સફળતાનો મંત્ર - આશા, ઉત્સાહ, ખંત, ધીરજ અને પુરુષાર્થને તમારા દોસ્ત બનાવો

    ૧૮-ઓગસ્ટ-૨૦૨૦
કુલ દૃશ્યો |

sucsses mantra8_1 &n 

સફળ થવું છે તો પહેલા નિરાશાને કાન પકડીને તગેડી મૂકજો.નિરાશાને પાસે ઢૂંકવા દેશો જ નહીં. નિરાશા તમારા ઊર્મિતંત્રને બેસૂરું બનાવી દેશે ને કોઈ પણ કાર્યમાં તમારું મન ચોંટવા નહીં દે.

 
મનમાં આશા અને ઉમંગ ભરીને શરૂ કરેલ કાર્ય પૂર્ણતાને આરે પહોંચે ત્યારે ધારેલું પરિણામ ન આવતાં તમે એકદમ હતોત્સાહ બની જઈ નિરાશાના ઘેરા અંધકારમાં તમારી જાતને હડસેલી દો છો એ બિલકુલ ઇચ્છનીય નથી. એકાદ પ્રયત્નથી સફળતા ન મળે તો સફળતા તમારાથી દૂર જ રહેશે એવું કેમ માની લ્યો છો ?
 
તમારામાં જ્યારે પણ નિરાશા પ્રવેશવા પ્રયાસ કરે તો એ પ્રયાસને પ્રારંભમાં જ દાબી દેજો અને નિરાશાને કાન પકડીને તગેડી મૂકજો. આશા, ઉત્સાહ, ખંત, ધીરજ અને પુરુષાર્થને તમારા દોસ્ત બનાવજો. પછી જોજો કે ગમે તેવી વિકટ પરિસ્થિતિમાંથી પણ કેવી આબાદ રીતે તમને તેઓ ઉગારી લે છે.
 
નિરાશાને પાસે ઢૂંકવા દેશો જ નહીં. નિરાશા તમારા ઊર્મિતંત્રને બેસૂરું બનાવી દેશે ને કોઈ પણ કાર્યમાં તમારું મન ચોંટવા નહીં દે. અને મન વગર કરેલા કાર્યમાં ભલીવાર હોતો નથી એ તો તમે જાણો છો જ. એથી આજથી જ ગાંઠ વાળો કે જીવનમાં બનજો. આશાવાદી માનવી જ જીવનમાં આગળ વધી શકે છે એ તમે ક્યારેય ભૂલશો નહીં. નિરાશા એ અવરોધક બળ છે, આશા પ્રગતિકારક બળ છે એ ધ્યાનમાં રાખજો.સક્સેસ મંત્ર

જીવનમાં આગળ વધવું છે? જો જવાબ હા હોય તો એક વાત સમજી લો કે સફળતા મેળવવા અણથક પરિશ્રમ એક માત્ર ઉપાય છે. આપણે આળસ પણ કરવી છે અને સફળ પણ થવું છે, જે શક્ય નથી. આપણી નાની-નાની ભૂલો આપણને જીવનમાં આગળ વધવા દેતી નથી. ભૂલોને જો સુધારી લેવામાં આવે તો નક્કી ફરક પડે. ભૂલો કઈ હોય શકે? આપણે કોલમમાં નિયમિત તેની ચર્ચા કરીશું. તો વાંચતા રહોસક્સેસ મંત્ર #Success #MotivationalQuotes #LifeManagement #SuccessMantra

Website - www.sadhanaweekly.com

Facebook Page - https://www.facebook.com/sadhanasaptahik

Instagram - https://www.instagram.com/sadhanasaptahik/

Youtube - Sadhana Saptahik

Twitter - https://twitter.com/sadhanaweekly