કોહલી અને રોહિત શર્માને રૂબરૂ મળવા મજબૂર કર્યા હતા ?
(અ) લતા પટેલ (બ) ચારૂબેન પંડ્યા
(ક) ચા‚લતા પટેલ (ડ) રોશની પટેલ
૫. હસન રુહાની કયા દેશના પ્રમુખ છે ?
(અ) ઇરાક (બ) ઇજિપ્ત
(ક) ઇઝરાયલ (ડ) ઈરાન
૬. ગ્રીન ટોઈલેટનો નવો કોન્સેપ્ટ ક્યાં જોવા મળે છે ?
(અ) ચીન (બ) બ્રાઝીલ
(ક) તૂર્કી (ડ) ઓમાન
૭. અમદાવાદ શહેરમાં કેટલામી રથયાત્રા નીકળી હતી ?
(અ) ૧૪૦ (બ) ૧૪૨
(ક) ૧૪૫ (ડ) ૧૪૩
૮. ‘જીવનરથની લગામ ભગવાનના હાથમાં સોંપવી તે સાચો મર્મ છે.’ આવું કયા સંત મહાત્માએ રથયાત્રા વખતે કહ્યું હતું ?
(અ) ડૉ. હેમિલ્ટન રોય
(બ) દેવિન્દરસિંહ પંજાબી
(ક) આચાર્ય કલ્યાણબોધિ સૂરિશ્ર્વરજી
(ડ) મહંત સ્વામી
૯. હજારો વર્ષથી પાટણ શેના માટે વિખ્યાત છે ?
(અ) વાસણ (બ) ચામડાની ચીજવસ્તુ
(ક) પટોળા (ડ) બેન્ગલ્સ
૧૦. બજેટ શબ્દ કઈ ભાષામાંથી આવ્યો છે ?
(અ) જર્મની (બ) ફ્રેન્ચ
(ક) ચાઈનીસ (ડ) પોર્ટુગીઝ
૧૧. ભૂતપૂર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીની પ્રતિમા કેટલા ફૂટ ઊંચી બનાવાય છે ?
(અ) ૧૭૮ (બ) ૧૮૦
(ક) ૧૭૫ (ડ) ૧૭૭
૧૨. દેશનું પ્રથમ બજેટ ક્યારે રજૂ થયું હતું ?
(અ) ૧૫મી ઑગસ્ટ, ૧૯૪૭
(બ) ૨૬મી નવેમ્બર, ૧૯૪૭
(ક) ૧લી માર્ચ, ૧૯૪૭
(ડ) ૨૮ ફેબ્રુઆરી, ૧૯૪૭
૧૩. ટ્રેનમાં ફૂડનો વધુ ચાર્જ લેનારા સામે પેસેન્જર કયા નંબર પર ફરિયાદ કરી શકશે ?
(અ) ૧૧૦ (બ) ૧૮૦
(ક) ૧૮૨ (ડ) ૧૦૧
૧૪. ‘સાગરમાલા’ યોજના હેઠળ શેનો દાવો કરવામાં આવ્યો છે?
(અ) મહિલા સશક્તિકરણ (બ) યુવારોજગાર
(ક) કૃષિવિકાસ (ડ) શિક્ષણ-ક્રાંતિ
૧૫. અમેરિકાનો સ્વતંત્રતા દિવસ કયો છે ?
(અ) ૧લી જુલાઈ (બ) ૩જી જુલાઈ
(ક) ૫મી જુલાઈ (ડ) ૪થી જુલાઈ
૧૬. અમેરિકામાં ૭૦ના દાયકામાં ૨૦ લાખ વાચકો ધરાવતું ‘મેડ’ મેગેઝીન કયા પ્રકારનું મેગેઝીન છે, જે હવે બંધ થઈ રહ્યું છે ?
(અ) ફિલ્મ ગપસપ (બ) રાજકીય ખટપટ
(ક) હાસ્ય વેરતું વ્યંગ (ડ) રમત-ગમત
૧૭. રોબો કપ વર્લ્ડ ચેમ્પિયનશિપ-૨૦૧૯ ક્યાં યોજાય છે ?
(અ) અમેરિકા (બ) ઓસ્ટ્રેલિયા
(ક) જાપાન (ડ) ચીન
૧૮. વિશ્ર્વનું સૌથી ઊંચું ૧૧૫.૮૫ ફૂટ ઊંચું વૃક્ષ કયા દેશનાં ‘રેડવૂડ નેશનલ પાર્ક’માં આવેલ છે ?
(અ) અમેરિકા (બ) ઓસ્ટ્રેલિયા
(ક) કેનેડા (ડ) આફ્રિકા
૧૯. ગુજરાતમાં ‘મધર ઇન્ડિયા’ ડેમ ક્યાં આવ્યો છે ?
(અ) ચીખલી (બ) ગરબાડા
(ક) ઉમરા (ડ) જેસાવાડા
૨૦. પોલેન્ડમાં યોજાયેલ એથ્લેટિક ચેમ્પિયનશિપમાં ગુજરાતની મહિલા ખેલાડી સરિતા ગાયકવાડે કઈ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ મેળવ્યો ?
(અ) ૧૦૦ મીટર દોડ (બ) ૪૦૦ મીટર દોડ
(ક) ૮૦૦ મીટર દોડ (ડ) મેરેથોન
જવાબ : ૧ (ક), ૨ (બ), ૩ (અ), ૪ (ક), ૫ (ડ), ૬ (અ), ૭ (બ), ૮ (ડ), ૯ (ક), ૧૦ (બ), ૧૧ (અ), ૧૨ (બ), ૧૩ (ક), ૧૪ (બ), ૧૫ (ડ), ૧૬ (ક), ૧૭ (બ), ૧૮ (અ), ૧૯ (ક), ૨૦ (બ).