સુપ્ત વજ્રાસન - કબજિયાત, અપચો, વાયુવિકાર, હરસ, ખૂંધ, શ્વાસની માંદગી હોય તો કરવા જેવું આસન

    ૧૪-જુલાઇ-૨૦૨૦
કુલ દૃશ્યો |
 
supta vajrasana_1 &n

સુપ્ત વજ્રાસન - Supta Vajrasana

 

પરિચય : પહેલા જાણી લો આ આસનને...

 
આ આસન વજ્રાસનના વર્ગનું જ છે. આ આસન પીઠ પર સૂઈને કરવાનું હોવાથી તેને “સુપ્ત વજ્રાસન” કહે છે. આ આસનની સ્થિતિ અર્ધશવાસન જેવી છે. આ આસન અમુક અંશે મત્સ્યાસનના વર્ગનું પણ ગણી શકાય. વજ્રાસન કરવામાં નિપુણતા મેળવ્યા પછી જ આ આસન કરવું. આ આસન વજ્રાસન કરતા વધુ બળ અને ખેંચાણ આપે છે.
 

આટલી સાવચેતી રાખવી જરૂરી છે...

 
કરોડના નીચેના ભાગના રોગ, હાડકાનો ટી.બી. આંતરડા કે બીજા પાચક અવયવો પર જખ્મ થયો હોય, યકૃત વધી ગયું હોય, સંગ્રહણી કે મરડો થયો હોય, કે કરોડનો ક્ષય હોય તેમણે આ આસન યોગ-નિષ્ણાતની સલાહ સિવાય ન કરવું.
 
સ્થિતિ : વજ્રાસનની સ્થિતિમાં બેસવું.
 

પદ્ધતિ : આ રીતે કરો આ આસન

 
સૌ પ્રથમ વજ્રાસનમાં બેસો. શ્વાસ લેતા લેતા હાથની કોણીના ટેકાથી ધીમે ધીમે પીઠ પર સૂઈ જાઓ. પીઠનો સ્પર્શ જમીન ઉપર ગોઠવેલ આસન સાથે થવો જોઈએ. પગના ઘૂંટણ આગળથી પહોળા ન થાય અને જમીનથી અધ્ધર ન થાય તેની ખાસ કાળજી રાખવી. માથું, પીઠ અને ઘૂંટણ ? એક જ લાઈનમાં સીધા અને ખેંચાયેલા ટટ્ટાર, જમીનને અડકેલા રહેશે. બન્ને હાથની હથેળી સાથળ પર રહે એ રીતે હાથને ગોઠવો. આંખો બંધ કરીને પૂરા શરીરને ઢીલું છોડી દો. આ આસનમાં શ્વાસની ગતિ સ્વાભાવિક રહેશે. પૂર્ણ અવસ્થામાં રોકાય. પેટના રોગોને દૂર કરવા માટે ઊંડો શ્વાસ લેતા પેટને ફૂલાવીને છોડતા અંદરના ભાગને સંકોચો.
 
પરત આવતી વખતે હાથને સાથલ પરથી હટાવીને તેની કોણીના સહારે ધીમે ધીમે બેઠા થાવ અને વજ્રાસનમાં રિલેક્સ થાવ.

આસન કરવી વખતે આટલું ધ્યાન રહે...

 
# વજ્રાસન પર પૂરેપૂરો કાબૂ આવ્યા પહેલાં કરવું નહીં.
 
# ઘૂંટણ આગળથી પહોળા ન થાય તેમજ જમીનથી અધ્ધર ન થાય.
 
# ઘૂંટણને જમીન સાથે અડાડી રાખવા માટે સાથળ અને ઘૂંટણની માંસ પેશિયો ઉપર કે સાંધાઓ ઉપર અનાવશ્યક ભાર ન આપવો.
 
# આસન કર્યા પછી પગના પંજાનું પરિભ્રમણ અવશ્ય કરવું.
 

આટલા બધા ફાયદા છે આ આસન કરવાના...

 # કબજિયાત દૂર કરવા માટે આ આસન સરસ છે.
 
# પેટ પરની અનાવશ્યક ચરબી દૂર કરે છે.
 
# પાચનતંત્રને કાર્યક્ષમ બનાવે છે.
 
# કિડની, આંતરડા, લીવર સ્પ્લીન વગેરે અવયવોને કાર્યક્ષમ બનાવે છે.
 
# કરોડરજ્જુને સ્વસ્થ રાખે છે.
 
# કમર લચીલી, સ્વસ્થ અને કાર્યક્ષમ રાખે છે.
 
# ખૂંધ હોય તો નાશ પામે છે. કરોડ સ્થિતિસ્થાપક બને છે.
 
- પગના સાંધા અને સ્નાયુઓ સશક્ત બને છે.
 
# અંતઃસ્રાવી ગ્રંથિઓ સક્રિય બને છે પરિણામે આરોગ્ય અને આનંદ ટકી રહે છે.
 
# પેનક્રિયાસના બધા કોષોમાં સક્રિયતા આવે છે તથા તેમાં રક્તભિસરણની વૃદ્ધિ થાય છે.
 
# નિયમિત કરવાથી કુંડલિની શક્તિ સરળતાથી ઉર્ધ્વગમન કરવા લાગે છે.
 
# શરીરના બંધારણને સુધારે છે.
 

આ રોગમાં શ્રેષ્ઠ છે આ આસન...

 
કબજિયાત, અપચો, વાયુવિકાર, હરસ, ખૂંધ, શ્વાસની માંદગી.
 
 
 યોગ-આસન

ભારતની વિશ્વને ભેટ ગણાતા યોગની અસરકારકતા માત્ર શરીર અને મનના સંતુલન સુધી જ મર્યાદિત નથી. યોગનો સંબંધ મન-શરીર સહિત વ્યક્તિના સમગ્ર વ્યક્તિત્વને પાંચ મુખ્ય તત્ત્વો અગ્નિ, પૃથ્વી, જળ, વાયુ ને આકાશ સાથે જોડવાનો પણ છે. આ પાંચ તત્ત્વોનું શરીરમાં યોગ દ્વારા કેવી રીતે સંતુલન સાધીને વ્યક્તિ પોતાના તન-મનને સમગ્ર વિશ્વ સાથે એકરૂપતા સાધી શકે છે. વર્તમાન યુગમાં યોગનું મહત્વ વિશ્વમાં સ્વીકારાયું છે ત્યારે આવો આપણે યોગ-આસન વિશે જાણીએ,સમજીએ અને તંદુરસ્ત રહેવા તેને જીવનમાં ઉતારીએ… #yogasana, #yog #mudra #yogmudra #pranayam #suptavajrasana

Website - www.sadhanaweekly.com

Facebook Page - https://www.facebook.com/sadhanasaptahik

Instagram - https://www.instagram.com/sadhanasaptahik/

Youtube - Sadhana Saptahik

Twitter - https://twitter.com/sadhanaweekly