આંખોની સારવાર અને આયુર્વેદ | Ayurvedic treatment for eyes

    ૨૭-ફેબ્રુઆરી-૨૦૨૧
કુલ દૃશ્યો |

What is the Ayurvedic tre
 
 
What is the Ayurvedic treatment for eyes? આ પ્રશ્નનો જવાબ તમે શોધતા હોય યો આ લેખ તમાર માટે છે. આયુર્વેદ ડો. જહાન્વી ભટ્ટનો આ લેખ ચોક્કસ તમને આ માટે મદદરૂપ થશે

બાળકોની આંખોનું જતન । Ayurvedic treatment for child eyes

૧.જન્મથી બાળક ૫ વર્ષનું થાય ત્યાં સુધી તેનાં પગનાં તળિયાંમાં ગાયના ઘીની માલિશ કરવી.
 
૨.આંખ લાલ થઈ હોય કે દુઃખવા આવી હોય તો ચપટી ત્રિફળાનું ચૂર્ણ ૧ ચમચી પાણીમાં ગરમ કરી. ચોખ્ખા કપડાથી ગાળી ઠંડું થાય એટલે તેના ટીપાં બાળકની આંખમાં સવાર-સાંજ મૂકતાં બે દિવસમાં જ આંખની ગરમી, લાલાશ અને પીડા મટી જશે.
 
૩.જમતાં બાળકોને લીલા ધાણાની ચટણી બનાવી ખવડાવવી તથા મહિને ૧ વાર શુદ્ધ મધનું અંજન કરવું.
 
૪.જે બાળકોને રાત્રિના સમયે જોવામાં તકલીફ પડતી હોય તેમને ડોડીની ભાજી બાફી તેનું પાણી રોજ સવારે નરણે કોઠે પંદર દિવસ સુધી પીવડાવવું અને ભાજીને મસાલા નાખી બનાવી ખવડાવવી. આ પ્રયોગથી રાત્રિના સમયે જોવાની સમસ્યામાં ઘણો જ ફાયદો થાય છે.
 

આંખની તકલીફોમાં આયુર્વેદિક ઉપચારો | Ayurvedic treatment for eyes

 
૧.ધાણા, સાકર અને વરિયાળીનું સમભાગ ચૂર્ણ માખણ સાથે લેવાથી આંખોની લાલાશ, બળતરા, પાણી ઝરવું વગેરે સમસ્યાઓ મટે છે અને આંખોનું તેજ વધે છે.
 
૨.વરિયાળી અને ત્રિફળાનું સમભાગ ચૂર્ણ ૧-૧ ચમચી પાણી સાથે લેવાથી આંખોનું તેજ વધે છે.
 
૩.અધેડાના મૂળનું ચૂર્ણ દૂધ સાથે પીવાથી રાત્રિ સમયે જેવાની તકલીફમાં ઘણો જ ફાયદો થાય છે.
 
આ સિવાય આયુર્વેદમાં આંખોની સુરક્ષા તેમજ આંખોની તકલીફો માટે તર્પણ ચિકિત્સા શ્રેષ્ઠ બતાવવામાં આવેલી છે. આ ચિકિત્સા નિષ્ણાત વૈદ્યની સલાહ મુજબ કરાવવામાં આવે તો આંખોની દરેક સમસ્યાથી તેમજ બાળકોને આંખમાં નંબરોની સમસ્યાથી પણ છુટકારો મળી શકે છે તથા આંખોનું તેજ પણ વધે છે. આંખમાં અલ્પદોષમાં એક દિવસ મધ્યમ દોષમાં ત્રણ દિવસ તથા પ્રબળ દોષમાં પાંચ દિવસ સુધી તર્પણ કરવું જોઈએ. નેત્રનું તર્પણ શાસ્ત્રોક્ત વિધિથી થાય તો નેત્રમાં લઘુતા અને નિર્મળતા પેદા થાય છે. રોગીને સુખપૂર્વક નિદ્રા આવે છે તેમજ વ્યાધિ પણ શાંત થાય છે.
 
નેત્રતર્પણ વાદળવાળા હવામાનમાં તેમજ અતિશય ગરમ વાતાવરણમાં કરવું ઉચિત નથી. તર્પણ વિધિ પૂર્ણ થાય બાદમાં જે ઘૃત વધે તેને દર્દીને કાંસાની વાટકીથી પગના તળિયે ઘસવું જોઈએ. પગના તળિયામાં બે મોટી શિરાઓ આવેલી છે જે ઉપર મસ્તક સુધી પહોંચે છે અને નેત્રમાં જઈ અનેક શાખા-પ્રશાખાઓમાં વહેંચાઈ જાય છે. એટલા માટે પગમાં ઘસવામાં આવતા આ ઘૃતનો પ્રભાવ સીધો નેત્ર સુધી પહોંચે છે. આ સિવાય નેત્રરોગના દર્દીઓ આહારમાં પણ સાવધ રહેવું જોઈએ. ત્રિફળા, મધ, સાકર, ગાયનું ઘી, ઘઉં, ચોખા, મગ, સિંધવ, દ્રાક્ષ, જાયફળ વગેરે દ્રવ્યોને નેત્રરોગમાં હિતકર બતાવ્યાં છે.
 
 

હેલ્થને લગતા આ આર્ટિકલ પણ તમને ગમશે...