સોશિયલ મીડિયા પર રા.સ્વ. સંઘને ફેક પોસ્ટ દ્વારા બદનામ કરવાનું ષડ્યંત્ર કોણ રચી રહ્યું છે?!

    ૧૭-જાન્યુઆરી-૨૦૨૦   
કુલ દૃશ્યો |

naya bharat samvidhan_1&n
 
 
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મા. સરસંઘચાલક ડૉ. મોહન ભાગવતજીનો એક ફોટો લગાવી કોઇએ એક ૧૬ પાનાની ફેક પોસ્ટ બનાવી વાઈરલ કરી છે. જેને લઈને હવે વિવાદ શરૂ થઈ ગયો છે. આ પોસ્ટ “નયા ભારત સંવિધાન” ના નામે વાઈરલ કરવામાં આવી છે. જેના પર શરૂઆતમાં જ મોહનજીનો એક ફોટો લગાવવામાં આવ્યો છે. ritamdigital.com ના એક રીપોર્ટ પ્રમાણે આ ૧૬ પાનાની નકલી પોસ્ટમાં અનેક ભ્રામક અને આપત્તિજનક લખાણો લખવામાં આવ્યા છે.
 
આ વિવાદને લઈને ગયા ગુરૂવારે ઉન્નાવના જિલ્લા સંઘ ચાલક તથા ગોમતીનગરના નગર કાર્યવાહએ અલગ અલગ પોલીસ ચોકીઓમાં કેસ નોંધાવ્યો છે. જેના પછી સાઈબર ક્રાઈમ પોલીસ સક્રિય થઈ છે. પોલીસ હાલ આ ભ્રામક અનેક નકલી પોસ્ટ તૈયાર કરનારની તલાસ કરી રહી છે.
 
પોલીસ ચોકીમાં કેસ નોંધાવનાર નગર કાર્યવાહ તુલારામનું કહેવું છે કે આવા નકલી સંદેશના માધ્યમથી સમાજની સમરસતાને તોડવાની કોશિશ થઈ રહી છે અને આમાં કેટલાંક વિરોધી તત્વો સામિલ છે. આ સંદર્ભે ઉન્નાવ જિલ્લાના સંધચાલક લાલતા પ્રસાદનું કહેવું છે કે કેટલાક શરારતી તત્વો દ્વારા “નયા ભારતીય સંવિધાન” નામની નકલી પોસ્ટ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી છે. જેમાં સંઘના સરસંઘચાલકજીના ફોટાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. જેથી તરત આ સંદર્ભે કેસ નોંધાવવામાં આવ્યો છે. તેમનું મનવું છે કે આ નકલી પોસ્ટ દ્વારા સંઘને, સરસંઘચાલકજીને બદનામ કરવાની કોશિશ થઈ રહી છે. સમાજમાં જાતિ, વર્ણ અને ઘર્મના આધારે લોકોને વહેંચવા તેમના મનમાં મતભેદ ઉભા કરવા આવું કરવામાં આવી રહ્યું છે…
 
આ સંદર્ભે પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસનું કહેવું છે આ સંદર્ભે ઝડપથી આરોપીઓને શોધવામાં આવશે. અને તેમના પર કાર્યવાહી કરવામાં આવશે.
 

naya bandharan_1 &nb 
 

શું છે આ નકલી પોસ્ટમાં….

 
અત્રે ઉલ્લેખનીય છે કે આ નકલી વાઈરલ પોસ્ટમાં વોટિંગ અને શિક્ષણનો અધિકાર, બોલવાની આઝાદી, હરવા-ફરવાની આઝાદીના અધિકાર, સંપત્તિના અધિકાર અને સરકારી સેવાઓના અધિકારને કોઇ એક જાતિ વિશેષ સુધી સિમિત કરવાનો દાવો કરવામાં આવ્યો છે. જ્યારે ભારતીય બંધારણમાં સમાનતા આધારિત વ્યવસ્થાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેને બંધારણની પ્રસ્તાવનામાં જ સ્પષ્ટ રીતે વાંચી શકાય છે…
 

મા. સરસંઘચાલકજીનું શું માનવું છે?

 
૨૦૧૮માં દિલ્લી ખાતેના વિજ્ઞાન ભવનમાં સંઘ દ્વારા ત્રિદિવસીય “ભવિષ્ય કા ભારત” નામનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં સંઘના સરસંઘચાલકજીએ વિવિધ ક્ષેત્રમાંથી ઉપસ્થિત રહેલા મહાનુભાવોના ૨૧૫ જેટલા પ્રશ્નોના જવાબ સ્પષ્ટ રીતે આપ્યા હતા. જેમાં આપણા બંધારણ સંદર્ભે મોહનજીએ કહેલું કે “ આપણા આ લોકતાંત્રિક દેશમાં આપણે એક બંધારણનો સ્વીકાર કર્યો છે. આપણું બંધારણ આપણા દેશની સર્વ સહમતિ છે. માટે આ બંધારણના અનુશાસનનું પાલન કરવું આપણું કર્તવ્ય છે. સંઘ આવું પહેલેથી જ માને છે.” જુવો નીચે આપેલો વીડિઓજેમાં ૧.૨૫.૫૧ થી લઈને ૧.૨૭.૫૦ સુધીના સમયમાં મોહનજીએ આ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે…