પતંગ ઉત્સવ જોવા આવ્યા હોય તો બાજુમાં જ છે અમદાવાદનું અદભુત કાઇટ મ્યુઝિયમ, જોઇ લો

    ૧૧-જાન્યુઆરી-૨૦૨૦   
કુલ દૃશ્યો |

kire museum ahmedabad_1&n
 
 
`પતંગ ઉત્સવ' ગુજરાતની આગવી ઓળખ છે. વિશ્વફલક પર પતંગના શોખને ઉત્સવમાં પરિવર્તત કરી વિશ્વભરમાં ફેલાયેલા પતંગરસિયાઓ ગુજરાતના મહેમાન બની ચૂક્યા છે. પતંગ-સંસ્કૃતિને ઉજાગર કરતું `પતંગ સંગ્રહાલય' પતંગનો એક હજાર વર્ષ જૂનો ઇતિહાસ દર્શાવે છે. પતંગના વિવિધ નમૂના અને ઐતહાસિક દસ્તાવેજો સાથે તેની પ્રતિકૃતિઓ જોવા-માણવા માટે વિશ્વના પ્રવાસીઓ માટે `પતંગ સંગ્રહાલય' આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ટાગોર હોલના સાંનિધ્યમાં આવેલ સંસ્કાર કેન્દ્રમાં પતંગનું આ જોવાલાયક સંગ્રહાલય આવેલું છે. મુલાકાતીઓ અહીં સોમવાર સિવાય સવારે ૧૦થી રાત્રીના ૮ દરમિયાન ગમે ત્યારે મુલાકાત લઈ શકે છે.
 

kire museum ahmedabad_1&n 
 
#૧૯૮૫માં ભાનુ શાહ નામના પતંગપ્રેમીએ સંસ્કાર કેન્દ્ર, પાલડી ખાતે પતંગ મ્યુઝિયમ બનાવવા માટે મહત્ત્વનો સહકાર આપ્યો હતો. ગુજરાતમાં આ એકમાત્ર પતંગ સંગ્રહાલય છે. આ મ્યુઝિયમમાં એવા પતંગોનો સંગ્રહ કરવામાં આવ્યો છે કે જે વિશ્વભરમાં દુર્લભ માનવામાં આવે છે.
 
# આ મ્યુઝિયમમાં પોલિથિન, નાયલોન, કોટન ઉપરાંત અલગ અલગ કલર્સના અને જાત જાતના કાગળમાંથી બનાવેલા પતંગોનો નજારો માણી શકાય છે.
 
# ભારતમાં આ પ્રકારનું મ્યુઝિયમ બન્યું હોય તેવી આ પ્રથમ ઘટના હતી અને વિશ્વમાં ચીનના પતંગ મ્યુઝિયમ બાદ આ મ્યુઝિયમને બીજા નંબરનું સન્માન આપવામાં આવે છે.
 
# ૨૨ બાય ૧૬ ફીટની લંબાઈ ધરાવતો પતંગ આ મ્યુઝિયમનો જોવાલાયક પતંગ ગણાય છે.
 

kire museum ahmedabad_1&n 
 
# કાગળના ૪૦૦ ટુકડાઓમાંથી બનેલા પતંગનું પણ સવિશેષ આકર્ષણ મુલાકાતીઓમાં રહે છે. આ સિવાય પતંગનો ઇતિહાસ પણ રોચક રીતે મ્યુઝિયમમાં કંડારાયો છે.
 
# મજાની વાત એ છે કે આ મ્યુઝિયમની મુલાકાત ગુજરાત કરતાં વિદેશીઓ વધુ લે છે. પ્રતિવર્ષ દેશી મુલાકાતીઓ કરતાં વિદેશી લોકોની સંખ્યા વધુ હોય છે.
 
# મ્યુઝિયમની મુલાકાત લેવા માટેનો શ્રેષ્ઠ સમય ઑક્ટોબરથી માર્ચ ગણાય છે. એમાં પણ જાન્યુઆરી મહિનામાં અમદાવાદમાં યોજાતા કાઇટ ફેસ્ટિવલ દરમયાન આ મ્યુઝિયમમાં મુલાકાતીઓની સંખ્યામાં વધારો નોંધાય છે.