લેટેસ્ટ જનરલ નોલેજ – આ અઠવાડિયાના ૨૦ પ્રશ્નો અને તેના જવાબ

    ૧૩-ઓક્ટોબર-૨૦૨૦   
કુલ દૃશ્યો |

latest general knowladge_
 
૧. યુ.એસ.ઓપન - ૨૦નો નવો ચેમ્પિયન બનનાર ૨૭ વર્ષનો ડોમિનિક થિએમ કયા દેશનો ખેલાડી છે ?
(અ) જર્મની (બ) સ્વિડન
(ક) ઓસ્ટ્રિયા (ડ) સ્વિટ્ઝર્લેન્ડ
 
૨. રાજસ્થાનનું બાંસવાડા શહેર કયા નામથી ઓળખાય છે ?
(અ) સિટી ઓફ ટર્ટલ્સ
(બ) સિટી ઓફ હન્ડ્રેડ આઇલેન્ડ
(ક) સિટી ઓફ ગાર્ડન્સ
(ડ) સિટી ઓફ હન્ડ્રેડ પેલેસ
 
૩. રાજસ્થાનનું બાંસવાડા શહેર દેશનું કેટલામું સુંદર શહેર છે ?
(અ) છઠ્ઠું (બ) ચોથું
(ક) સાતમું (ડ) પાંચમું
 
૪. ફૂટબોલ જગતમાં સૌથી વધુ કમાણી કરનાર કયો ફૂટબોલર છે ?
(અ) રોનાલ્ડો (બ) નેમાર
(ક) એમબાયે (ડ) લિયોનેલ મેસી
 
૫. નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરિયલમાં કેટલા સોલાર ટ્રી આવેલા છે ?
(અ) ૪૧ (બ) ૪૭
(ક) ૩૭ (ડ) ૩૫
 
૬. ગુજરાતમાં કેટલા ટકા વ્યક્તિઓ ગ્રેજ્યુએશનથી વધારે ભણેલા છે?
(અ) ૫.૭% (બ) ૯.૭%
(ક) ૭.૫% (ડ) ૭.૯%
 
૭. બન્ની એશિયાનો કેવો શ્રેષ્ઠ પ્રદેશ છે ?
(અ) ખનીજથી ભરપૂર (બ) ફળફૂલોથી લચીલો
(ક) ચરિયાણ (ડ) પથરાળ
 
૮. દેશના પ્રથમ હેપ્પીનેસ ઇન્ડેક્સમાં કયા રાજ્યએ સૌથી વધુ ખુશનુમા રાજ્યનું બિરુદ મેળવ્યું છે ?
(અ) મધ્યપ્રદેશ (બ) નાગાલેન્ડ
(ક) ગોવા (ડ) મિઝોરમ
 
૯. અમેરિકાનું સૌથી જૂનું મેગેઝિન સાયન્ટિફિક અમેરિકન કેટલાં વર્ષ જૂનું છે ?
(અ) ૨૦૦૦ વર્ષ (બ) ૧૫૦ વર્ષ
(ક) ૧૭૫ વર્ષ (ડ) ૧૫૫ વર્ષ
 
૧૦. ચાર ધામને રેલવે નેટવર્ક સાથે જોડવા માટે કેટલા કિ.મી. લાંબી લાઇન પાથરવામાં આવશે ?
(અ) ૨૮૫ કિ.મી. (બ) ૨૭૭ કિ.મી.
(ક) ૨૮૧ કિ.મી. (ડ) ૨૮૯ કિ.મી.
 
૧૧. વિશ્ર્વની સૌથી લાંબી ટનલ જે મનાલીને લેહ સાથે જોડે છે તે કેટલા કિલોમીટર લાંબી છે ?
(અ) ૮.૫ કિ.મી. (બ) ૯.૨ કિ.મી.
(ક) ૧૦.૩ કિ.મી. (ડ) ૭.૭ કિ.મી.
 
૧૨. આઈપીએલની ૧૩મી સિઝન યુએઈમાં શરૂ થઈ રહી છે - તો આ પહેલાં કયા વર્ષમાં આઈપીએલની અમુક મેચો, યુએઈમાં રમાઈ હતી ?
(અ) ૨૦૧૪ (બ) ૨૦૦૮
(ક) ૨૦૧૦ (ડ) ૨૦૧૬
 
૧૩. એશિયાની પ્રખ્યાત સુબખાબનગરી ક્યાં આવેલ છે ?
(અ) વલ્લભપુર (બ) જયપુર
(ક) રાંચી (ડ) ભૂજ
 
૧૪. કયા દેશના વિજ્ઞાનીઓએ બાયોનિક આંખ તૈયાર કરી છે ?
(અ) કેનેડા (બ) અમેરિકા
(ક) ઓસ્ટ્રેલિયા (ડ) યુ.કે.
 
૧૫. કયા દેશમાં બાળ અધિકારોને બંધારણમાં સામેલ કરવાની માંગ ઉગ્ર બની છે ?
(અ) રશિયા (બ) જર્મની
(ક) ઇન્ડોનેશિયા (ડ) ઓસ્ટ્રિયા
 
૧૬. વીર સાવરકર ઇન્ટરનેશનલ એરપોર્ટ ક્યાં આવેલું છે ?
(અ) ગોવા (બ) ભૂજ
(ક) પોર્ટબ્લેયર (ડ) રાંચી
 
૧૭. શિવરાજપુરના સમુદ્રકિનારે વિશાળ અને આંતરરાષ્ટ્રીય કક્ષાનો બ્લુ ફ્લેગ બીચ એશિયાનો કેટલામા નંબરનો સુંદર બીચ જાહેર થયો ?
(અ) તૃતીય (બ) પ્રથમ
(ક) ચતુર્થ (ડ) દ્વિતીય
 
૧૮. શિવરાજપુરનો સમુદ્ર કયા યાત્રાધામ નજીક આવેલ છે ?
(અ) ડાકોર (બ) દ્વારકા
(ક) આશાપુરા (ડ) ગોપનાથ
 
૧૯. કાંકરિયા લેકની નગીનાવાડીમાં આવેલ મહેલ કેટલાં વર્ષ જૂનો છે ?
(અ) ૫૭૦ વર્ષ (બ) ૬૦૦ વર્ષ
(ક) ૫૫૦ વર્ષ (ડ) ૭૫૦ વર્ષ
 
૨૦. ગ્રાન્ડ ઓલ્ડ લેડી એ કયા યુદ્ધજહાજનું હુલામણું નામ છે ?
(અ) આઈએનએસ (બ) આઈએનએસ બ્રહ્મપુત્રા
(ક) આઈએનએસ વિરાટ (ડ) આઈએનએસ સહયાદ્રિ
 
 
જવાબ :
 
૧. (ક), ૨. (બ), ૩. (અ), ૪. (ડ), ૫. (અ), ૬. (બ), ૭. (ક), ૮. (ડ), ૯. (ક),
૧૦.(ક), ૧૧. (બ), ૧૨. (અ), ૧૩. (ડ), ૧૪. (ક), ૧૫. (બ), ૧૬. (ક), ૧૭. (ડ), ૧૮. (બ), ૧૯. (અ), ૨૦. (ક).