Gujarat local body election 2021 માં રાજ્યના કુલ ૧ કરોડ ૮૦ લાખથી વધુ લોકોના મતદાનમાંથી ભાજપ ૫૩.૦૭ ટકા, કોંગ્રેસ ૨૬.૮૬ ટકા, આપ ૧૩.૯૮ ટકા સાથે ઔવેસીની પાર્ટી એઆઈએમએઆઈએમ પણ ૧.૪૫ ટકા મતો પ્રાપ્ત કરી ગઈ.
ગુજરાત ( Gujarat ) મહાનગર પાલિકાઓની ચૂંટણીઓ (Gujarat local body election 2021 ) માં રાજ્યના કુલ ૧ કરોડ ૮૦ લાખથી વધુ લોકોના મતદાનમાંથી ભાજપ ૫૩.૦૭ ટકા, કોંગ્રેસ ૨૬.૮૬ ટકા, આપ ૧૩.૯૮ ટકા સાથે ઔવેસીની પાર્ટી એઆઈએમએઆઈએમ પણ ૧.૪૫ ટકા મતો પ્રાપ્ત કરી ગઈ. ૫૭૬માંથી ૪૮૩ બેઠકો પર ભાજપનો વિજય અને બધી મહાનગર પાલિકાઓ અકબંધ. કોરોનાકાળમાં મતદાન નિરસ હતું. ઓછા વોટિંગે વિપક્ષને વધુ આશા જાગે, પરંતુ મતદાતાઓ ભાજપને વળગી રહ્યા, કોંગ્રેસથી બમણા મત આપીને.
કોરોના મહામારીમાં વધી રહેલી લોકોની મુશ્કેલીઓથી માંડીને દિલ્હીનું કથિત ખેડૂત આંદોલન, પેટ્રોલ અને ડિઝલના આસમાને પહોંચેલા ભાવોના કારણે ભાજપાની છબી ખરડાશે તેવી વિપક્ષની આશા ઠગારી નીવડી. રાષ્ટીય ચારિત્ર્યવાળી ગુજરાત ( Gujarat ) ની પ્રજાને શ્રી રામ મંદીરની નિધિ સંકલન યોજનાએ પણ એકસૂત્રતા સાધી. કોંગ્રેસીઓએ મહામારી જેવી સંવેદનશીલ ઘટનાને પણ મતમાં પલટાવવાનું દુષ્કૃત્ય કર્યું. નેતાઓએ જાહેર સભામાં ભાજપ પર પાયાવિહોણા આક્ષેપો કર્યા, પરંતુ મહામારીમાં કોવિડ સેન્ટરો, હૉસ્પિટલ્સ, સરકારી હૉસ્પિટલોમાં કે પ્રાઇવેટમાં યે મફત સારવાર, હજારો ભારતીયોની લોકડાઉન સમયે વિદેશોમાંથી ઘરવાપસીમાં સરકારની ભૂમિકા, ઘરઆંગણે કોવિડ વેક્સિનને પ્રોત્સાહન, વિશ્ર્વની સરખામણીએ કોરોનામાં ખૂબ ઓછો મૃત્યુઆંક વગેરે જોતાં લોકોનો ભરોસો અકબંધ રહ્યો. પરિણામો બતાવે છે કે શહેરીજનો વિકાસને વધુ મહત્ત્વ આપે છે. છએ મહાનગરોમાં થયેલા ઊંડીને આંખે વળગ્ો તેવા વિકાસને લોકોએ વધાવી લીધો. સમજદાર, નવા અને યુવા મતદારોએ રોડ, વીજળી, સોલાર પાવર, મેટ્રો, રાંધણ ગૅસ, મોલ, બીઆરટીએસ, ટ્રાન્સપોર્ટ, ઍરપોર્ટ જેવી સુવિધાને મહત્વ આપ્યું.
૧૯૯૫માં પ્રથમ વખત અમદાવાદ ( Ahmedabad ) માં કેસરિયો લહેરાયો એ પછી સતત વિકસતા રહીને આ મહાનગરોમાં ભાજપ ( BJP ) ઘણાં વર્ષોથી શાસનમાં છે. અઢી દાયકાના ભાજપના શાસને એન્ટી-ઇન્કબન્સીની ધારણાઓનો ય સમુળગો છેદ ઉડાડી દીધો. આટલા લાંબા સમય સુધી લાગલાગટ શિક્ષિત-શહેરી મતદારને રીઝવવો અને વિશ્ર્વાસ જીતવો નાનીસુની વાત નથી. આ પરિણામો માત્ર છેલ્લાં પાંચ વર્ષનાં કાર્યોનું પ્રમાણ નહીં પરંતુ પાછલાં ૨૫ વર્ષનાં કાર્યોની પહોંચ છે. ગુજરાતનાં શહેરોનો વિકાસ નિરંતર વધ્યો છે. ગુજરાત નર્મદાના પાણીથી છલકાયું. ચોવીસ કલાકની વીજળી, ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ અને ઇકોનોમિક ડેવલપમેન્ટ, શ્રેષ્ઠ રસ્તાઓ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, રાઈટ ટુ એજ્યુકેશન, રિવર ફ્રન્ટ, હેરિટેજ અમદાવાદ જેવાં અભૂતપૂર્વ વિકાસકાર્યોને પ્રજા ભૂલી નહીં. ગુજરાત સરકારના ખેડૂત કલ્યાણનાં સાત પગલાં, ઓટોમોબાઇલ હબ, રેલવે અને મરીન યુનિવર્સિટીની સ્થાપના, ધનવંતરિ યુનિવર્સિટીને રાષ્ટીય દરજ્જો, રિન્યુએબલ એનર્જી પાર્ક, રાજકોટમાં એઈમ્સ, ઇન્ટરનેશનલ ઍરપોર્ટ, વિશ્ર્વનું સૌથી મોટું સ્ટેડિયમ, બુલેટ ટ્રેન અને નવાં વિકસેલાં પ્રવાસન સ્થળોએ પણ ગુજરાતના મતદાતાઓને આકર્ષ્યા. શહેરી મતદારો આનાથી માત્ર પ્રભાવી નહીં, મુગ્ધ થયા હોય તેવું લાગે છે. કોંગ્રેસની માફક જૂથબંધી કે મામકા-પાંડવા-વાદથી ભાજપ દૂર રહ્યો તેથી સામા પ્રવાહે તરી શક્યો. ભાજપનું પીઢ નેતૃત્વ, ચૂંટણીઓમાં માઇક્રો પ્લાનિંગ, રાજ્યકક્ષાએ ટીમ વચ્ચે સામંજસ્ય અને મસમોટી સંસ્થા હોવાનો લાભ તો હોય જ. સ્થાનિક ઉપરાંત કલમ ૩૭૦ની નાબૂદી, શ્રી રામમંદિરનિર્માણ, એનઆરસી, સીએએ જેવાદેશની સુરક્ષા, શ્રદ્ધા અને રાષ્ટ્રીય ગૌરવ સમાન મુદ્દાઓનેય પ્રજાએ યાદ રાખ્યા છે તેવો નિષ્ણાતોનો અભિપ્રાય છે.
કોંગ્રેસ ( Congress ) ની નામોશીભરી પીછેહટ માટે ગુજરાત ( Gujarat ) માં આપ અને ઓવૈસીની એન્ટ્રીનો પ્રવેશ અને પ્રદેશથી માંડીને રાષ્ટ્રીય નેતાગીરીનો અભાવ હારનાં મહત્ત્વનાં કારણો છે. આપ અને ઔવેસીનું આગમન ભાજપ માટેય સાવચેતીરૂપ ખરું.
આ ( Gujarat local body election 2021 ) પરિણામો કેવળ ગુજરાતના રાજકારણ ( Gujarat Politics ) પૂરતાં સીમિત નથી, તેનો દૂરોગામી સંદેશ સમગ્ર રાષ્ટ્રમાં પહોંચશે જ. રાજકીય નિષ્ણાતો આ વિજયને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લહેર સાથે જોડીને કહે છે કે આ કોઈ ક્ષણિક કે હંગામી આવેશ કે ઉત્તેજના નથી. ગુજરાત અને રાષ્ટ્રીય રાજકારણમાં નરેન્દ્ર મોદી ( Narendra Modi ) નું ફેક્ટર દૂરોગામી અને લાંબા ગાળાનું છે. જેમ ૧૯૬૭ પછી તામિલનાડુમાં કામરાજના નેતૃત્વની વિદાય સાથે કોંગ્રેસનો આથમી ગયેલો સૂરજ આજે પાંચ દાયકા પછી યે ઊગી શકતો નથી. અસ્ત થવા ઝડપભેર આગળ વધી રહેલા ગુજરાત કોંગ્રેસનું અત્યાર સુધી ચાલતું વોટ બૅંકનું રાજકારણ પણ હવે તેને ઉગારી શકે તેમ નથી.
આ ચૂંટણીમાં ભાજપની જંગી જીત થઈ છે. આ સંદર્ભે લાંબા ગાળાના સૂચિતાર્થો જોઈએ તો ૨૦૨૨માં ૧૮૨ બેઠકો પરની ધારાસભાની ચૂંટણીમાંય આ પરિણામો ભાજપને આગળ ધપાવશે અને કોંગ્રેસને નડશે. પ્રજાએ તેમનામાં હજુ વધારે વિશ્ર્વાસ મૂકીને ‘ગોકુળિયા અને ગરવા’ ગુજરાત ( Garavu Gujarat ) ની કલ્પના કરી છે.