ખરજવું, ખસ, ખૂજલી, દરાજ ઘરેલું અને સરળ ઉપાયથી મટી શકે છે…

    ૧૮-ઓગસ્ટ-૨૦૨૦
કુલ દૃશ્યો |
 
dry skin_1  H x
 

આ માટે સૌથી પહેલા લોહી – વિકારો મટે તેવું ખોરાકમાં પરિવર્તન કરવું આનાથી ચામડીના અનેક રોગ મટી જશે

આયુર્વેદ જોડે દરેક રોગનો ઇલાજ છે અને એ પણ એકદમ સરળ. આપણું રસોડું જ આપણા માટે ઉપચારનો ખજાનો છે. તમને ખરજવું, ખસ, ખૂજલી, દરાજ જેવી કોઇ સમસ્યા હોય તો અપનાવી જુવો…

- ૫થી ૬ દિવસનો વાસી પેશાબ ખરજવા ઉપર સવારસાંજ ચોપડવાથી ખરજવું મટે છે.
- ખારેક અથવા ખજૂરના ઠળિયાની રાખ કપૂર અને હિંગ સાથે મેળવી ખરજવા પર લગાડવાથી.
- કળીચૂનો અને પાપડખાર પાણીમાં ભીંજવી ખરજવા ઉપર લગાડવાથી.


- તાંદળિયાની ભાજીનો રસ પીવાથી ખસ મટે છે.
- કાંદાનો રસ ખરજવા ઉપર લગાડવાથી તે મટે.
- ખરજવા ઉપર લીમડાનાં બાફેલા પાન બાંધવાથી અને લીમડાનો રસ સવાર-સાંજ પીવાથી.
- ચણાના લોટની માલિશ કરવી પછી સ્નાન કરવાથી ખૂજલી મટે. રાત્રે લીંબોળીનું તેલ ચોપડવું.
- રાઈ દહીં ઘૂંટીને દરાજ પર લગાડવાથી.
- આખા શરીરે શિવામ્બુની (વાસી પેશાબ)ની માલિશ કરવાથી ખૂજલી મટે છે.
- ખંજવાળ આવતી હોય તો તુલસીનાં પાનનો કે કુંવારપાઠાનો રસ, લીંબોળીનું તેલ ઘસવાથી મટે ચે.
- ખરજવા પર ગાયના છાણનો અથવા ગૌમૂત્ર કે સ્વમૂત્રનો પાટો બાંધવાથી ખરજવું મટે છે.
- આ માટે સૌથી પહેલા લોહી – વિકારો મટે તેવું ખોરાકમાં પરિવર્તન કરવું.
 

આરોગ્ય મંત્ર…

અહી આરોગ્ય મંત્રમાં આપવામાં આવતી માહીતી આયુર્વેદની ચોપડી, વૈદ્ય, તબિબોને આધારે તૈયાર કરવામાં આવે છે. આ તમારી પ્રાથમિક માહિતી માટે છે. બાકી તમારી નજીકના વૈદ્યને જાણ કરી ઉપાય અજમાવવો વધુ યોગ્ય છે

Website - www.sadhanaweekly.com

Facebook Page - https://www.facebook.com/sadhanasaptahik

Instagram - https://www.instagram.com/sadhanasaptahik/

Youtube - Sadhana Saptahik

Twitter - https://twitter.com/sadhanaweekly