ટોક્યો ઓલિમ્પિકમાં મહિલા બોક્સિગંના ‘વેલ્ટરવેટ’ વિભાગમાં બ્રોન્ઝ મેડલ જીતી લાવનાર ૨૩ વર્ષની મુક્કેબાજ - લોવલિના બોરગોહેન

કુલ દૃશ્યો |

lovlina borgohain_1  
 
 
 
બોક્સિગં લવર - લોવલિના બોરગોહેન
 
* માતા : મામોની બોરહોગેન
* પિતા : ટિકેન
* જન્મતારીખ : ૦૨-૧૦-૧૯૯૭
* જન્મસ્થળ : બટોમુખિયા બારપાથર
* ઊંચાઈ : ૫ ફૂટ ૧૧ઇંચ
 
 
મેડલ્સ - એવોર્ડ્સ
 
 
* બ્રોન્ઝ : ટોક્યો ઓલિમ્પિક : ટોક્યો વેલ્ટર વેઇટ ૨૦૨૦
* વર્લ્ડ ચેમ્પિયનશિપ : રશિયા - વેલ્ટર વેઇટ ૨૦૧૯
* વર્લ્ડ ચેમ્પિયનશિપ : નવી દિલ્હી વેલ્ટર વેઇટ - ૨૦૨૧
* એશિયન ચેમ્પિયનશિપ : વિયેટનામ વેલ્ટર વેઇટ ૨૦૧૬
* અર્જુન એવોર્ડ
 
 
ટોક્યો ઓલિમ્પિકમાં મહિલા બોક્સિગંના ‘વેલ્ટરવેટ’ વિભાગમાં બ્રોન્ઝ મેડલ જીતી લાવનાર ૨૩ વર્ષની મુક્કેબાજ લોવલીના બોરગોહેન આસામની પ્રથમ ઓલિમ્પિક મેડલ વિજેતા અને ભારતની મેરીકોમ પછી બીજી મહિલા અને ભારતની ત્રીજી બોક્સર બની છે. ગાંધી જયંતીના રોજ ૧૯૯૭માં જન્મેલી લોવલીના આસામ રાજ્યના ગોલાઘાટ જિલ્લાના બાર પાથરની બરોમુખિયા રહેવાસી છે. ૭૦૭૮ની વસ્તી ધરાવતું બારપાથર ગોલાઘાટથી ૨૮ કિ.મી. દૂર અંદરની બાજુએ આવેલું એક નાનું ગામ છે. ક્યાં એ સંઘર્ષના દિવસો હતા ? જ્યારે બોક્સિગં પ્રેક્ટિસ માટે આસામની બહાર જવાનું થતું ત્યારે પ્લેન તો શું ટ્રેનની પણ કન્ફર્મ ટિકિટ ન હતી. ટ્રેનના ડબ્બામાં જ્યાં જગ્યા મળે ત્યાં અથવા નીચે બેસીને મુસાફરી કરવી પડતી. પરિવાર આર્થિક મુશ્કેલીઓ સામે જંગ લડી રહ્યો હતો. તેમના પિતા ટિકેન મહિને ૧૫૦૦થી ૨૦૦૦ રૂપિયાની નાની નોકરી કરતા હતા. તો પણ તેમણે દીકરીને ખૂબ જ પ્રોત્સાહન આપ્યું હતું.
 

lovlina borgohain_1  
 
લોવલીનાની મોટી જોડિયા બહેનો લિયા અને લીમા પણ કિક બોક્સિગંની નેશનલ પ્લેયર હતી. તો તેમણે પણ રમતમાં તેના માતા-મામોની બોરગોહેન અને પિતા ટિકેન તેને પ્રોત્સાહન આપતા હતા. બોરગોહેન પરિવારની ત્રણેય દીકરીઓને રમતમાં આગળ વધારવા માતા-પિતાએ ખૂબ દુઃખો વેઠ્યાં છે. લોવલીના પણ શરૂઆતમાં કિક બોક્સિગં જ શીખવા ઇચ્છતી હતી. અનેક પ્રકારની મુશ્કેલીઓ વચ્ચે લોવલીના સૌપ્રથમ કોચ પદુમચંદ્ર બોડો અને પછી સંધ્યા ગુરુંગ દ્વારા દાવપેચ શીખી. લોવલીના સ્વભાવે ખૂબ જ શરમાળ છે. પાંચમા ધોરણ વખતે તેના પિતાએ પ્રોત્સાહિત કરવા મોહમ્મદ અલીના ફોટા-લખાણો બતાવ્યાં હતાં.