પતંગ વિશે અવનવું | સોળમી સદીમાં એક ચોર પતંગના સહારે એક કિલ્લાની ટોચ પર લગાવેલી સોનાની માછલીઓ ચોરી ગયો હતો.

    ૧૩-જાન્યુઆરી-૨૦૨૧   
કુલ દૃશ્યો |
kite history_1   
 

પતંગ વિશે અવનવું

 
- અઢારમી સદીમાં પતંગનો ઉપયોગ ફોટોગ્રાફી કરવા પણ થયો છે.
 
- છઠ્ઠી સદીમાં ચીનના ગાઓ યેન્ગ નામના રાજાએ તો પતંગને લઈને અનેક પ્રયોગો કરેલા. રાજા મૃત્યુની સજા પામેલા ચોરને એક ઊંચાઈ પર લઈ જતો અને એક મોટો પતંગ બાંધી તે ચોરને તે ઊંચાઈ પરથી ધક્કો મારી દેતા. જો પતંગ સાથે ચોર ઊડે તો પ્રયોગ સફળ નહિતર ચોર બિચારો પછડાઈને મરી જતો. જોકે રાજાનો પહેલો પ્રયોગ નિષ્ફળ ગયો હતો.
 
- સોળમી સદીમાં એક ચોર પતંગના સહારે એક કિલ્લાની ટોચ પર લગાવેલી સોનાની માછલીઓ ચોરી ગયો હતો.
 
- ૧૯૮૪માં ચેકોસ્લોવેકિયાનો એક પંદર વર્ષનો છોકરો પતંગના અને હેન્ગગ્લાઇડરના વૈજ્ઞાનિક નિયમોનો અભ્યાસ કરીને સામ્યવાદી શાસનની કેદમાંથી નાસી છૂટ્યો હતો.
 
- ઈ.સ. ૧૭૪૯માં સ્કોટલેન્ડની ગ્લાસગો યુનિવર્સિટીના બે શિક્ષકો એલેક્ઝાન્ડર મિલ્સન્ટ અને ટોમસ મેલવલેએ છ પતંગ એક દોરી પર ચગાવી સાથે થર્મોમીટર બાંધીને વાદળનું ઉષ્ણતામાન નોંધવાની કોશિશ કરી હતી.
 
- ૧૯૦૭માં ગ્રેહામ બેલે ૫૦ ફૂટ ઊંચો પતંગ સાત મિનિટ આકાશમાં ઉડાડીને હવામાન વિશે માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
 

kite history_1   
 
- ઈ.સ. ૧૮૦૦ની સાલમાં ફ્રેન્કલીને આકાશમાં પતંગ ચડાવીને વાદળાંની વીજળીને દોરી વડે આકર્ષવાનો પ્રથમ પ્રયોગ કર્યો હતો. વિજ્ઞાનીઓએ બનાવેલી વીજળી અને વાદળોમાં પેદા થતી વીજળી વચ્ચેનો ભેદ જાણવા ફ્રેન્ક્લીને આ પ્રયોગ કર્યો હતો. ફ્રેન્કલીન ઘણા અંશે સફળ રહ્યો હતો.
 
- એવું કહેવાય છે કે શરૂઆતમાં યુદ્ધ વખતે કે કટોકટી દરમિયાન સંદેશા મોકલાવવા, બે સ્થળો વચ્ચેનું અંતર માપવા કે પવનની દિશા અને ઝડપ જાણવા પતંગનો ઉપયોગ થતો. કદાચ આ માટે જ શરૂઆતમાં પતંગની શોધ થઈ હશે.
 
- વૈજ્ઞાનિક સંશોધનમાં અને માણસને આકાશમાં ઉડાવવા પતંગનો ઉપયોગ થયો છે. એવું કહેવાય છે કે પશ્ચિમના દેશોમાં અને ખાસ કરીને અમેરિકામાં જે વિશાળ કદના હેન્ગગ્લાઇડરો બન્યા છે તે પતંગની સુધારેલી આવૃત્તિ જ છે.
 

kite history_1   
 
- ઈ.સ. ૯૦૦માં કોરિયા અને રશિયાના તત્કાલીન સેનાપતિઓએ દુશ્મનોની સેનાને ડરાવવા માટે પતંગ સાથે હથિયારધારી ઘોડેસવાર માણસનાં પૂતળાં બાંધીને દુશ્મનોના વિસ્તાર તરફ ઉડાવ્યા હતા. એવું કહેવાય છે કે આનાથી દુશ્મનોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને તેનો લાભ પણ સેનાપતિઓને મળ્યો હતો.
 
- ઈ.સ. ૧૮૨૭માં જ્યોર્જ પોકોક નામના એક અંગ્રેજે પતંગોના સહારે એક ગાડી દોડાવી હતી.
 
- વૈજ્ઞાનિક કોડીએ તો પતંગથી ચાલતી બોટ બનાવી ઇંગ્લિશ ચેનલ પાર પણ કરી હતી.
 
- પતંગની શોધનો દાવો કરનાર ગ્રીકો અને ચીનાઓની માન્યતા પ્રમાણે પતંગ સૌ પ્રથમ હકીમલ કમાન નામના માણસે બનાવ્યો હતો. સૌ પ્રથમ ચીનમાં ડ્રેગન નામનો પતંગ બનાવાયો હતો.
 
- ચીન, કોરિયા, જાપાનમાં પતંગનો ઉપયોગ જાહેરખબર માટે કરવામાં આવતો હતો.
 

kite history_1   
 
- ચીનના તીઆન જલ નામના એક પતંગ-ઉસ્તાદે અનેક આકારના પતંગની શોધ કરી હતી. તેની ડિઝાઇનોની નકલ આજે પણ કરવામાં આવે છે.
 
- પતંગનો અદ્ભુત, વિસ્તૃત ઇતિહાસ ફોટોગ્રાફ્સ સાથે માણવો-જાણવો હોય તો અમદાવાદના પાલડી ખાતે આવેલ `કાઇટ મ્યુઝિયમ'ની મુલાકાત લેવી પડે.
 
- થાઇલેન્ડમાં પતંગ ઉડાવતી વખતે ૭૮ પ્રકારના અલગ-અલગ નિયમોનું પાલન કરવું પડે છે.
 
- ૧૭૬૦માં જાપાનમાં પતંગ ઉડાવવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો, કારણ કે લોકો કામ કરવા કરતાં પતંગ ઉડાડવાનું વધુ પસંદ કરતા હતા.
 
- ચીનમાં ઊડી રહેલા પતંગને એમ ને એમ છોડી દેવાને અપશુકન માનવામાં આવે છે અને બીમારીને આમંત્રણ આપનારી ઘટના સાથે સાંકળી જાેવામાં આવે છે.
 
- કોરિયામાં પતંગ પર બાળકનું નામ અને જન્મતારીખ લખીને પતંગ ઉડાવવામાં આવે છે. આ પાછળનું કારણ એવું માનવામાં આવે છે કે વર્ષ દરમિયાન બાળક પર આવનારી મુશ્કેલીઓ, પીડાઓ પતંગની સાથે દૂર જતી રહે.
 
- થાઇલેન્ડમાં લોકો સારો વરસાદ પડે તે માટે પ્રાર્થના કરવા માટે પતંગ ઉડાવે છે અને ત્યાં કપાયેલી પતંગ ઊઠાવવી એ અપશુકન માનવામાં આવે છે.
 
 

Video | International kite festival 2020 Ahmedabad