જ્યોતિષશાસ્ત્ર કહે છે કોરોનાની મૃત્યુતિથિ નજીકમાં છે

    ૨૩-માર્ચ-૨૦૨૦   

corona astrology_1 &

તો આ તારીખે આપણે કોરોનાના પ્રભાવથી મુક્ત થવાના છીએ

 
આશિષ મહેતા જાણીતા જ્યોતિષિ અને વાસ્તુ કન્સલ્ટન્ટ છે. તેઓ Ashish Mehta નામની પોતાની યુ-ટ્યુબ ચેનલ પણ ચલાવે છે, જેમાં વાસ્તુ અને જ્યોતિષિના સંદર્ભમાં પોતાના વિચારો વ્યક્ત કરે છે. હમણાં જ તેમણે કોરોના વાઇરસના સંદર્ભમાં જ્યોતિષશાસ્ત્ર શું કહે છે તેના પર એક વીડિયો બનાવી યુ-ટ્યુબ પર પોસ્ટ કર્યો છે. સારા સમાચાર એ છે કે જ્યોતિષિની દૃષ્ટિએ કોરોનાની મૃત્યુતિથિ નજીકમાં છે. શું કહ્યું તેમણે આ વીડિયોમાં આવો જાણીએ...

આશિષ મહેતા આ વીડિયોમાં જણાવે છે કે,

 
આજે બધા કોરોના વિશે જ પૂછી રહ્યા છે. બધાનો પ્રશ્ન એ જ છે કે હવે આગળ શું થશે ? તો ચાલો આજે જ્યોતિષશાસ્ત્ર (Astrolgy) ની દ્રષ્ટિએ કોરોના વાઈરસના સંદર્ભે ચર્ચા કરીએ.
 
આ ચર્ચા શરૂ કરીએ એ પહેલાં હું તમને જણાવી દઉં કે સપ્ટેમ્બર, ૨૦૧૯માં મેં વીડિયો દ્વારા એક વાત તમારી સમક્ષ મૂકી હતી. Is Recession Knocking our door ? (શું મંદી આપણા દરવાજે ટકોરા મારી રહી છે ?) તેમાં જણાવવામાં આવ્યું હતું કે ૨૬ ડિસેમ્બર પછી જ્યારે સૂર્યગ્રહણ થશે ત્યાર પછી કુદરતી કે માનવસર્જિત આપદા આપણા સૌ પર આવશે. કોરોના વાઈરસ આમાંની એક આપદા છે.
 
જો તમે સમાચારોને ધ્યાનથી જોતા હશો તો એ જાણીને તમને નવાઈ લાગશે કે ૩૧ ડિસેમ્બર પછી કોરોના વાઈરસની માહિતી ચીનમાંથી સમગ્ર દુનિયામાં પહોંચી અને તેમાં પણ ૧૪ જાન્યુઆરી પછી જ્યારે શનિએ ગુરુ અને કેતુની યુતિને છોડીને મકર રાશિમાં પ્રવેશ કર્યો ત્યારે સમગ્ર વિશ્વમાં ગભરાહટ ફેલાઈ ગઈ.
 
તો સૌથી પહેલા વાત કરીએ કે કોરોના વાઈરસ કે અન્ય કોઈપણ વાઈરસ કઈ રીતે પેદા થાય છે. રાહુ અથવા કેતુના જોડાણથી અથવા તેમની અવસ્થાથી કોઈપણ વાઈરસનો જન્મ થાય છે અને તેમાં ગુરુ અને કેતુની યુતિના કારણે અથવા જોડાણના કારણે તેમાં તીવ્રતા આવે છે. રાહુ હાલ આદ્યા નક્ષત્રમાં અને મિથુન રાશિમાં છે અને કેતુ મુળ નક્ષત્ર અને ધન રાશિમાં છે. આ સંયોજન આજથી ૧૮ વર્ષ પહેલા થયું હતું અને આ સંયોજન દરમિયાન અમેરિકા પર ૯/૧૧નો આતંકવાદી મલો થયો હતો. વર્તમાનમાં સમગ્ર વિશ્વ પર કોરોના વાઈરસનો હુમલો થયો છે અને તેમાં પણ ગુરુ અને કેતુની યુતિના કારણે આની તીવ્રતા વધી છે. તે વધુ ફેલાયો છે.
 

ashish maheta_1 &nbs 
 
ગુરુ વિશે શાસ્ત્રોમાં બે વાતો કહેવામાં આવી છે. એક, ગુરુ જીવનને પ્રસ્તુત કરે છે અને બીજી વાત જે તીવ્ર બનાવે તે ગુરુ છે. જે સ્થાનિક વસ્તુને વૈશ્વિક બનાવી દે તે ગુરુ છે. એટલે કે કોરોના વાઈરસ જે ચીનની સ્થાનિક વાત હતી તે ગુરુ અને કેતુની યુતિના કારણે વૈશ્વિક બની ગઈ. એનો મતલ એ થાય છે કે જ્યાં સુધી ગુરુ અને કેતુની યુતિ છે ત્યાં સુધી કોરોના વાઈરસથી આપણને મુક્તિ મળવી અશક્ય છે. સદભાગ્યે ૩૦ માર્ચના રોજ ગુરુ કેતુની યુતિ છોડીને મકર રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. આનો મતલબ એવો થયો કે ૩૦ માર્ચ પછી આપણે સૌ કોરોના વાઈરસના પ્રભાવથી મુક્ત થતા જઈશું પરંતુ આની શરૂઆત થશે ૨૪ માર્ચથી.
 
તમને એ જાણીને નવાઈ લાગશે કે, ચૈત્ર શુકલ પ્રતિપદાને વિશ્વની ઉત્ત્પતિનો દિવસ માનવામાં આવે છે. જો આપણે આ દિવસની કુડળીને ધ્યાનથી જોઈએ તો કઈક આ પ્રકારનું સંયોજન જોવા મળી રહ્યું છે.
 
૨૪ માર્ચ, ૨૦૨૦ બપોરે ૨.૫૮ કલાકે ગ્રહોનું સંયોજન એવું છે કે, ગુરુ અને કેતુની યુતિ ચાલુ જ છે, પરંતુ મંગળ જે અત્યાર સુધી ધન રાશિમાં હતો તે ૨૩ માર્ચના રોજ મકર રાશિમાં પ્રવેશ કરશે અને ગુરુ પણ ૩૦ માર્ચના રોજ મકર રાશિમાં પ્રવેશ કરશે. આનો અર્થ એવો કે ૨૪ માર્ચના રોજથી દુનિયાની ફ્રિકવન્સીમાં ફેરફાર થવાનો છે. એટલે કે દુનિયાનો વાર્ષિક જન્માક્ષર બદલાઈ રહ્યો છે. એટલે ૨૪ માર્ચ પછી સ્થિતિમાં બદલાવ આવશે અને તેનું પરિણામ આપણી સામે ૩૦ માર્ચ પછી આવશે.
 
એક બીજો ગ્રહ પણ છે. જે આપણને કોરોના વાઈરસથી મુક્તિ આપવામાં મદદરૂપ સાબિત થશે અને તે ગ્રહ છે સૂર્ય. સૂર્ય જ્યારે ધનારક (Wealth)માં હતો ત્યારે આ વાઈરસનો જન્મ થયો હતો હવે તે મીનારકમાં રહેશે ત્યાં સુધી આનો ઉપાય મળવો મુશ્કેલ છે. પરંતુ સૂર્ય મેષ રાશિમાં ૧૩ એપ્રિલ, ૨૦૨૦ના રોજ પ્રવેશ કરશે અને જ્યારે સૂર્ય તેની ઉચ્ચ રાશિ એટલે કે મેષ રાશિમાં પ્રવેશ કરશે એટલે કોરોના વાઈરસનો ઉપાચર આપણને મળી જશે અથવા આ વાઈરસથી આપણે સંપૂર્ણ રીતે મુક્ત થઈ જઈશું.
 
ત્યાર પછી ગ્રીષ્મ ઋતુની શરૂઆત ૧૯ એપ્રિલથી થાય છે. જ્યારે ગ્રીષ્મ ઋતુની શરૂઆત થશે અને સૂર્ય મેષ રાશિમાં પ્રવેશશે ત્યારે આની દવા મળી જશે અને આ વાઈરસનો જે ગભરાટ છે તે દૂર થઈ જશે.
 
એકબીજી વસ્તુ પણ હું આની સાથે જોડવા માંગીશ. ચૈત્ર માસની શરૂઆતથી જ કોરોના વાઈરસના સંદર્ભ આપણો જે અભિગમ છે તે બદલાવાની શરૂઆત થશે અને આપણે ચૈત્ર માસના અંતની વાત કરીએ તો ૨૩ એપ્રિલના રોજ ઘન રાશિમાં માત્ર કેતુ હશે, અને મંગળ અને ગુરુ બન્ને મકર રાશિમાં હશે, સૂર્ય પણ મેષ રાશિમાં હશે આનો મતલબ એવો થાય છે કે આનાથી કોરોના વાઈરસની દવા શોધાઈ જશે અથવા તે સંપૂર્ણ રીતે નષ્ટ થઈ જશે.
 
તમારે જે તારીખ ધ્યાનમાં રાખવાની છે એ છે કે માર્ચ ૨૪ થી આ વાઈરસનો ગભરાહટ દૂર થવા લાગશે. ૩૦ માર્ચથી આ વાઈરસનો ઉપચાર મળવાની શરૂઆત થશે. ૧૩ કે ૨૩ એપ્રિલ પછી આનો પ્રભાવ આપણને ઓછો થતો દેખાશે.
 
એક વાત ધ્યાનમાં રાખજો કે આપણે આપણી જાત પ્રત્યે સચેત રહીએ એ જ મુખ્ય છે. માત્ર સાવચેત રહો, ડર ન રાખો, પોતાની કાળજી રાખી આગળ વધો. શુભમ્ ભવતું પ્રણામ...
 
સાંભળો....