કોરોના દૂર રાખવા આપણી રોગપ્રતિકારક શકિત વધારવા આટલું કરો!

    ૨૦-માર્ચ-૨૦૨૦   

corona_1  H x W
 
 
કોરોના કેવી રીતે મટશે તેના માટે વિશ્વભરના માધાંતાઓ કામે લાગી ગયા છે, અહિંયા કોરોના મટાડવાની કોઇ વાત નથી પણ એક વાત જણાવી દઈએ કે કોઈ એક વાઈરસથી તમને કોરોના થવાનો નથી. એ માટે કોરોના વાઈરસનું ઝુંડ જોઇએ. જો તમારી રોગપ્રતિકારક શક્તિ જોરદાર હશે તો તમને કઈ નહી થાય. બસ તમારે થોડું સચેત રહેવાનું છે અને આપણી રોગપ્રતિકારક શક્તિ વધે એનો ખ્યાલ રાખવાનો છે. અહીં આ માટે થોડા સૂચનો કરવામાં આવ્યા છે…
 

water_1  H x W: 
 

ખૂબ પાણી પીવો….

 
શરીરમાં પાણીની કમી ન થવા દો, થોડી થોડી વારે ઘૂંટડે-ઘૂંટડે પાણી પીતા રહો, બની શકે તો હુંફાળું ગરમ પાણી પીવો, પાણી આપણા શરીરને શુધ્ધ રાખે છે, તે આપણા શરરીની ગંદકી દૂર કરવામાં આપણી મદદ કરે છે. કિડની અને આંતરડાંને સાફ રાખવા પાણી પીવું ખૂબ જરૂરી છે. પાણી પીતા રહેવાથી શરીર સાફ રહેસે, શરીરના ઝેરી તત્વો બહાર નીકળતા રહેશે અને તમે સ્વસ્થ રહેશો…
 

sleep_1  H x W: 
 

ઊંઘ પૂરતી લો…

 
આ ખૂબ જરૂરી છે. જો તમે પૂરતી ( વધારે નહી અને ઓછી પણ નહીં) ઊંઘ લેશો તો તમારું શરીર સ્ફૂર્તીમાં રહેશે. રોજ ૭ થી ૮ કલાકની ઊંઘ લો. જો તમે પૂરતી ઊંઘ નહી લો તો તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત થવાનો પૂરતો સમય નહી મળે. માટે પૂરતી ઊંઘ લો…
 

exersise_1  H x 
 

શારીરિક રીતે એક્ટિવ રહો…

 
ઊંઘ પૂરતી લો અને દિવસ દરમિયાન આરામ ન કરો, શરીરને એક્ટિવ રાખો, દરરોજ ૩૦ નિમિટ યોગા, કસરત કરો. અઠવાડિયામાં ત્રણ દિવસ તમને ગમતી હોય એવી કસરત કરો. ચાલો… દોડો… ફિટ રહો. આરામ કરતા વ્યક્તિઓની રોગપ્રતિકારક શક્તિ સારી હોતી નથી. ખૂબ મહેતન કરો.
 

tention_1  H x  
 

ટેન્શન નહી લેને કા…

 
તણાવથી દૂર રહો એટલે પૂરતું છે. મોટા ભાગના રોગોનું મૂળ આ ટેન્શન છે. મન મજબૂત રાખો તો કોઇ રોગ તમારી પાસે આવશે નહી. મગજને કાબૂમાં રાખીને અનેક રોગોને કાબૂમાં કરનારા લોકોના દાખલા છે. તણાવમાં રહેશો તો તેની અસર તમારા શરીર પર પડશે, તમારી પાચન શક્તિ પર પડશે અને અનેક રોગો થશે જેનાથી તમારી રોગપ્રતિકારક શક્તિ ઘટશે. તણાવ ઓછો કરવા ગમતી પ્રવૃતિ કરો, યોગ કરો, ધ્યાન ધરો..
 

tention_1  H x  
 

તડકામાં રહો…

 
સવારનો કુણો તકકો શ્રેષ્ઠ સેનિટાઝર છે. સીધા તડકાના સંપર્કમાં આવવાથી શરીરના અનેક બેક્ટેરિયા મરી જાય છે. બીજું કે તડકામાંથી વિટામિન ડી મળે છે જે ફિટ રહેવા જરૂરી છે. ઉગતા સૂરજના દર્શન બધાએ કરવા જોઇએ…