ભૂલતાં શીખો
જીવનમાં આગળ વધવા માટે યાદશક્તિ કેળવવાને બદલે ભૂલવાનું? નવાઈ લાગતી હશે, નહીં ?
તમારા જીવનમાં કટુ પ્રસંગો પણ આવ્યા હશે જ. એની યાદ તમારા મનમાં ઝબકી જાય તો એ ઝબકારો ત્યાં જ અટકાવી દેજો. એ લેશમાત્ર આગળ ન વધે તેની તકેદારી રાખજો. કટુ પ્રસંગોનું સ્મરણ તમને વિષાદની ઊંડી ગર્તામાં ધકેલી દેશે અને એથી તમારું આખું ય ઊર્મિતંત્ર બેસૂરું બની જશે અને જીવનનો આનંદ તમે ખોઈ બેસશો. એ માટે એ દુઃખદ સ્મૃતિ તમારા માનસપટ પર આસન જમાવે એ પહેલાં જ એને ફંગોળી દેજો. એને સ્થાને તમારા મનના ખૂણામાં પડેલી સુખદ સ્મૃતિને ઢંઢોળીને જગાડજો.
આમ કરવામાં શરૂઆતમાં જો કે તમને થોડી મુશ્કેલી નડશે પણ પછી ધીરે ધીરે એમ કરવામાં – કટુ સ્મૃતિઓને ભૂલવામાં તમે ટેવાઈ જશો અને પછી એક એવી પરિસ્થિતિ સર્જાશે કે તમને ન ગમતાં બનાવો તમારા માનસમાં ડોકાવાની હિંમત જ નહીં કરે. સુખદ સ્મૃતિઓની સુવાસ જ તમારા મનમાં રમ્યા કરશે. અને એથી તમારું રોમેરોમ પુલકિત બની ઊઠશે.
તમારે માત્ર કટુ સ્મૃતિઓને ભૂલતાં જ શીખવાનું છે. દુઃખદ બનાવોને ભૂલવાની આજથી જ મન સાથે ગાંઠ વાળો. એથી તમે જીવનમાં આગળ વધી શકશો જ.
સક્સેસ મંત્ર
જીવનમાં આગળ વધવું છે? જો જવાબ હા હોય તો એક વાત સમજી લો કે સફળતા મેળવવા અણથક પરિશ્રમ જ એક માત્ર ઉપાય છે. આપણે આળસ પણ કરવી છે અને સફળ પણ થવું છે, જે શક્ય નથી. આપણી નાની-નાની ભૂલો આપણને જીવનમાં આગળ વધવા દેતી નથી. આ ભૂલોને જો સુધારી લેવામાં આવે તો નક્કી ફરક પડે. આ ભૂલો કઈ હોય શકે? આપણે આ કોલમમાં નિયમિત તેની ચર્ચા કરીશું. તો વાંચતા રહો… સક્સેસ મંત્ર #Success #MotivationalQuotes #LifeManagement #SuccessMantra
Website - www.sadhanaweekly.com
Facebook Page - https://www.facebook.com/sadhanasaptahik
Instagram - https://www.instagram.com/sadhanasaptahik/
Youtube - Sadhana Saptahik
Twitter - https://twitter.com/sadhanaweekly
