પર્વતાસન - ફેફસાની કાર્યશક્તિ વધારવા, વાયુના રોગને દૂર કરવા રોજ કરો આ આસન

    ૧૬-જુલાઇ-૨૦૨૦
કુલ દૃશ્યો |

Parvatasana yoga_1 &

પર્વતાસન - Parvatasana yoga

 

પરિચય : પહેલા જાણી લો પર્વતાસનને...

 
પર્વતાસન. પર્વત જેવું આસન. આ આસનથી આકાર પર્વત જેવો થાય છે. આ આસનને ‘વિયોગાસન’ પણ કહેવામાં આવે છે, કારણ કે આમાં ‘વિશેષતાપૂર્વક યોગ’ થાય છે.
 

સાવચેતી : આટલી તો રાખો જ...

 
આ આસન સ્વાસ્થ્યસંપન્ન વ્યક્તિઓએ કરવું.
 

સ્થિતિ : આ આસનમાં સ્થિતિ આવી જ હોવી જોઇએ

 
પદ્માસનની સ્થિતિ ગ્રહણ કરવી.
 

પદ્ધતિ : આ રીતે કરો

 
પદ્માસનમાં બેસો. ટટ્ટાર બેસો. બન્ને હાથ નમસ્કાર મુદ્રામાં રાખો. નમસ્કાર છાતીની પાસે રાખો. કોણી થોડી ઉપર તરફ ઊંચકાયેલી હશે. હવે કોણીને ઉપર ઊંચકતા જાવ. નમસ્કારની મુદ્રા સાથે ધીરે ધીરે હાથને સંપૂર્ણ રીતે માથાની ઉપર સીધી દિશામાં ટટ્ટાર શરીર સાથે ગોઠવો. બન્ને કોણીને સાઈડમાં ખેંચો. હવે નમસ્કાર મુદ્રા ધીરે ધીરે ઉપરની તરફ ઉઠાવતા જાવ. હાથ બિલકુલ સીધા થઈ જશે. આખા શરીરને પણ ઉપર ખેંચો. આ પૂર્ણ નમસ્કાર ભરી સ્થિતિમાં થોડીવાર રોકાવું. આ સ્થિતિમાં શરીર સંપૂર્ણ રીતે ટટ્ટાર અને સીધું ઉપરની તરફ ખેંચાયેલું રહેશે. બન્ને હાથ પણ ઉપરની તરફ સંપૂર્ણ રીતે ખેંચાયેલા રહેશે. ઉપરની તરફ હથેળીની મુદ્રા નમસ્કારની રહેશે.
 
પરત ફરવા માટે શ્ર્વાસ છોડતા છોડતાં સૌ પ્રથમ ઉપર તરફ ખેંચાયેલ હાથને હળવે હળવે સીધી દિશામાં નીચેની તરફ લાવો. માથા ઉપર થઈને હળવે હળવે છાતી સુધી લાવી અને પછી હાથની મુદ્રા છોડી હાથને મુક્ત કરો. પદ્માસનમાંથી પણ મુક્ત થાવ. રિલેક્સ થાવ.
 
આ આસન સુખાસનમાં પણ કરી શકાય.
 
આ આસન પદ્માસન કે સુખાસનમાં પણ ઘૂંટણ ઉપર ઊભા થઈને જેટલી સેકન્ડ રહેવાય તેટલી સેકન્ડ કરી શકાય. અહીં ઘૂંટણ ઉપર ઊભા રહીને નમસ્કાર મુદ્રા જાળવી રાખવી મુશ્કેલ છે. પડી જવાય છે.
 

ધ્યાનમાં રહે : આટલું ધ્યાન રાખો

 
- શરીર ટટ્ટાર રહેવું જોઈએ.
- નમસ્કાર મુદ્રા સૌ પ્રથમ છાતીના વચ્ચેના ભાગમાં આ પછી માથા ઉપર અને પચી સંપૂર્ણ હાથ ખેંચાયેલા હોય તેવી સ્થિતિમાં સૌથી ઉપરની દિશામાં રહેશે.
 

ફાયદા : આટલા બધા છે ફાયદા

 
- રોડને સીધી રાખવામાં મદદરૂપ થાય છે.
- ફેફસાની કાર્યશક્તિ વધે છે.
- પેટ, છાતી, પીઠ, કમર, ખભા અને હાથના સ્નાયુઓને ઉત્તમ વ્યાયામ મળે છે.
- ઊંચાઈ વધારવા માટે પણ ઉપયોગી છે.
- સ્પોન્ડિલાઈટીસમાં ફાયદો થાય છે.
- વાયુના રોગમાં રાહત થાય છે.
- પ્રાણની ઊર્ધ્વગતિ થાય છે.
- નાડીતંત્ર સ્વસ્થ બને છે.
- શરીરને સ્થિરતા આપે છે.
 

રોગમાં શ્રેષ્ઠ : આ રોગ હોય તો રોજ કરો

 
સ્પોન્ડિલાઈટીસમાં, વાયુના રોગમાં.
 

નોંધ :

 
આ આસન કરતાં પહેલા સૂર્યભેદનપ્રાણાયામ અથવા અનુલોમ-વિલોમ પ્રાણાયામનો પંદર-પંદર મિનિટ અભ્યાસ કરવાથી ફેફસાં, પેટ અને કરોડની સ્વસ્થતા પ્રાપ્ત થાય છે.
 
 

યોગ-આસન

ભારતની વિશ્વને ભેટ ગણાતા યોગની અસરકારકતા માત્ર શરીર અને મનના સંતુલન સુધી જ મર્યાદિત નથી. યોગનો સંબંધ મન-શરીર સહિત વ્યક્તિના સમગ્ર વ્યક્તિત્વને પાંચ મુખ્ય તત્ત્વો અગ્નિ, પૃથ્વી, જળ, વાયુ ને આકાશ સાથે જોડવાનો પણ છે. આ પાંચ તત્ત્વોનું શરીરમાં યોગ દ્વારા કેવી રીતે સંતુલન સાધીને વ્યક્તિ પોતાના તન-મનને સમગ્ર વિશ્વ સાથે એકરૂપતા સાધી શકે છે. વર્તમાન યુગમાં યોગનું મહત્વ વિશ્વમાં સ્વીકારાયું છે ત્યારે આવો આપણે યોગ-આસન વિશે જાણીએ,સમજીએ અને તંદુરસ્ત રહેવા તેને જીવનમાં ઉતારીએ… #yogasana, #yog #mudra #yogmudra #pranayam #suptavajrasana

Website - www.sadhanaweekly.com

Facebook Page - https://www.facebook.com/sadhanasaptahik

Instagram - https://www.instagram.com/sadhanasaptahik/

Youtube - Sadhana Saptahik

Twitter - https://twitter.com/sadhanaweekly