કુદરતી રીતે શરીરને શુદ્ધ રાખવાની પાવરફૂલ ટિપ્સ આપે છે સદગુરુ

    ૦૨-ઓગસ્ટ-૨૦૧૯    

આજે આપણું શરીર ણી અશુદ્ધિઓનો શિકાર બની ગયું છે. કદાચ તેની આપણને જાણ પણ નથી. આ અશુદ્ધીઓ દુર કરવાનું સૌને ગમે પણ આપણને ખબર હોતી નથી કે આ શુદ્ધીકરણ કઈ રીતે થઈ શકે. અને એ પણ કુદરતી રીતે! જો તમારે તમારું શરીર શુદ્ધ રાખવવું હોય તો અહીં સદગુરૂ આ માટે તમને પાંચ ટીપ્સ આપે છે. અપનાવી જુવો…

#શુદ્ધ પાણી પીવો

પાણી પૃથ્વીનો 72% ભાગ આવરી લે છે. આપણને જે પાણી મળી રહ્યું છે તે કુદરતની દેન છે. પાણી કુદરતી સ્ત્રોતમાંથી આપાણા સુધી પહોંચે છે ત્યાં સુધીમાં તો તે ૬૦ ટકા જેટલું પ્રદુષિત થઈ ચૂંક્યું હોય છે. આ ૬૦ ટકા પાણીને શુદ્ધ કરવું હોય તો તેને એક દિવસ માટલામાં ભરી રાખવું જોઇએ, ત્યાર પછી બીજા દિવસથી તેને પીવું જોઇએ. પાણીને તાંબાના વાસણમાં ભારી રાખવાથી પણ તે શુધ્ધ થઈ જાય છે.

#હેલ્થી તથા શુદ્ધ આહારનું સેવન કરો

તમે શું ખાછો? કેવી રીતે ખા છો? કેટલી માત્રામાં કયો આહાર લો છો? કોના હાથેથી ખાઓ છો? કઈ જગ્યાએથી લઈને ખાઓ છો? આ તમામ બાબતો ખુબજ મહત્વની છે. હંમેશા શુદ્ધ આહાર લેવો જોઇએ. શક્ય હોય તો રોજ ફળનું સેવન કરવું.

#૩ કુદરત સાથે થોડો સમય પસાર કરો

જયારે પણ સમય મળે ત્યારે કુદરતની શરણમાં થોડો સમય પસાર કરવો જોઇએ. રજાના દિવસોમાં પિકચર જોવા જવાને બદલે ક્યાંય પર્વતારોહણ કરવા જાઓ અથવા કોઈ સુંદર તળાવની મુલાકાત લો ત્યાં બેસો થોડો સમય પસાર કરો. ત્યાંના વતાવરણનો આનંદ માણો. આ કરવાથી તમારું મન શાંત થશે તથા એક નવી તાજગીનો તમને અનુભવ થશે.

#સૂર્યપ્રકાશ મેળવો

રોજ સવારે વહેલા ઉઠવાનું રાખો, બને તો થોડી કસરત કરો, સવારનો કૂણો સૂર્યપ્રકાશ ગ્રહણ કરો. આવું કરવાથી તમારા શરીરમાં કોઈ દિવસ vitamin D ની ઉણપ નહી રહે અને તમારો આખો દિવસ તાજગીથી ભરેલો રહેશે.

#પોઝિટિવ બનો

શરીરને સ્વસ્થ રાખવા માટે મનને શાંત તથા સ્વસ્થ રાખવું ખૂબ જરૂરી છે. તમારી અંદર કોઈ પણ નકારાત્મક ભાવ હોય જેમ કે લોભ, ગુસ્સો, ઈર્ષ્યાની ભાવનાપહેલા તો તેનાથી છૂટકારો મેળવો. નકારાત્મકતાથી દૂર રહો અને પ્રેમ, કરૂણા, ખુશીની સાથે રહો, હકારાત્મક ભાવથી જીવન જીવો…