ચાણક્ય કહે છે આવા સ્વભાવવાળો માણસ મળવો મુશ્કેલ છે

    ૧૫-જુલાઇ-૨૦૨૦
કુલ દૃશ્યો |

chanakya_1  H x 
 
ઋજુસ્વભાવપરો જનેષુ દુર્લભઃ 
 
“સરળ સ્વભાવવાળો માણસોમાં મળવો મુશ્કેલ છે”
 
આ જગતમાં પ્રત્યેક મનુષ્ય સ્વ એટલે પોતાના, અર્થ એટલે પ્રયોજનને પ્રથમ સ્થાન આપે છે. બીજા શબ્દોમાં કહીએ તો મનુષ્યમાત્ર સ્વાર્થી છે. પોતાનો અર્થ સાધવા માટે મનુષ્ય કૂડકપટનો આશ્રય લે છે. પોતાના વક્ર સ્વભાવથી અન્ય મનુષ્યોને હાનિ કરતાં તે જરાય આંચકો ખાતો નથી. છળકપટ અને છેરપિંડી એના લોહીમાં રહેલાં હોય છે. બીજાને છેતરીને તે પોતાનો લાભ મેળવે છે. આવા માણસો હોય છે, પરંતુ મળવા મુશ્કેલ છે. સીધા સ્વભાવના અને સીધી વાત કરનારા તથા સીધું વર્તન કરનારા માણસો અલ્પ સંખ્યામાં હોઈ ભાગ્યે જ આપણને મળે છે. દરેક બાબતમાં સીધાપણું બતાવવામાં ક્યારેક ભૌતિક લાભો જતા કરવા પડે છે. પોતાનો લાભ જતો કરી બીજાને તે આપવો પડે છે. પરિણામે પોતાના સ્વાર્થને સાધનારા માણસો સ્વાર્થને પકડી રાખે છે. તેમને માટે સરળ સ્વભાવના માણસે પોતાનો સ્વાર્થ અળગો કરવો પડે છે.
 
ઋજુ શબ્દનો “સરળ” એવો અર્થ મનુષ્ય છે. તેની સાથે સાથે તેનો બીજો અર્થ “પ્રામાણિક” એવો પણ થાય છે. પ્રામાણિક માણસ સરળ સ્વભાવનો હોય એ સમજાય એવું છે. સંક્ષેપમાં, પ્રામાણિક કે સરળ સ્વભાવનો માણસ એટલે સારો માણસ. બીજા શબ્દોમાં એને સજ્જન પણ કહેવાય. આવા માણસો જગતમાં મુશ્કેલ હોય છે. પરીક્ષામાં પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ વિદ્યાર્થી ભાઈબહેનો થોડાંક જ હોય છે. તૃતીય શ્રેણીમાં જ વધુ હોય છે. માણસે સરળ સ્વભાવ રાખવો એવું પ્રસ્તુત સૂત્ર કહે છે.
 
 

ચાણક્યનાં સૂત્રો

 
આજના સ્પર્ધાત્મક જમાનામાં યુવાનોને સાચી સલાહ આપનાર જો કોઇ શ્રેષ્ઠ ગૂરૂ હોય તો તે ચાણક્ય છે. આશરે બે હજાર વર્ષ પહેલાં ચાણક્યે જે સૂત્રો રચ્યાં છે તે આજે પણ એટલા જ પ્રસ્તુત છે. ચાણક્યના બધા જ સૂત્રો, સુભાષિતોમાં આપણી વર્તમાનની દરેક મૂંઝવણનો ઉપાય મળી રહે છે. આજથી દરરોજ ચાણક્યનું જીવન ઉપયોગી એક સૂત્ર અહીં પોસ્ટ કરવામાં આવશે. વાંચવા માટે અમારી વેબસાઈટ સાથે જોડાયેલા રહો… #ChanakyaNeetiSutro #ChanakyaNeeti #ChanakyaSutra

Website - www.sadhanaweekly.com

Facebook Page - https://www.facebook.com/sadhanasaptahik

Instagram - https://www.instagram.com/sadhanasaptahik/

Youtube - Sadhana Saptahik

Twitter - https://twitter.com/sadhanaweekly