સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા રા.સ્વ. સંઘના ૧૫ લાખ સ્વયંસેવકો સક્રિય થશે । અરૂણકુમાર

    ૧૩-માર્ચ-૨૦૨૦   

rss_1  H x W: 0
 ડાબેથી દક્ષિણ મધ્ય ક્ષેત્ર કાર્યવાહ તિપ્પેસ્વામી,  અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ અરુણકુમાર તથા અખિલ ભારતીય સહ પ્રચાર પ્રમુખ નરેન્દ્ર ઠાકુર
 
 
રાષ્ટ્રીય સ્વયંસેવક સંધના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ અરુણકુમારે આજે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકોનું સમયની ઉપલબ્ધતા, રસનો વિષય, ક્ષમતાના સંદર્ભે એક સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત ૧૫ લાખ સ્વયંસેવકો સાથે ચર્ચા થઈ હતી. આ બધા જ સ્વયંસેવક સમાજમાં સકારાત્મક પરિવર્તન તથા સમાજની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે સક્રિય ભૂમિકા નિભાવે એ માટે પ્રતિનિધિ સભામાં વિશેષ ચર્ચા થવાની છે. સંઘ આ સ્વયંસેવકોને સમજની જરૂરિયાત પ્રમાણે કામે લગાડશે. તેમણે જણાવ્યું કે બેઠકમાં સમસામયિક વિષયો પર પણ ચર્ચા થાય છે તથા પ્રતિનિધિઓ પણ પોતાના પ્રશ્નો મૂકી શકે છે. સીએએ તથા અન્ય વિષયો પર પણ ચર્ચા થઈ શકે છે.
 
અરૂણકુમારે શુક્રવારે બેંગલુરુમાં આગામી ૧૫થી ૧૭ માર્ચ દરમિયાન યોજાવનારી પ્રતિનિધિ સભા પહેલા મીડિયા સમક્ષ આ સંદર્ભે પોતાની વાત રજૂ કરી હતી. તેમણે જણાવ્યું કે અખિલ ભારતીય પ્રતિનિધિ સભા સંઘની નિર્ણય લેનારી સર્વોચ્ચ ઇકાઈ (એકમ) છે. જેની બેઠક વર્ષમાં એકવાર યોજાય છે. પ્રત્યેક ત્રીજા વર્ષે આ બેઠક નાગપુર ખાતે યોજાય છે. પ્રતિનિધિ સભાની બેઠકનું ઉદ્ઘાટન ૧૫ માર્ચના રોજ સવારે ૮.૩૦ કલાકે થશે.
 
તેમણે જણાવ્યું કે પ્રતિનિધિ સભાની બેઠકમાં ગયા વર્ષની યોજનાઓને લઈને અને આગામી સમયની યોજનાઓને ધ્યાનમાં રાખીને ચર્ચા થશે. આ ઉપરાંત આ બેઠકમાં ઉપસ્થિત વિવિધ પ્રાંત, સંગઠનોના પ્રતિનિધિઓ પોતાના અનુભવો પણ કહેશે. ૧૪ માર્ચના રોજ અખિલ ભારતીય કાર્યકારી મંડળની બેઠક થશે જેમા પ્રતિનિધિ સભાની બેઠકનો એજન્ડા નિશ્ચિત કરવામાં આવશે. કાર્યકારી મંડળમાં પ્રાંત તથા ક્ષ્રેત્ર સ્તરના મા. સંઘચાલક, કાર્યવાહ, પ્રચારક તથા અખિલ ભારતીય કાર્યકારિણીના કાર્યકર્તા હાજર રહેશે. બેઠકમાં આગામી વર્ષમાં યોજાવનાર સંઘ શિક્ષા વર્ગોના કાર્યક્રમોના સંદર્ભે પણ ચર્ચા થશે તથા અખિલ ભારતીય અધિકારિઓના પ્રવાસ વિષે પણ ચર્ચા થશે.
 
આ બેઠકમાં ૧૫૦૦ કાર્યકર્તાઓ ભાગ લેવાના છે, જેમાં અ.ભા. કાર્યકારી મંડળ સહિત દેશના ૪૪ પ્રાંતના પ્રતિનિધિ, વિશેષ આમંત્રિત સભ્યો તથા રાષ્ટ્ર સેવિકા સમિતિના કાર્યકર્તા હાજર રહેશે. આ ઉપરાંત ૩૫ અનુષાગિંક સંગઠનોના અધ્યક્ષ તથા મહાસચિવ, વિહિપના અધ્યક્ષ જસ્ટિસ વીએસ કોકજે, કાર્યકારી અધ્યક્ષ આલોક કુમાર, વિદ્યાર્થી પરિષદના અધ્યક્ષ સુબૈય્યા શણમુગમ, ભારતીય મજદૂર સંઘના અધ્યક્ષ સાજી નારાયણ, વિદ્યા ભારતીના અધ્યક્ષ રામકૃષ્ણ રાવ, વનવાસી કલ્યાણ આશ્રમના અધ્યક્ષ જગાદેવ ઉરાંવ, ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા, સક્ષમના અધ્યક્ષ દયાલ સિંહ પવાર તથા અન્ય આમંત્રિત મહાનુભાવ પણ હાજર રહેશે.
 
બેઠકના છેલ્લા દિવસે ૧૭ માર્ચના રોજ સરકાર્યવાહ ભૈય્યાજી જોશી અખિલ ભારતીય પ્રતિનિધિ સભામાં લેવાયેલા નિર્યણો, પ્રસારિત ઠરાવો વિશે વિસ્તારથી જાણકારી આપશે.
 
આ પત્રકાર પરિષદમાં અખિલ ભારતીય સહ પ્રચાર પ્રમુખ નરેન્દ્ર ઠાકુર, દક્ષિણ મધ્ય ક્ષેત્ર કાર્યવાહ તિપ્પેસ્વામી પણ હાજર રહ્યા હતા.
 
જુવો વીડિઓ...........