આવો મળીએ ૨૧મી સદીનો તેનાલીરામ પ્રિયવ્રતને અને જાણીએ મહાપરીક્ષા વિશે

    ૨૧-સપ્ટેમ્બર-૨૦૧૯   

 
 
૧૬મી સદીના વિદૂષક તેનાલીરામની વાતો - વાર્તાઓ આપણી પેઢીઓ વાંચી-વાંચી મોટી થઈ છે. તેનાલીરામની બુદ્ધિ અને વાક્પટુતા પર ટીવી શ્રેણી પણ બની ચૂકી છે. તેનાલીરામ તેના બુદ્ધિચાતુર્ય અને હાસ્યબોધને કારણે ખૂબ જાણીતા બન્યા હતા ને તે તેલુગુ ભાષાના મોટા કવિ પણ હતા, પરંતુ અહીં વાત કરવી છે ૨૧મી સદીમાં નવા તેનાલીરામની, જેણે પોતાની અસીમ બૌદ્ધિક પ્રતિભાનો પરચો આપી માત્ર ૧૬ વર્ષની વયે જ ઇતિહાસ રચી દીધો છે.
 

કોણ છે આધુનિક તેનાલીરામ ? શું છે તેની ઉપલબ્ધિ ?

 
આજે ભારતની વિજ્ઞાન ટેક્‌નોલોજી અને વિજ્ઞાનીઓની વિશ્ર્વભરમાં વાહવાહી થઈ રહી છે, તો બીજી બાજુ દેશનો એક વર્ગ પોતાની પ્રાચીન સનાતન સંસ્કૃતિને આગળ વધારવામાં યોગદાન આપી રહ્યો છે. તેમાં તમિલનાડુના કોચી મઠ દ્વારા લેવામાં આવતી તેનાલી પરીક્ષા જેને મહાપરીક્ષા પણ કહેવામાં આવે છે, જે પાછલાં ૪૦ વર્ષોથી લોકપ્રિય છે, જે વેદ અને ન્યાયશાસ્ત્ર પર આધારિત છે. આ પરીક્ષા એ જ લોકો આપી શકે છે. આજ મહાપરીક્ષામાં એક ૧૬ વર્ષના લબરમૂછિયા કિશોર પ્રિયવ્રતે સફળતા પ્રાપ્ત કરી છે. માત્ર એટલું જ નહીં પ્રિયવ્રતે આ પરીક્ષા સૌથી નાની વયે પાસ કરી ઇતિહાસ સર્જી દીધો છે. પ્રિયવ્રત ગોવાના દેવદત્ત પાટિલ અને અપર્ણા પાટિલનો પુત્ર છે. દેવવ્રતને વેદો અને ન્યાયશાસ્ત્રનું શિક્ષણ પરિવારમાંથી જ મળ્યું છે. ત્યાર બાદ તેણે મોહન શર્મા નામના વ્યાકરણ શાસ્ત્રી પાસેથી મહાગ્રંથ વ્યાકરણ અંગે જ્ઞાન મેળવ્યું. ત્યાર બાદ કાંચી મઠ દ્વારા લેવામાં આવતી તેનાલી પરીક્ષામાં ભાગ લીધો અને ઐતિહાસિક સફળતા પણ મેળવી.
  
 

શું હોય છે તેનાલી પરીક્ષા ?

 
તેનાલી મહાપરીક્ષા વર્ષમાં બે વખત યોજવામાં આવે છે. તેમાં ૧૪ લેવલ હોય છે. શાસ્ત્રોનું અધ્યયન કરનાર વિદ્યાર્થીઓ જ તેમાં ભાગ લઈ શકે છે. ૨૦૧૫થી ઇન્ડિક એકેડેમી તેનાલી પરીક્ષાને સપોર્ટ કરે છે. આ સંસ્થા ૪૦ જેટલા વિદ્યાર્થીઓને વિવિધ શાસ્ત્રોનું અધ્યયન કરવામાં મદદ કરે છે, જેનાં અંતર્ગત શિષ્ય પોતાના ગુરુને ત્યાં ગૃહ-ગુરુકુલમ પદ્ધતિથી શાસ્ત્રોનું શિક્ષણ મેળવે છે.
 

 

કાંચી મઠમાં લેવામાં આવે છે આ પરીક્ષા

 
દર છ મહિને ગુરુ પોતાના શિષ્યો સાથે તેનાલી પરીક્ષા લેખિત અને મૌખિક છ માસના ટેસ્ટમાં ભાગ લેવા કાંચી મઠ આવે છે. ૫થી ૬ વર્ષ શાસ્ત્રોનું અધ્યયન કર્યા બાદ આ મહાપરીક્ષા કાંચી મઠમાં યોજાય છે. મહાપરીક્ષામાં સફળ થનાર વિદ્યાર્થીને તેનાલીની પદવી આપવામાં આવે છે. પાછળા ૪ દાયકાથી શાસ્ત્રોના અધ્યયન ક્ષેત્રમાં તેનાલી પરીક્ષા ખૂબ જ લોકપ્રિય છે.