ચાલો કરીએ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી - આપો આ ૨૦ પ્રશ્નોના જવાબ અને તપાસો તમારું જ્ઞાન | જુન ૨૮

કુલ દૃશ્યો |
 
LGK_1  H x W: 0
 
 
૧. ૧૯૧૫માં જમ્મુ-કાશ્મીરના મહારાજ હરિસિંહના પત્ની મહારાણી મોહિનીબાઈ સિસોદિયાએ ગુલમર્ગમાં કયું મંદિર બંધાવ્યું હતું ?
 
(અ) શિવમંદિર
(બ) રામમંદિર
(ક) કૃષ્ણમંદિર
(ડ) માતાજીનું મંદિર
 
૨. ટોકિયો ઓલિમ્પિકમાં ભાગ લેવા કયા દેશની મહિલા સોફ્ટબોલ ટીમ સૌપ્રથમ જાપાન પહોંચી ?
 
(અ) ઓસ્ટ્રેલિયા
(બ) અમેરિકા
(ક) ચીન
(ડ) રશિયા
 
૩. ૩૦ એકર ઉજ્જડ જમીનને ફૂલોથી ગુલઝાર ટ્યુલિપ ગાર્ડનમાં ફેરવનાર મુનસ્યારી ગાર્ડન કયા રાજ્યમાં આવેલ છે ?
 
(અ) હિમાચલ
(બ) જમ્મુ-કાશ્મીર
(ક) ઉત્તરાખંડ 
(ડ) કર્ણાટક
 
૪. ICC ના મહિલા ટેલેન્ટ કાર્યક્રમમાં એક માત્ર ગુજરાતી કઈ મહિલાની પસંદગી થઈ છે ?
 
(અ) પાયલ પંચાલ
(બ) હરિની રાણા
(ક) જીગ્ના ગજ્જર
(ડ) સ્મૃતિસિંઘ
 
૫. વિશ્ર્વ સાઈકલ દિવસ ક્યારે ઊજવાય છે ?
 
(અ) ૧લી જૂન
(બ) ૫મી જૂન
(ક) ૨જી જૂન
(ડ) ૩જી જૂન
 
૬. તરલા દલાલ કયા ક્ષેત્રમાં ખ્યાતિ ધરાવતાં હતાં ?
 
(અ) તરણકલા
(બ) નૃત્યકલા
(ક) રસોઈકલા
(ડ) સંગીતકલા
 
૭. ઐતિહાસિક હેરિટેજ ટ્રેનનો દરજ્જો ધરાવતી બીલીમોરા-વધઈ વચ્ચે ચાલતી નેરોગેજ રેલવેમાં કયા કોચ લગાવીને ટ્રાયલ કરાઈ ?
 
(અ) એસી કોચ
(બ) પેન્ટ્રી કોચ
(ક) ફર્સ્ટ ક્લાસ કોચ
(ડ) કૂપે કોચ
 
૮. વિમાનોને મેરેજ હોલમાં ફેરવી દેનાર ઓલ નિપ્પોન એરવેઝ કયા દેશની એરલાઇન છે ?
 
(અ) ફિલિપાઈન્સ
(બ) દ. કોરિયા
(ક) જાપાન
(ડ) તૂર્કી
 
૯. ડેનેવરની એરોસ્પેસ કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલ ઓવરચર શું છે ?
 
(અ) મિસાઈલ
(બ) એરક્રાફ્ટ
(ક) સેટેલાઈટ
(ડ) હેલિકોપ્ટર
 
૧૦. વિશ્ર્વ પર્યાવરણ દિવસ ક્યારે ઊજવાય છે ?
 
(અ) ૭મી જૂન
(બ) ૩જી જૂન
(ક) ૧૦મી જૂન
(ડ) ૫મી જૂન
૧૧. ૩ વર્ષના બાળકને વેક્સિનની મંજૂરી આપનાર દુનિયાનો પ્રથમ દેશ કયો છે ?
 
(અ) અમેરિકા
(બ) રશિયા
(ક) ચીન
(ડ) બ્રિટન
 
૧૨. ‘સિટી ઓન વોટર’ કયા શહેરને કહેવામાં આવે છે ?
 
(અ) ઉદેપુર
(બ) વેનિસ
(ક) ન્યુજર્સી
(ડ) પેરિસ
 
૧૩. લક્ષદ્વીપની મુખ્ય રાજધાની કઈ છે ?
 
(અ) કવારાતી
(બ) પોર્ટબ્લેર
(ક) દેહરાદૂન
(ડ) શિલોંગ
 
૧૪. નૂરજહાં નામની દુનિયાભરમાં સૌથી વધુ વજન ધરાવતી કેરી ક્યાં થાય છે ?
 
(અ) વલસાડ
(બ) કોલ્હાપુર 
(ક) અલીરાજપુર
(ડ) તલાલા
 
૧૫. ઓલિમ્પિકની તૈયારી કરતો ખેલાડી બજરંગ પુનિયા શેનો ખેલાડી છે ?
 
(અ) વેઇટ લિફ્ટીંગ
(બ) બોક્સિગં
(ક) શૂટીંગ
(ડ) રેસ્લીંગ
 
૧૬. ૭૦ વર્ષ બાદ કઈ નદીનો ખારો પટ ૬૫ કિ.મી. સુધી ઘટ્યો ?
 
(અ) સાબરમતી
(બ) નર્મદા
(ક) તાપી
(ડ) મેશ્ર્વો
 
૧૭. યુએનએ ૨૦૨૨થી ૨૦૩૨ સુધીનો શેનો આંતરરાષ્ટીય દાયકો જાહેર કર્યું છે ?
 
(અ) જળ બચાવ
(બ) પર્યાવરણ જાળવણી
(ક) સ્વદેશી બોલી
(ડ) આત્મનિર્ભર
 
૧૮. યુરો કપ - ૨૦૨૦ સૌ પ્રથમવાર કેટલા દેશોમાં મેચ રમાડશે ?
 
(અ) ૧૧ દેશોમાં
(બ) ૯ દેશોમાં
(ક) ૧૩ દેશોમાં
(ડ) ૭ દેશોમાં
 
૧૯. વર્લ્ડ કપ ફૂટબોલ બાદ સૌથી મોટી ટૂર્નામેન્ટ યુરો કપ ક્યારથી શરૂ થઈ હતી ?
 
(અ) ૧૯૪૫
(બ) ૧૯૬૦
(ક) ૧૯૭૦
(ડ) ૧૯૫૦
 
૨૦. યુરો કપમાં ચેમ્પિયન થનાર ટીમને કેટલું ઇનામ મળશે ?
 
(અ) ૨૭૦ કરોડ
(બ) ૩૧૦ કરોડ
(ક) ૨૫૦ કરોડ
(ડ) ૩૦૦ કરોડ
 
 
જવાબ :
 
(૧) અ, (૨) અ, (૩) ક, (૪) બ, (૫) ડ,
(૬) ક, (૭) અ, (૮) ક, (૯) બ, (૧૦) ડ,
(૧૧) ક, (૧૨) બ, (૧૩) અ, (૧૪) ક, (૧૫) ડ,
(૧૬) બ, (૧૭) ક, (૧૮) અ, (૧૯) બ, (૨૦) ડ.