આવક ઓછી છે? એક નોકરીથી ઘર બરાબર નથી ચાલતું? તો આટલું સમજી લો…

    ૨૫-જુલાઇ-૨૦૨૦
કુલ દૃશ્યો |

success tips_1  
 
 
દિનપ્રતિદિન તમે આર્થિક ભીંસમાં વધુ ને વધુ ભીંસાતા જાવ છો અને એને પરિણામે જીવન તરફ તમને નફરત આવી ગઈ છે અને ક્યારેક તો આ બધી જંજાળોમાંથી મુક્ત થવાનો વિચાર પણ તમને આવી જાય છે? પણ પ્રશ્ન એ થાય કે કેવી રીતે?
તમે કોઇ સ્થળે નોકરી કરતા હો તો ફાજલ પડતા સમયમાં કોઈ ‘સાઈડ બિઝનેસ’ શોધી કાઢજો. નાના નાના ગૃહ ઉદ્યોગમાંથી પણ તમને ટેકારૂપ કમાણી તમે કરી શકશો.
 

‘મારાથી આવું કામ ન થાય’ એવો વિચાર મનમાં લાવશો નહિં. કોઈ પણ કામ હલકું નથી. ફાજલ સમયમાં છાપાં, સામયિકો કે પુસ્તકો વેચવાં, કાપડના પીસ લાવી વાજબી નફો લઈ ઓળખીતા વર્તુળમાં તેનું વેચાણ કરવું કે સાબુ, પાપડ, અગરબત્તી વગેરે વસ્તુઓ લાવી કે ઘરે બનાવી નવરાશના સમયે તે વેચવી તેમાં નાનપ નથી.
 
નાનપ તો છે કામ વગર બેસી રહી, શ્રમનો મહિમા સમજ્યા વિના ખાલી સમયની બરબાદી કરવામાં. કામના પ્રકારને જોયા વિના તમને જે કામ મળે તેને સહર્ષ વધાવી લ્યો. આર્થિક સંકડામણ ઓછી થવાની સાથે સાથે તમને નવા નવા અનુભવો પણ થશે અને તે તમારા જીવનમાં ઉપયોગી બનશે એ શું ઓછા આનંદની વાત છે ?
 

સક્સેસ મંત્ર

જીવનમાં આગળ વધવું છે? જો જવાબ હા હોય તો એક વાત સમજી લો કે સફળતા મેળવવા અણથક પરિશ્રમ એક માત્ર ઉપાય છે. આપણે આળસ પણ કરવી છે અને સફળ પણ થવું છે, જે શક્ય નથી. આપણી નાની-નાની ભૂલો આપણને જીવનમાં આગળ વધવા દેતી નથી. ભૂલોને જો સુધારી લેવામાં આવે તો નક્કી ફરક પડે. ભૂલો કઈ હોય શકે? આપણે કોલમમાં નિયમિત તેની ચર્ચા કરીશું. તો વાંચતા રહોસક્સેસ મંત્ર #Success #MotivationalQuotes #LifeManagement #SuccessMantra

Website - www.sadhanaweekly.com

Facebook Page - https://www.facebook.com/sadhanasaptahik

Instagram - https://www.instagram.com/sadhanasaptahik/

Youtube - Sadhana Saptahik

Twitter - https://twitter.com/sadhanaweekly