કોરોનાથી બચવા યુનેસ્કો અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈજેશને જે સૂચના આપી છે તે વાંચી લો…

    ૦૫-માર્ચ-૨૦૨૦

corona_1  H x W

કોરોના વાઈરસથી ડરવાની જરૂર નથી તેનાથી સાવધાન રહેવાની જરૂર છે. ભારતમાં અત્યાર સુધી ૨૯ કોરોનાના કેસ નોંધાયા છે જેમાં ગુજરાતનો એક પણ નથી એટલે ડરવાની જરૂર નથી, પણ આ કોરોના આપણા સુધી ન પહોચેં એટલા માટે આપણે આટલું કરવું જોઇએ…આ સૂચનો યુનેસ્કો ( UNESCO ) અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈજેશને ( World Health Organisation - WHO ) જાહેર કર્યા છે…

# કોરોના વાઈરસની સાઈઝ મોટી છે. ૪૦૦ થી ૫૦૦ માઇક્રો, જેના કારણે જ કોઇ પણ માસ્ક તેને આપણા શરીરમાં જતા રોકી શકે છે, બની શકે તો માસ્ક પહેરો
 
# યાદ રાખો આ વાઈરસ હવામાં રહી શકતો નથી, જમીન પર રહી શકે છે માટે હવાથી કોરોના વાઈરસ પ્રસરતો નથી.
 
# કોરોના વાઈરસ જમીન પર કે કોઇ વસ્તુ પર ૧૨ કલાક જીવી શકે છે માટે તે આપણા શરીરમાં ન પ્રવેસે તે માટે હાથ ધોતા રહો.
 

corona_1  H x W 
 
# હાથ મિલાવવાની જગ્યાએ નમસ્તેથી કામ ચલાવો. હાથ મિલાવવાથી ૧૪૩ મિલિયન બેક્ટેરિયાની આપ-લે થતી હોય છે.
 
# હાથને ચહેરા પર, આંખો પર કે ગાલ પર ન ફેરવો. બની શકે તમારા હાથ પર કોરોના હોય અને તેને તમારા શરીરમાં પ્રવેશવાની તક મળે…
 
# કોરોના વાઈરસ આપણા કપડા પર ૯ કલાક જીવીત રહી શકે છે માટે કપડાને ધોવાનું રાખો અને બે કલાક સૂર્યના તાપ નીચે રાખો જેનાથી કોરોના વાઈરસ મૃત્યુ પામશે.
 
# સૌથી અગત્યનું કોઇની પણ જોડે ૩ ફૂટનું અંતર રાખો, શર્દી, ઉધરસ, તાવ આવતો હોય તેવી વ્યક્તિને માસ્ક પહેરાવો અને ધ્યાન રાખો.
 

corona_1  H x W 
 
# હાથને જંતુ રહિત રાખવા સેનિટાઈઝર નો ઉપયોગ કરો.
 
# કોરોના વાઈરસ ૨૬થી૨૭ ડિગ્રી તાપમાનમાં જીવી શકતો નથી માટે ઠંડકથી દૂર રહો, સૂર્ય પ્રકાશમાં ફરો, ગરમ પાણી પીવો, ઠંડી ખાવાની વસ્તુથી દૂર રહો
 
# હુંફાળા ગરમ પાણીમાં થોડું મીઠું નાખી કોગળા કરતા રહો
 
આ સૂચનાનો અમલ કરો અને કોરોનાને દૂર રાખો